________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૩૧
આહા... હા ! એનાથી ભિન્ન પાડતાં અને સ્વભાવ જે પરિપૂર્ણ છે તેમાં એકાગ્ર થતાં, આમાંથી ખસતાં અને આમાં વસતાં આહાહા! “પરથી ખસ, સ્વભાવમાં વસ એ ટૂંકું ટચ, એ તારે માટે બસ !' આકરાં સિદ્ધાંતો છે બાપુ! એ આંહી કહે છે પરથી ખસ. ભેદ કર! રાગ ચાહતો દયા–દાનનો હો પણ એનાથી ભેદ-ભિન્ન કર અને સ્વરૂપ જે છે તેમાં વસ! એકાગ્ર થા.. તો તે ભેદજ્ઞાન દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિ કે જે કેવળજ્ઞાન સર્વ પદાર્થને જાણનારું છે એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થશે.
આહા.... હા ! જેમ ચોસઠહોરી તીખાશમાંથી, ચોસઠોરી તીખાશ બહાર આવે છે એમ અંદર સર્વજ્ઞસ્વભાવમાં એકાગ્ર થતાં, રાગથી ભિન્ન પડતાં, સર્વજ્ઞ સ્વભાવ શક્તિરૂપે છે એ અવસ્થામાં પર્યાયમાં પ્રગટરૂપે થાય છે. સમજાણું કાંઈ ?
આવી વાત છે ભાઈ ! લોકો તો ક્યાંય બહારમાં મચ્યા (કરે છે) ભગવાનની ભક્તિ કરીને ઈશ્વરની ભક્તિ કરી ને થઈ જાય? હવે ઈશ્વરની ભક્તિ કરે ઈ તો રાગ છે. અને તારો માલ ત્યાં ક્ય i છે કે ત્યાંથી આવે? તારો તો આંહી પડ્યો છે અંદર! જે કંઈ પ્રગટ કરવાની તારી ધર્મદશા-શાંતદશા પ્રગટ કરવાની તને ભાવના હોય, તો ઈ ત્યાં છે ઈ શાંતદશા ! તારી શાંતદશા ક્યાં ભગવાન પાસે છે? તારી શાંતદશા પ્રગટ કરવાનું ભરેલું સ્થાન તારું તત્ત્વ અંદર છે. એ પ્રાસની પ્રાપ્તિ છે. “છે” એમાંથી આવશે. ભગવાન પાસે છે ઈ એની છે. સમજાણું કાંઈ?
આહા.... હા ! ઈ બે લીટીમાં તો ઘણું છે!!
આવો જે જીવ વર્ણવ્યો, જવ કહેતાં આત્મા છે. સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ” આહા... હા... હા! પ્રભુઆત્માને જયારે કેવળજ્ઞાન થાય છે-એકલું જ્ઞાન પ્રગટ હોય છે. વિકાર નહીં, અલ્પજ્ઞતા નહીં. પૂરું (પૂર્ણ) જ્ઞાન થાય છે આત્માને જયારે, એ કેવળજ્ઞાન છે. એ કેવળજ્ઞાન, સર્વ પદાર્થના સ્વભાવને જાણવા સમર્થ છે. એ કેવળજ્ઞાન, અને પરદ્રવ્યથી ભિન્ન આત્માને કરતાં, જેમાં ઈ જ્ઞાન પણું પુરું ભર્યું છે તેમાં એકાગ્ર થતાં, પરથી એકાગ્રતા છૂટતાં, સ્વમાં એકાગ્રતા કરતાં, એ ભેદજ્ઞાનની જ્યોતિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે.
આહા... હા! ભેદજ્ઞાન કહો કે મોક્ષમાર્ગ કહો, કેવળજ્ઞાન કહો કે મોક્ષ કહો. આહા...! કેટલું યાદ રહે આમાં? બધું અજાણ્યા જેવું લાગે બધું ! બાપુ! મારગ કોઈ જુદો છે ભાઈ ! ધરમ, એ ધરમ પ્રગટ થવો, ધરમ એટલે આત્માની શાંતિ! વીતરાગતા ! નિર્દોષતા! સ્વચ્છતા ! એ પ્રગટ થવું એ ક્ય થી પ્રગટ થાય? કહે છે કે પરથી હુઠી, પરથી જુદું પાડી અને જેમાં એ શક્તિઓ પડી છે તેમાં એકાગ્રતા થતાં, એ સ્વચ્છતાથી ભરેલો ભગવાન છે, એ અતીન્દ્રિયજ્ઞાનથી પૂરો ભર્યો છે પ્રભુ! અતીન્દ્રિય આનંદના સ્વભાવથી પરિપૂર્ણ ભરેલો ભગવાન છે.
જે વસ્તુ હોય તેનો સ્વભાવ અપૂર્ણ ન હોય. પૂરણ સ્વભાવથી ભરેલો ભગવાન! (આત્મદ્રવ્ય) એમાં એકાગ્ર થવાથી, અને પરથી ભિન્ન પડવાથી/પરથી નાસ્તિ ને સ્વથી અતિ એમાં એકાગ્રતા, એવું જે ભેદજ્ઞાન એ મોક્ષ નામ પૂરણજ્ઞાન ઉત્પન્ન કરવાનું કારણ છે.
આહા... હા! આમાં હવે નવરાશ કેદિ' મળે! આખો દિ' ધંધા પાણી ! બાયડી-છોકરાં સાચવવાં, ધંધા કરવા, એમાં ધરમ તો નહીં પણ પુણ્યનાં ય ઠેકાણાં નહીં. કે બે-ચાર કલાક સત્ય આવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com