Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust
View full book text
________________
ઓ
-: જયવિયરાય :जय वीयराय! जगगुरु! होउ ममं तुह पभावओ भयवं।
મવનિજોજે મનસાવિ દુનિિિ ૨ || लोगविरुद्धचाओ गुरुजणपूआ परत्थकरणं च। ..
सुहगुरु जोगो तव्वयणसेवणा आभवमखंडा ॥ २ ॥ वारिज्जइ जइवि नियाणबंधणं वीयराय! तुह समये।
तहवि मम हज सेवा भवे भवे तुह नाह चलणाणं ॥ ३ ॥ दुकख कखओ कम्मकखओ समाहिमरणं च बोहिलाभो । संपज्जउ मह एअं तुह नाह पणाम करणेणं ॥ ४ ॥
सर्व मंगल मांगल्यं सर्वकल्याण कारणम् ..
प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनम् હે વીતરાગ જગદ્ગુરૂ ભગવાન! તમો જયવંત વર્તો, તમારા પ્રભાવથી મને સંસારપ્રત્યે વૈરાગ્ય ભાવ, માગનસારીપણું અને ઈષ્ટફળની સિદ્ધિ થાઓ. હું લોકવિરૂદ્ધ આચરણ ન કરૂં, ગુરજનનું પૂજન અને જીવોની સેવા કરવાની વૃત્તિ, સદ્ગુરુનો જોગ અને તારા વચનનું સેવન ભવના અંત સુધી મને પ્રાપ્ત હો! પ્રાપ્ત થાઓ.
હે ભગવાન તમારા શાસ્ત્રોમાં નિદાન કરવાની - નિયાણું બાંધવાની ના પાડી છે છતાં મને તો ભવોભવ તમારા ચરણ-કમળની સેવા પ્રાપ્ત થાઓ. હે ભગવાન! તમને પ્રણામ કરવાથી મારા દુ:ખનો ક્ષય થાઓ ! મારા કર્મનો ક્ષય થાઓ! મને બોધિબીજની પ્રાપ્તિ થાઓ! અને સમાધિમરણ થાઓ!
સર્વ મંગલોમાં મંગલસ્વરૂપ, સર્વજીવોના કલ્યાણનું કારણ
સર્વધર્મોમાં પ્રધાન ધર્મ, એવું જિનશાસને જયવંત વર્તો.” ' પંડિતવર આશાધરજી વિરચિત સાગારધર્મામૃત - સટીકમાં ગૃહસ્થઘર્મનાં ૧૪ લક્ષણ બતાવ્યાં છે જેમાં માર્ગાનુસારીના ૩૫ ગુણોનો સમાવેશ થઈ જાય છે.
. न्यायोपात्तधनो यजन् गुणगुरुन् संदगी :त्रिवर्गभजन्।
अन्योन्यानुगणं तदर्हगृहिणी स्थानालयो हिमयः॥ युकताहारविहार आर्यसंगति प्राज्ञ: कृतज्ञो वशी। शृण्वन् धर्मविधि दयालुरधमी : सागारधर्म चरेत् ॥
– સાગારધર્મામૃત- સટીક પાન- ૧૫ ૧. ન્યાયપૂર્વક ધનાદિનું ઉપાર્જન કરનાર. ૨. ગુણમાં અધિક તેમજ માતાપિતાદિ વડીલોની અને જ્ઞાનવૃદ્ધજનોની સેવા કરનાર. ૩. પ્રશસ્ત વચન બોલનાર. ૪. પરસ્પર અવિરોધભાવે ધર્મ-અર્થ અને કામનું સેવન કરનાર. ૫. ઉપરના ત્રણે પુરુષાર્થને અનુકુળ સ્ત્રી-ગામ-પડોશ અને ઘર. ૬. લજાશીલ. છે. યુક્ત આહાર - વિહાર. ૮. આર્ય પુરુષોની સંગતિ. ૯. વિશેષજ્ઞ – પ્રાજ્ઞ.
-
૩ -

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156