________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
- ૨૧ હોવાથી, અને અક્રમે પ્રવર્તવુ રહેવું એનો સ્વભાવ હોવાથી !
આહા. હા! આ તો સમયસાર છે! ભરતક્ષેત્રની છેલ્લામાં છેલ્લી, ઊંચામાં ઊંચી ચીજ! આહા..! સને પ્રસિદ્ધ કરનારી એ ચીજ છે ‘આ’
વાણિયાને તો એનો એક ધંધો ! ઈ નું ઈ બોલ્યા કરે આખો દિ'! એક જાતનો ધંધો તો આનું આ ને આનું આ, એમાં કાંઈ નવું કે તર્ક કાંઈ નહીં. આ લોઢાનો વેપાર ! આ લોઢું આવું છે આનું આમ છે! એ ભાઈ ! જેને જે ધંધો હોય અમારે માસ્તર કહેતા, નૈ? માસ્તર! અમે માસ્તર બધા પંતુ કહેવાય કહે. કેમ? આખો દિ' શીખવવાનું જ હોય એકનું એક! એમાં કોઈ નવું કે શીખવવાનું તર્ક ન હોય એમાં! માસ્તર હતા ને! એ કહેતા” તા. એમ આ વાણિયા ય તે પંતુ જેવા છે. એને ય આખો દિ' શબ્દો તે ને તે. પણ તેમાં શું નવીન ચીજ છે?
( શ્રોતા ) વાણિયા તો ડાહી જાત છે. (ઉત્તર) ડાહી જાત છે બધી સમજવા જેવી. કીધું તું ને આવ્યો” તો છોકરો એક વીસ-પચીસ લાખનો આસામી. દુકાન નવી કરી હશે તો મનને એમ મારાજ ' ના દર્શન કરી. મેં તો એટલું પૂછયું એને કે એલા આ પચાસ, સાઠ, સીત્તેર વરસ કહેવાય છે, એ શરીરના કે આત્માના? (શ્રોતા:) મા” રાજને ખબર. (ઉત્તર) એક જુવાન માણસ આવ્યો, વીસપચીસલાખનો હતો. એને પ્રેમ તો અહી ઘણો ને...! મારાજ' ના પગમાં પડશે તો દકાન-દકાન સરખી ચાલશે. એવી એવી માન્યતાઓ બાકી તો થવાનું હોય તે થાય ત્યાં ક્યાં અમારે લઈને થાય છે.
આંહી કહે છે આહા... હા! જીવ-પદાર્થ એવો છે કે જેને પર્યાયો કમવર્તી પ્રવર્તે છે એની અને જેના ગુણો અક્રમે-... -સાથે-તીચ્છા આમ.. (વિસ્તારક્રમ ) પર્યાય આમ.. ગુણ આમ એક સાથે એ પણ એકપછી એક એમ ગુણ નહીં. એક ગુણ છે ત્યાં અનંત ગુણો વ્યાપેલાં છે બધાં! આહાહા ! એ વિભુ” નામનો ગુણ છે. ને એમાં ૪૭ શક્તિ વિભત્વગુણ ત્યાં જ્ઞાન વ્યાપક છે ત્યાં બધું વ્યાપક છે. આ... આ... એમ અનંતગુણ છે તે જ્ઞાન આંહી, દર્શન આંહી આનંદ આંહી થોકડો પડ્યો છે એમ નથી. વ્યાપેલો થોકડો છે! જ્યાં એક ગુણ છે ત્યાં અનંત ગુણ રહેલાં છે! ક્ષેત્રથી તો રહેલાં છે ભાવથી પણ વ્યાપીને રહેલાં છે.
આ ઈ જ કહ્યું ત્યાં વિકલ્પ–ભેદ નથી, ઓલું એકપછી એક ને આ (એકસાથ). એમ આમાં નથી. એમ આ ગુણો જે છે. એક તો એક શબ્દ વાપર્યો કે “કમ અને અક્રમ અનેકભાવો” એમ કીધું ને...! અનેક શબ્દ અનંત બેથી માંડીને અનેક કહેવાય છે. એટલે વસ્તુ જે છે પ્રભુ આત્મા, એની પર્યાયો અનેક લાંબી આમ ક્રમે પ્રવર્તે. તે પણ એકપછી એક, એકપછી એક, આડીઅવળી નહીં અને વચ્ચમાં પાંચમે સમયે થવાની હોય બીજે સમયે થાય બીજે સમયે થવાની પાંચમે (સમયે થાય ) અમે ય નહીં.
આહા... હા! એવી ક્રમે પ્રવર્તતી પર્યાય, એ તો છે. “અનેક” શબ્દ વાપરીને અનેક કહ્યું છે. એમ અક્રમે પ્રવર્તતા ગુણો પણ અનંત ! આહી.. હા !
જરી ઊંડો વિચાર કરે તો એને પત્તો લાગે કે ઓહો. હો... હો !
બીજા દ્રવ્યો તો એની પાસે રહ્યાં, જુદાં ! આ એક પોતે છે. જે અનંત, અનંત, અનંત ગુણોથી ભરેલો, અને એક ગુણ છે ત્યાં બીજ ગુણ વ્યાપી રહેલો અને અનંત છે ત્યાં સંખ્યાનો ક્યાંય છેડો નથી, ક્ષેત્રથી તો આત્મા (આ શરીર પ્રમાણ ) એટલામાં આવી ગયો આત્મા. પણ એની શક્તિઓ જે
ગુણો છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com