________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચનો રત્નો-૧
૨૩ આહા. હા! આમાં કેટલું યાદ રાખવું? દુકાનના ધંધામાં તો ઈ ને દાખલા ને ઈ ને ઈ પલાખા. નવું કાંઈ શીખવાનું કાંઈ ન મળે ! મજુર બેઠો હોય તો ઈ એય બોલ્યા કરે છે ને ઈ. આનું આટલું ને આનું આટલું ને આનું આટલું (ઈ ઈ વાત) એનો શેઠ બેઠો હોય તો ઈ એ એ જ કર્યા કરે, બોલ્યા કરે (ઈનુંઈ )
આહા! આ ચીજ તો બીજી છે બાપુ! આહા... હા! દેહમાં ભિન્ન જે પદાર્થ કઈ રીતે છે ને કઈ રીતે એમાં ગુણોને પર્યાયો પ્રવર્તી રહ્યા છે?
પર્યાયો ક્રમે પ્રવર્તી રહી છે, ગુણો એકસાથે અમે પ્રવર્તી રહ્યા છે. માટે તે દ્રવ્યને ગુણપર્યાયોને અંગીકાર કરનારું કહેવામાં આવે છે.
આહા... હા! ભાષા તો સાદી છે, પણ ભાવ તો જે હોય તે હોય ને..!
(શ્રોતા ) બહુત ગંભીર હૈ! (ઉત્તર) ગંભીર હૈ. આહા... હ! (શ્રોતાઃ ) નિમિત્તથી તો પર્યાયનો ક્રમ તોડીને થાય છે.
(ઉત્તર) બિલકુલ જૂઠી વાત છે. એ જ અજ્ઞાનીમાં, મોટા વાંધા!
ઉપાદાનમાં અનેક જાતની યોગ્યતા છે નિમિત્ત આવે એવું થાય એમ કહે છે, એ તદ્દન જૂઠી વાત છે.
ઉપાદાનમાં એક જ વાતની તે સમયે તે ક્ષણે ઉત્પન્ન થવાનો સમય છે અને તે થશે. એક જ યોગ્યતા છે, બીજી યોગ્યતા છે જ નહીં. એ પંડિત કહે છે બધા ઉપાદાનમાં ઘણી જાતની યોગ્યતા છે, પાણીમાં ઘણી જાતની યોગ્યતા છે, રંગ નાખો એવું દેખાશે. લીલો નાખો તો લીલું, પીળો નાંખો તો પીળું એ વાત તદ્દન ખોટી છે.
આહા.... હા! તત્ત્વની વાતું સમજવી, સાંભળવી એ બાપુ! બહુ સૂક્ષ્મ બાપુ! બાકી તો ધૂળધાણીને બધું આવું... સંસાર, હેરાન થઈને મરી ગ્યા છે ! અનંત કાળ કાઢયો, રખડતાં !
પણ રખડનારની દશાને રખડનારના ગુણો અને રખડનારો પોતે કોણ? કેટલો? કેવડો છે? જાણ્યો નહીં. કાં તો ભૂલ થઈ છે કર્મ કરાવી છે આહા..! અને કાં ભૂલ છે એ મારો ત્રિકાળીસ્વભાવ, ગુણ મારો છે એ દરેક ભૂલ...
પર્યાયમાં ભૂલ જે સમયે થવાની છે ક્રમે તેનો કાળ છે કાળલબ્ધિ છે ઈ. જે સમયે જે પર્યાય થાય એ તેની કાળ લબ્ધિ છે. અને તે તેની નિજક્ષણ છે. આહા... હા! મોક્ષમાર્ગપ્રકાશકમાં તો ત્યાં સુધી (કહ્યું છે) કહ્યું ” તું તે દિ' ત્યાંય કે અરે..! જિનાજ્ઞા માને તો આવી અનીતિ સંભવે નહીં, કર્મથી વિકાર થાય એમ માને. જૈનની આજ્ઞા જો માને તો આવી અનીતિ સંભવે નહીં. એ વાત થઈ ' તી તે દિ' પણ અંદર.... ઘણા વરસથી બેઠેલી ઊંઘી (માન્યતા), ખસેડવું કઠણ પડ માણસને..પંડિત થઈ ગયેલા હોય મોટા, વ્યાકરણ (શ્રોતા:) કાશી જઈ આવ્યા હોય! (ઉત્તર) કાશી થઈ આવ્યા હોય કે બનારસ જઈ આવ્યા હોય કાશી કરવત મૂકી આવ્યા હોય !
આ તો કાશી-ભગવાન આંહી છે. ત્યાં જાય તો એની ખબર પડે! એની શી સ્થિતિ છે.
આહા... હા હા “વળી તે કેવો છે પ્રભુ! “નીવો' એની વ્યાખ્યા હાલે છે અત્યાર સુધી. અને તેથી જે ૪૭ શક્તિઓ છે એમા જે પહેલાં જીવત્ત્વશક્તિ” છે એ આમાંથી કાઢી છે. અમૃતચંદ્રઆચાર્ય ટીકા પોતે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com