________________
૩૪
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧ આ ધૂળ જોઈએ છે. આ લાવો. આ લાવોઆ મારું એ માગણ ભિખારી છે. અંદરમાં અનંતજ્ઞાનને અનંત આનંદ ભર્યો છે. એવી લક્ષ્મીવાળો પ્રભુ છે અંદર. એની પાસે જાતો નથી! જ્યાં મળે એવું છે ત્યાં જાતો નથી. જેમાં આવે એવું નથી ત્યાં જઈને માગ્યા કરે છે. અને તે પણ પૈસા આવે તો એની પાસે આવતો નથી. એની પાસે તો મમતા આવે છે કે પૈસા આવ્યા તે મારા ! મમતા (છે) પૈસો, પૈસામાં રહે છે જડમાં આહા... હા.... હા ! આ તો એવી ચીજ છે! વસ્તુ છે ને..! આંહી પુરણજ્ઞાન પ્રગટ કરવાનો ઉપાય કહે છે ને પૂરણજ્ઞાન પ્રગટ કરવાની સમયની દશા એવી તો અનંતશક્તિ જેનામાં હોય, એમાં અકાગ્ર થાય તો કેવળજ્ઞાન થાય. એ કેમકે કેવળજ્ઞાન એક જ પર્યાય એકસમયે આવે તે બીજું શું થાય? આહા.. હા ! એક સેકન્ડના અસંખ્યભાગમાં-નાનામાં નાના સૂક્ષ્મ કાળમાં ત્રણકાળ-ત્રણલોકને જાણે એવી એની શક્તિ પર્યાયમાં પ્રગટ થાય. એને કેવળજ્ઞાન કહે છે દશામાં છે કેવળજ્ઞાન. એવી તો અનંતી-અનંતી શક્તિઓ અંદરમાં પડી છે (આત્મામાં) જો એક જ પર્યાય બહાર આવી ને ખાલી થઈ જાય એવું હોય તો તો ખલાસ થઈ જાય પછી શું રહ્યું! એમ કોઈ દિ' બને નહીં.
આહા... હા! સત્યના સિદ્ધાંતો બહુ કઠણ છે બાપુ! આહા... હા! અત્યારે તો લોકોએ, ગુરુ એ ને ધરમના ગુરુઓએ કંઈકને કંઈક ચલાવીને ચલાવી માર્યું છે! (અમને) બધી ખબર છે દુનિયાની!
આહા.... હા! સત્ પ્રભુ! ... “છે અને જે “છે” ઈ શક્તિ વિનાનો ન હોય, એટલે એના ગુણ વિનાનો-સ્વભાવ વિનાનો ન હોય. જેમ “છે” એમ એના ગુણો પણ, શક્તિ પણ ત્રિકાળ છે. જેમ દ્રવ્ય પૂરણ છે એમ એનાં ગુણો પણ પૂરણ છે. એવો ભગવાન આત્મા,
આહા...! અરે, એને કેમ વિશ્વાસ બેસે?! આંહી પાંચ-પચાસ હજાર પૈસા મળે ત્યાં રાજી-રાજી થઈ જાય! છે ધૂળ.... એમાં...!
મૂઢ છે તેથી ખુશી થાય. મૂઢ છે ને મૂઢ! સાધારણ કોને કહેવું? પ્રભુતો અંદર આનંદથી ભરેલો છે. એની લક્ષ્મીનો પાર નથી ! અમાપ ને અમાપ... અમાપને.. અપરિમિત ! અપરિમિત નામ મર્યાદા જેમાં નથી એવો સ્વભાવ છે બાપુ! જે સ્વભાવ હોય એને મર્યાદા હોય નહીં. એ શું? આહા...!
એવું જે આત્મતત્ત્વ! જેમાં અપરિમિત, મર્યાદા વિનાના સ્વભાવ ને શક્તિઓ પડી છે. એનો વિશ્વાસ લાવી અને પુણ્ય-પાપના ભાવ અને એનાં ફળ બહારનાં એનો વિશ્વાસ ઊઠાડી દઈ આહાહા.... હા! એમાં હું નથી, એમાં મને કંઈ લાભ નથી આહા... હા! અને જેમાં હું છું તેનાથી મને લાભ છે, એવો પોતાનો સ્વભાવ સ્વભાવવાન જેમ છે અનાદિ એમ એનો સ્વભાવ, સ્વભાવવાન હોય ને સ્વભાવ ન હોય? સાકર હોય ને ગળપણ ન હોય? એમ બને?
એમ આત્મા સ્વભાવવાની છે અને એનો સ્વભાવ અનંદ ને જ્ઞાનનો (ન હોય) એમ બને નહીં ત્રણકાળમાં! આહા... હા ! અને જેનો સ્વભાવ છે એ પરિપૂર્ણ છે. સ્વ. ભાવ! પોતાનો ભાવ, પોતાનું સત્ત્વ, પોતાની શક્તિ, પોતાનો ગુણ પોતાનો સ્વભાવ ! આહા! એવા આત્મામાં એકાગ્ર થવાથી અને રાગને શરીરની ક્રિયાથી ભિન્ન પડવાથી એને કેવળજ્ઞાનજ્યોતિ સર્વપદાર્થને પ્રકાશવામાં સમર્થ એવી પ્રગટ થાય છે. ઓલા-શુભરાગ ! દયા-દાન ને વ્રત શુભરાગ ! વૃત્તિ ઊઠે છે વૃત્તિ, વિકલ્પ એ રાગ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com