________________
૨૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી પ્રવચન રત્નો-૧
.
આહા.. હા ! · ક્રમરૂપ અને અમરૂપ' જુઓ! આવ્યું... ગુણો છે ઈ અક્રમ છે આમ તીચ્છા અને પર્યાય આમ ક્રમવર્તી છે આમ... એકપછી એક પર્યાય કાળક્રમે આયત, અને આ (ગુણો ) અક્રમે છે. જેટલા ગુણો છે તેટલા એ અક્રમે એકસાથે (છે) એકસાથે છે પણ ઉપરાઉપર રહેલા એમ નહીં. બધા એકરૂપે રહેલા છે આમ. તીરછા.. તીરછા નામ વિસ્તાર... તીરછોવિસ્તાર આત્મામાં વિસ્તારતીછો, પર્યાય આયત આમ લાંબી એક પછી એક અને આ વસ્તુના ગુણો છે એ અક્રમે છે. એકસાથે અનંત આમ તીરછા, છતાંય એ તીછા એક ઉપ૨ એક પછી એક ઉપર એક, ઉપર પાથરેલા એમ નહીં. પાથરેલા.. એમ વિસ્તાર નહીં. એ એક જ ગુણ જ્યાં છે ત્યાં બધા ગુણો વ્યાપેલા હારે છે. છતાં એક ગુણ બીજા ગુણરૂપે થયો નથી. સર્વે ગુણ અસહાય! જેટલા ગુણો અનંત છે ઈ બધા અસહાય છે! એને બીજા ગુણની સહાય નથી કેમકે ઈ સત્ છે. અસહાય છે, તીરછા રહેલા છે માટે અક્રમે છે અને એકસાથ વ્યાપેલા છે. એટલે અનંતગુણોમાં અનંત સંખ્યાના તીરછામાં આ પહેલો ને આ બીજો ને આ ત્રીજો એમ નથી.
આહા.. હા ! જેમ.. અનંતગુણોની સંખ્યામાં આ પહેલો, બીજો ને આ છેલ્લો, એમ ગુણમાં નથી. એમ તીચ્છામાં ગુણમાં પણ પહેલો આ ને બીજો આને ત્રીજો આ એમ એમ તીછા, એમ પણ નથી. સમજાણું ?
ફરીને....! વસ્તુ છે એના અનંત ગુણ છે. એ અનંત ગુણ.. એને કાળભેદ નથી. એકહારે છે. એકવાત અને અનંતગુણ છે એનો છેલ્લો ગુણ અનંતમો ક્યો? એ નથી. એટલા અનંત સંખ્યાએ છે અને તે અનંત સંખ્યાએ છે તે.. એક-બે-ત્રણ આમ જે રહે એમ નથી રહેલા. એકસમયમાં તીચ્છા વ્યાપક એકસાથે રહેલા છે.
આહા.. હા! આ તો હજી ‘નીવો’ એની વ્યાખ્યા કરે છે. પહેલો શબ્દ પડયો છે ને (ગાથાનો ) ‘નીવો' આ તો વાણી વીતરાગની બાપુ! સર્વજ્ઞ, ત્રણલોકના નાથની વાણી એ સંતો! જગતમાં આડતિયા થઈને જાહેર કરે છે. આડતિયા છે ભગવાનના માલના. કારણકે ‘પૂરું તો સર્વશે જોયું છે. પ્રત્યક્ષ ! મુનિએ પૂરું પ્રત્યક્ષ જોયું નથી પણ પૂરા પ્રત્યક્ષનો એને પ્રતીતને વિશ્વાસ છે.
આહા.. હા! એ વિશ્વાસ, અનુભૂતિ સમ્યગ્દષ્ટિની ભૂમિકામાં સ્થિરવસ્તુમાં રહેલા પાછા ચારિત્રની એ ભૂમિકાની આ વાત કરી રહ્યા છે. આહા.. હા! - ક્રમરૂપ અને અમરૂપ પ્રવર્તતા ’
પ્રર્વતતા નામ ? ક્રમે પ્રવર્તે ઈ તો પર્યાય ભલે ! પણ અક્રમે પ્રવર્તતા એટલે એકહારે હોય પ્રવર્તતા એટલે રહેલા અનંતગુણો છે એમે પ્રવર્તતા. પ્રવર્તતા નામ અનેકઅક્રમે પરિણમે છે ઈ નહીં એ અત્યારે નથી વાત. ઈ તો પર્યાયમાં ગ્યું પરિણમન. અને આ ગુણો છે તે અક્રમરૂપે પ્રવર્તતા, પ્રવર્તતા એટલે રહેલા.
આહા... હા ! અરે...! કોને? નિજઘરમાં શું છે એની ખબરું ન મળે! બાકી બધી વાતું બહારની... આહા..! આવો પ્રભુ! કેવો છે જીવ-પદાર્થ ? કે ક્રમે-અક્રમે પ્રવર્તતા...
આહા.. હા ! · અનેક ભાવો.’ છે? બે ય અનેક ભાવ છે. ક્રમે પ્રવર્તતી પર્યાયો અનેક ભાવરૂપ છે. અને ગુણો અક્રમે રહેલા તિછા એક સાથે વ્યાપેલા. આમ જ્ઞાન ને દર્શનને આનંદ ને.. એમ નહીં. આમ જ્ઞાન છે ત્યાં દર્શન ત્યાં આનંદ છે. અનેકપણે પ્રવર્તતા-રહેલા ‘ અનેકભાવો' જેનો સ્વભાવ હોવાથી' જોયું? પર્યાયને ગુણ બેય જેનો સ્વભાવ હોવાથી ક્રમે પ્રવર્તવું એવો પણ અનેક ભાવ એનો
સ્વભાવ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com