________________
ના “મન્વય-વ્યતિરેકથળ્યો દિ સર્વત્ર કાર્યકારVTમાજ:”
— પ્રમેયરત્નમાલા ૩/૫૯. સર્વત્ર કાર્ય-કારણભાવ અન્વય-વ્યતિરેકપૂર્વક જ જોવામાં આવે છે.
–: નિમિત્ત :– "उपादानस्य परिणमनक्रियया सहैव तत्परिणमनानुकूलं परिणमनं यस्य भवति तस्यैव निमित्तत्वं, निमेदति सहकरोतीति निमित्तं इति निमित्तशन्दस्य व्युत्पत्ति:।।
ઉપાદાનની પરિણમન ક્રિયાની સાથે ઉપાદાનના પરિણામનને અનુકુળ જેનું પરિણમન હોય છે તેને નિમિત્તપણું પ્રાપ્ત હોય છે. ઉપાદાનની સાથે સહાયભૂત એટલે કે તેને સહાય કરે છે તે નિમિત્ત છે. આ પ્રમાણે નિમિત્ત શબ્દની વ્યુત્પત્તિ છે.
કુંભાર ઘડો બનાવતો હોય ત્યારે તેની સમીપમાં તેની સ્ત્રી તથા એક કુતરો બંને એકીટસે ઘડો બનાવવાની ક્રિયાને જોઈ રહ્યા છે પણ તેમને માટીનું ઘડામાં પરિણમન થઈ રહ્યું છે તેમાં નિમિત્ત કહી શકાય નહીં કુંભારનો ઉપયોગ (ઘડો બનાવવાના જ્ઞાન સહિતનો ઘડો બનાવવા પ્રત્યે ઉપયોગ) તેમજ કાયાનો યોગ એટલે હાથની ક્રિયા ઘડાની ઉત્પત્તિમાં નિમિત્તો છે. છતાં કુંભારનો ઉપયોગ કે શરીરનો યોગ ઘડાનું જે માટીપણું દ્રવ્ય છે તેનો કર્તા (વ્યાપ્ય વ્યાપક ભાવપણે) નિમિત્તરૂપે પણ નથી..
આજવાત આબેહુબ રીતે શ્રી સમયસારની ગાથા ૧૦માં કહેલી છે. આ ગાથાનો સાચો અર્થ કરવાથી અગર સમજવાથી નિમિત્ત ઉપાદાનના આ વિષયનો સચોટ અર્થ ખ્યાલમાં આવશે. આ ગાથાનો સાચો અર્થ સમજવા માટે એક બે વાત કરવી જરૂરી છે.
શ્રી સમયસાર શાસ્ત્રની અપૂર્વતા-વિલક્ષણતા: ૧) શ્રી સમયસાર, તત્ત્વાર્થસૂત્ર, પંચાસ્તિકાય વિ. અધ્યાત્મ ગ્રંથો છે જેમાં જીવ-અજીવ પુણ્ય-પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષની વાત પ્રકરણવાર કરેલી છે. શ્રી સમયસાર મુખ્યત્વે નિગ્રંથ મુનિજનો માટે અને ગૌણપણે સમ્યગ્દષ્ટિ જીવોને માટે અધ્યયન કરવાનો ગ્રંથ છે. શ્રી સમયસારની રચના પ્રાત:સ્મરણીય કુંદકુંદાચાર્યદેવે કરી ત્યારબાદ તેમના શિષ્ય ઉમાસ્વાતિએ તત્વાર્થસૂત્રની રચના કરી તેનું પ્રયોજન એ કહેવામાં આવેલ છે અને તત્ત્વાર્થસૂત્રની ટીકાઓ (રાજવાર્તિક, શ્લોકવાર્તિક, ગંધતિ , ધવલા, સર્વાર્થસિદ્ધિ)માં ખાસ કરીને સર્વાર્થસિદ્ધિ ટીકા જે અત્યંત પ્રસિદ્ધિ તેમજ માન્યતાને પામેલ છે તેનું વાંચન કરવાથી અનુભવમાં પણ આવે છે કે તત્ત્વાર્થસત્રના વાંચન તેમજ તેની સમજ બાદ, શ્રી સમયસારનો અભ્યાસ કરે તો તાર્થના શ્રદ્ધાનેમાં ખૂબજ ઉપકારી થઈ શકે છે.
૨) શ્રી સમયસારની વિશેષતા તેમજ અપૂર્વતા એ છે કે પ્રથમ જીવ-અજીવ દ્રવ્યનું પ્રથમ અધ્યાયમાં ૧ થી ૬૮ ગાથાઓમાં વર્ણન કરી, પશ્ય-પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ એ બધી પર્યાયો છે, (જે પર્યાયોમાં જીવ-આત્મા અને અજીવ-પુદગલની પર્યાયોનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે) તેનું વર્ણન કરવા પહેલાં વચમાં કર્તાકર્મ અધિકાર ગાથા ૬૯ થી ૧૪૪ સુધીમાં લીધો. તેમાંથી એ ફલિતાર્થ થાય છે
અને બીન દ્રવ્ય સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે નહિ અને હોઈ શકે નહી. નિમિત્ત નૈમિત્તિક સંબંધ બે પદાર્થોમાં હોય પરંતુ તે બંનેની તે તે સમયની પર્યાયોમાં હોય.
| તત્વાર્થ શ્રદ્ધાનં સમર્શનમ્ II !! જેમાં અર્થ એટલે કે પદાર્થની સમજ : - - - -JS, 34'' :
“દ્રવ્યો, ગણો ને પર્યયો સૌ અર્થ સંજ્ઞાથી કહ્યાં 29 --- . :vs- ગણ પર્યયોનો આતમા છે દ્રવ્ય જિનઉપદેશમાં' || ૮૭ | - bhs ago
– શ્રી પ્રવચનસાર
- ૧૨૦ -