________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૩૩ સ્વમાં એકાગ્ર થવાય નહીં... આહા! અને સ્વમાં એકાગ્ર થયા વિના, સ્વમાં શક્તિ જે છે એમાં એકાગ્ર થયા વિના એની દશામાં પરિપૂર્ણ જ્ઞાનને પરિપૂર્ણ આનંદ કોઈ દિ' પ્રગટ ન થાય. સમજાણું કાંઈ..?
એ ભાઈ ? આવી વાતું છે! “છે... દુનિયાને એવું લાગે એવું છે! પાગલ જેવું લાગે એવું છે. આખી લાઈન ફેર! હું? આખો મારગ ફેર છે બાપુ! તને ખબર નથી ભાઈ ! અનંતકાળનો અજાણ્યો મારગ! એને આંહી જાણવાનું કહીને, પૂરણની પ્રાપ્તિ એનાથી થશે. પૂરણ પરમાત્મા દશા–જનમમરણસહિત દશા એ રાગથી ભિન્ન, અને પૂરણ સ્વભાવમાં એકાગ્રતા એનાથી થશે.
આહા હા ! માણસો તો કંઈક માને ને કંઈક માને! એમ અજ્ઞાની અનાદિથી ભ્રમણામાં પડ્યા, પરિભ્રમણ કરી, ચોરાશીના અવતાર, કાગડાના ને કૂતરાંના અવતાર કરી-કીરને, માંડ માંડ માણસપણું મળ્યું હોય, એમાં જો આ રીતે નહીં સમજે, પાછા ઈ ના ઈ દોષ અવતાર છે!
આહા... હા! આંહી તો ઈ અવતારનો અભાવ કરવાની રીત બતાવે છે! કે જેમાં ઈ ભવ ને ભવનો ભાવ જેના સ્વરૂપમાં નથી, જેના સ્વભાવમાં તો પરિપૂર્ણ જ્ઞાનઆનંદ છે. આહાહા! ભાઈ તું વસ્તુ છો ! વસ્તુ છે તેમાં શક્તિ અને ગુણો વસેલાં-રહેલાં છે. એ શક્તિ-ગુણ વિનાની ચીજ હોઈ શકે નહીં. અને એ શક્તિને ગુણ પરિપૂર્ણ-આનંદજ્ઞાનાદિ પરિપૂર્ણ શક્તિ છે. તો... જે તારી ચીજમાં નથી એવા આ શરીરવાણીમન, પુણ્ય-પાપના ભાવ, એનાથી જુદો પડી અને તારામાં જે પુરણ પડ્યું છે તેમાં એનો આદર કરી, તેમાં એકાગ્ર થઈ, તને તારી દશામાં કેવળજ્ઞાન મુક્તદશા, દુ:ખથી મુક્ત અને આનંદને જ્ઞાનથી (પરિપૂર્ણ ) દશા થશે તારી.
આહા.. હા! બે લીટીમાં તો બહુ ભર્યું છે! એકલા સિદ્ધાંતો છે!
આહાહા! “જયારે આ જીવ” એમ કીધું ને. જીવની વ્યાખ્યા તો (પહેલાં) કરી. હવે જયારે આ જીવ હવે પોતે કરે ત્યારે! કો” ક કરી દે ને કો” ક કરાવી દે ને? એમ છે નહીં. આહા.... હા! “જયારે આ આત્મા, સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાન-સર્વજ્ઞજ્ઞાન” એ પૂરણજ્ઞાન પ્રગટ કરે તો એનો અર્થ છે કે અંદર પૂરણ જ્ઞાન છે. આહા... હા ! અંદર કેવળ.. એક.. કેવળ એક જ્ઞાનસ્વરૂપ જ પ્રભુ છે. આહા..! અસ્તિ ચૈતન્યસ્વરૂપ પૂરણ, જ્ઞાનને આનંદથી પૂરણ છે. તે ચીજમાં જેને એનો આદર કરવો હોય, એને રાવાદિનો આદર છોડી દેવો, એટલે એનાથી ભિન્ન પડવું. આહા... હા ! ચાહે તો દયા–દાન-વ્રતને ભક્તિ-પૂજા (ના ભાવ) હો! એ પણ એક રાગ છે વિકલ્પ છે વૃત્તિ છે. ( શ્રોતા:) આ સાંભળવું ય રાગ? (ઉત્તર) ઈ એ રાગ છે ને કહેવું ઈ એ રાગ છે.
આહા... હા! આ તો... જનમ-મરણ રહિત થવાની વાતું છે પ્રભુ! જનમ-મરણને ચોરાશીના અવતાર કરી-કરીને અનંતા અવતાર કર્યા! વસ્તુ છે ને પોતે ! તે રહી ક્યાં અત્યાર સુધી? છે તો છે આત્મા. એ રહી ચાર ગતિ રખડવામાં રહી અત્યારસુધી આ કાગડામાં ને કૂતરામાં ને ભવ કરી-કરી નરકનાને નિગોદના ને મનુષ્યના અને એક ગતિમાં ગમે ત્યાં જાય દુઃખ જ છે! દુઃખ જ છે સ્વર્ગ હોય તો છે પરાધીનતા અબજોપતિ, આ શેઠિયાવ ધૂળના ધણી! એ બધા દુઃખી બચારા છે. આહા. હા... હા ! દુઃખી છે બિચારાં !
(શ્રોતા) પૈસા જોઈએને બિચારા ! (ઉત્તર) પૈસા જોઈએ છે ને એને! આત્મા જોતો નથી એને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com