________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શ્રી પ્રવચન રત્નો-૧
૧૭
O
Tm
s
પ્રવચન ક્રમાંક - ૧૦
દિનાંક - ૧૭-૬-૭૮
s
IIIII
E
સમયસાર ગાથા છે. પહેલો એક બોલ ચાલ્યો છે. જીવ કેવો છે? “જીવ-પદાર્થ કેવો છે? છે ને...? (ટીકામાં) “આ જીવ-પદાર્થ કેવો છે?' એ એક બોલ ચાલ્યો.
બીજો બોલ. “વળી જીવ કેવો છે?” છે? વચમાં.
“નૈયાયિકો અને વૈશેષિકો સત્તાને નિત્ય જ માને છે અને બૌદ્ધો સત્તાને ક્ષણિક જ માને છે; તેમનું નિરાકરણ સત્તાને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ કહેવાથી થયું ત્યાં સુધી તો આવી ગયું છે.
વળી જીવ કેવો છે? ચૈતન્યસ્વરૂપપણાથી' –એનું સ્વરૂપ તો ચૈતન્ય છે. જાણવું-દેખવું એનું કાયમ સ્વરૂપ છે. “ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય ઉદ્યોતરૂપ છે” ચૈતન્યના સ્વરૂપથી જીવ નિત્ય પ્રકાશમાન છે. કેવો છે જીવ? કે ચૈતન્યસ્વરૂપપણાથી નિત્ય પ્રકાશમાન, નિર્મળ ઉધોતરૂપ સ્પષ્ટ-ઉદ્યોતરૂપ... નિર્મળ અને સ્પષ્ટ! “દર્શનશાન-જ્યોતિ સ્વરૂપ છે' એ ત્રિકાળની વાત કરી. ત્રિકાળી તત્ત્વ આવું છે.
એ હવે ઠરે છે ક્યારે શેમાં, એ પછી લેશે. આવી ચીજ છે! એ દર્શનશાનમાં સ્થિત થાય, તો એને સ્વસમય કહેવાય એમ સિદ્ધ કરવું છે.
આહા... હા! નિત્ય ઉદ્યોતરૂપ નિર્મળ સ્પષ્ટ-પ્રત્યક્ષ દર્શનશાન જ્યોતિસ્વરૂપ છે. ઈ તો પ્રત્યક્ષદર્શનજ્ઞાનજ્યોતિ ત્રિકાળસ્વરૂપ એનું છે. નિત્યઉદ્યોતનિર્મળ છે. એવું ઈ જીવદ્રવ્ય છે એમ સિદ્ધ કરવું છે. જીવ-પદાર્થ આવો છે. પછી શેમાં સ્થિત થાય એ પછી કહેશે એ પર્યાયમાં.
આ વિશેષણથી ચૈતન્યને જ્ઞાનાકારસ્વરૂપ નહિ માનનાર સાંખ્યમતીઓનો નિષેધ થયો. કૌંસમાં કહ્યું કે કારણકે ચૈતન્યનું પરિણમન દર્શન જ્ઞાનસ્વરૂપ છે. ચૈતન્ય લેવો છે ને..! “ જાણનારદેખનાર' એનું પરિણમન દર્શનજ્ઞાનરૂપ છે. ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનરૂપ છે.
(શ્રોતા) ત્રણે કાળે જીવ કેવો છે તે બતાવવું છે? (ઉત્તર) ત્રણે કાળે જીવદ્રવ્ય છે એ ચૈતન્યસ્વરૂપપણાને લઈને નિત્ય ઉધોતરૂપ નિર્મળ સ્પષ્ટ દર્શનશાન-જ્યોતિસ્વરૂપ છે. એટલે કે ચૈતન્યનું પરિણમન દર્શનજ્ઞાનસ્વરૂપ છે. પરિણમન નાખ્યું અંદર એમાં. આમ તો ત્રિકાળી બતાવવું છે. ત્રિકાળી દર્શનજ્ઞાનસ્વરૂપ છે. એનું પરિણમન દર્શનજ્ઞાનમય છે.
આહા.. હા! અહીંયાં તો ત્રિકાળી ચૈતન્ય દ્રવ્યની દૃષ્ટિ કરાવીને, ચૈતન્યને અંતર દર્શનશાનમાં સ્થિત થયેલો એ આત્મા છે એમ જણાવવું છે. ત્રીજો બોલ ! વળી તે કેવો છે પ્રભુ! જીવ દ્રવ્ય ?
અનંત ધર્મોમાં રહેલું જે એક ધર્મીપણું “આહા. હા! અનંતથગુણોરૂપી ધર્મી! આહા..! અનંતગુણોરૂપી ધર્મી એમાં જે રહેલું એક ધર્મીપણું દ્રવ્ય એક. અનંતગુણોમાં કેમકે અનંતધર્મ એવો એક એનો ગુણ છે. એથી અનંતધર્મોમાં રહેલું (જે) એક ધર્મીપણું એકદ્રવ્યપણું. એક દ્રવ્યમાં અનંતા ગુણો રહ્યાં છે એથી એકરૂપ તે દ્રવ્ય અનંતધર્મોમાં એકરૂપી ધર્મી તે દ્રવ્ય. છે ને...? “અનંતધર્મોમાં રહેલું” – ધર્મ શબ્દ ગુણને પર્યાય અથવા ત્રિકાળીગુણો (એવા) “અનંતધર્મોમાં રહેલું જે એક ધર્મીપણું તેને લીધે જેને દ્રવ્યપણું પ્રગટ છે કારણ કે અનંત ધર્મોની એકતા તે દ્રવ્યપણું છે. કોઈ જુદી ચીજ નથી. જ્ઞાન, દર્શન જે ગુણ અપાર છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com