________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૨૯ તત્ત્વો પણ આંહી છે. એવા એક જગ્યાએ આત્મા અને બીજાં પદાર્થો રહેલાં હોવા છતાં છે? “એકક્ષેત્રાવગાહ (એટલે) એક ક્ષેત્રમાં રહેલાં છતાં પણ પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી પોતે પોતાના સ્વરૂપથી છૂટતો નથી કદિ. એ ચૈતન્યસ્વરૂપ છે જાણનદેખન જેનું સ્વરૂપ છે. બીજાં અન્ય દ્રવ્યોની સાથે એક જગ્યાએ ભેગાં રહેવા છતાં પોતાના ચૈતન્યસ્વરૂપથી તે છૂટતો નથી.
આહા... હા! ઝીણી વાતું ઘણી ભાઈ ! હજી તો કહેવું છે પછી સ્વસમય ને પરસમય એનું. આંહી તો હજી “ જીવ' આવો છે એટલી વાત સિદ્ધ કરે છે.
આહા... હા! “છતાં પોતાના સ્વરૂપથી નહિ છૂટવાથી જે ટંકોત્કીર્ણ ચૈતન્ય-સ્વભાવરૂપ છે” જાણકસ્વરૂપ વસ્તુરૂપે, સરૂપે, શાશ્વત-શરૂઆત નહીં આદિ નહીં અંત નહીં ચૈતન્યસ્વરૂપ જેનો ગુણ છે. એવો આત્મા અનાદિથી છે.
છે' એને આદિ ન હોય, “છે” એનો નાશ ન હોય. “છે' ઈ પોતાના ગુણથી ખાલી ન હોય આ તો મહાસિદ્ધાંતો છે બધા !! ટંકોત્કીર્ણ એટલે જેવો છે એવો અનાદિથી ચૈતન્ય સ્વભાવી છે. “આ વિશેષણથી વસ્તુસ્વભાવનો નિયમ બતાવ્યો' વસ્તુસ્વભાવ છે તે આમ હોય એમ બતાવ્યું “આવો જીવ નામનો પદાર્થ સમય છે' સમુચ્ચય વાત કરી. અંદર વસ્તુ ચૈતન્યસ્વરૂપ અને ચૈતન્યગુણવાળું તત્ત્વ! એનાથી બીજાં તત્ત્વો બીજો ગુણવાળા-એ ગુણોનો આમાં અભાવ છે માટે તે દ્રવ્યનો પણ એમાં અભાવ છે. એક જગ્યાએ રહેવા છતાં પોતાના સ્વ ચૈતન્યગુણથી કોઈ દિ' છૂટતો નથી. પરરૂપે થતો નથી ને સ્વપણું છોડતો નથી.
આહા... હા! શરીર, શરીરપણે રહ્યું છે એ શરીર આત્માપણે થતું નથી, અને શરીરનો શરીરપણાથી અભાવ થતો નથી. એમ આત્મા, આત્માપણે રહે છે એ શરીરપણે થતો નથી, પોતાના સ્વભાવથી રહિત થતો નથી. છે તો લોજિકથી પણ ઝીણું બહુ બાપુ! અત્યારે તો. દોડ ચાલે એકલી... મારગ ઝીણો બહુ બાપુ! જનમ-મરણ રહિત થવાનો મારગ-પંથ, બહુ અલૌકિક છે!
હવે આવો જે જીવ ! “સર્વ પદાર્થોના સ્વભાવને પ્રકાશવામાં સમર્થ એવા કેવળજ્ઞાન” શું કહે છે હવે! આત્મામાં કેવળજ્ઞાન જયારે ઉત્પન્ન થાય છે. પૂર્ણ જ્ઞાન! કેમકે પૂરણજ્ઞાનસ્વરૂપ પ્રભુ (આત્મા) છે. જ્ઞાનસ્વરૂપ કીધું ને.. ચૈતન્યસ્વરૂપ છે. તો ચૈતન્યસ્વરૂપ છે તો પૂરણ ચૈતન્યસ્વરૂપ છે. અને પૂરણચૈતન્યસ્વરૂપ છે એટલે સર્વજ્ઞસ્વભાવી ચૈતન્યસ્વરૂપ છે. એનું જેણે ધ્યાન કરીને જેની દશામાં કેવળ જ્ઞન! એકસમયમાં ત્રણકાળ, ત્રણ લોક જણાય. એવું જે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય.
એ કેવળજ્ઞાનને ઉત્પન્ન કરનારી ભેદજ્ઞાનજ્યોતિનો ઉદય થવાથી” આહાહા..!
એટલે શું કહે છે? ચૈતન્યસ્વરૂપ જે અંદર છે એ આ શરીર, વાણીથી જુદો! ભેદજ્ઞાન! અને પુણને પાપના વિકલ્પની વૃત્તિઓ-રાગ-દ્વેષ એનાથી જુદો! એવું રાગને પરથી ભેદજ્ઞાન પ્રગટ થવાથી, પરથી જુદું પાડવાની ભેદજ્ઞાનની કળા પ્રગટ કરવાથી એક તો જીવદ્રવ્ય સિદ્ધ કર્યું, બીજાં દ્રવ્યો સિદ્ધ કર્યા, બીજાં દ્રવ્યોની ગુણો નથી એમાં (આત્મામાં માટે ) બીજાં દ્રવ્યો પણ એમાં નથી. અને પોતાનો ચૈતન્યસ્વભાવ છે. એક જગ્યાએ બધાં તત્ત્વો રહ્યાં હોવા છતાં પોતાના સ્વભાવને તે છોડતો નથી.
હવે એ સ્વભાવની પ્રાપ્તિ પૂરણ જયારે થાય છે તેને કેવળજ્ઞાન-સર્વજ્ઞજ્ઞાન કહે છે. જેમ લીંડીપીપરમાં ચોસઠ પોરી તીખાશ ભરેલી છે. છોટી પીપર-લીંડીપીપર, કદ નાની રંગે કાળી, પણ એનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com