________________
એટલે કે અર્થ શબ્દમાં દ્રવ્યસ્વભાવ અને પર્યાય સ્વભાવ એમ બંને લેવાનાં. આટલી પૂર્વભૂમિકાબાદ શ્રી સમયસારની ગાથા-૧૦૦.
जीवो न करोति घटं नैव पटं नैव शेषकानि द्रव्याणि। योगोपयोगावुत्पादकौ च तयोः भवति कर्ता॥१०॥
જીવ નવ કરે ઘટ, પટ નહીં, જીવ શેષ દ્રવ્યો નવ કરે;
ઉત્પાદકો, ઉપયોગયોગો, તેમનો કર્તા બને. | ૧૦ || જીવ (દ્રવ્ય) ઘટ, પેટ કે બીજા કોઈ દ્રવ્યને ઉત્પન્ન કરતું નથી. (બધા દ્રવ્યો સ્વત:સિદ્ધ અનાદિ અનંત પોતપોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં મોજુદ છે) જીવ દ્રવ્યની જે યોગ-ઉપયોગરૂપ (આત્માની તેમજ શરીરની) પર્યાય-હાથની ક્રિયા છે તે માટીના પિંડની ઘટરૂપે પરિણમવામાં નિમિત્તકારણ છે. રાજવાર્તિકમાં પણ આજ વાત બહુ જ સ્પષ્ટપણે કહેલ છે:
'“ફુલ્લો ર્યોપરિ સાધ્યમ્ BY यथा मृतपिंडो घटकार्यपरिणामप्राप्तिं प्रति गृहिता
भ्यंतर सामर्थ्य : बाह्य कुलाल दण्ड चक्र सूत्रोदक कालाकाशाधनकोपकरणापेक्ष : घटपर्यायेणऽऽविर्भवति, नैक एव मृत्पिंड : कुलादिबाह्यसाधनसन्निधानेन विना घटात्मनाविर्भवितुं समर्थ :।।
– રાજવાતિક ૫/૧૯/૩૧ આચાર્યશ્રી અકલંકદવ આ જગતમાં કાર્યની સિદ્ધિ અનેક ઉપકરણ બાહ્ય સાધન પૂર્વક થતી જોવામાં આવે છે. જેમ કે :
માટીના પિંડમાં ઘડારૂપ પરિણમવાનું સામર્થ્ય (યોગ્યતા) હોવા છતાં ઘડારૂપ પરિણમવામાં કુંભાર, દંડ, ચક્ર, ચીવરાદિની અપેક્ષા રાખે છે. કુંભારાદિ બાહ્ય સાધન વગર માટીનો પિંડ પોતે એકલો ઘડારૂપ પરિણમવાને સમર્થ નથી.
aણ મહારત્વ સિદ્ધિ: એક કાર્ય થવામાં અનેક કારણો હોય છે. ઉપર માટીના પિંડના સામર્થ્ય (યોગ્યતા)ની વાત કહી જે તેતે સમયની તેની પર્યાયની યોગ્યતાની વાત , છે. એજ માટીનો પિંડ એક દિવસ એમનો એમ પડી રહે તો તેની કુણાશ ઓછી થઈ જતાં બીજે દિવસે તેમાંથી ઘડો બની શકે નહીં. ગમે તેવો કારીગર તેના બધાં સાધનો સહિત હોય તો પણ તેનું નિમિત્ત બની શકતો નથી. એ જ રીતે માટીનો પિંડ જેવો ને તેવો લઈએ અને કુંભાર જે કારીગર છે તેની આવડત તેમજ તે સમયે તેનો ઉપયોગ તેમજ તેના હાથની તંદુરસ્તી તેમજ સાધનોમાં ફેરફાર હોતાં જ ઘડો બનશે તેનો ઘાટ વિ. જુદી જાતનો હશે. કોઈપણ કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાન તેમજ નિમિત્ત બંને કારણો છે અને તેમાંથી કોઈ એક કારણમાં ફેરફાર હોતાં કાર્યની ઉત્પત્તિમાં પણ ફેરફાર હશે.
આનો સાદો અને સહેલાઈથી સમજાય તેવો અને પ્રત્યક્ષ પ્રમાણથી અબાધિત અર્થ એ છે કે જે કોઈ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જોવામાં આવે છે તે બે દ્રવ્યોમાં હોવા છતાં તે બે દ્રવ્યોની જે તે સમયની પર્યાયો વચ્ચે છે. બીજું જીવ (આત્મા)ને અજીવ (પુગલ દ્રવ્ય) કર્મ (અને અપેક્ષાપૂર્વક નોકર્મ પણ લેવું) સાથે જે પર્યાયોમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તેનું વર્ણન બીજા કર્તાકર્મ અધિકારમાં કર્યા બાદ ૩થી આગળ ૮મા અધિકાર સુધી (અને ૯મા સર્વવિશુદ્ધિશાન અધિકારમાં પણ) કર્યું. ટૂંકમાં પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ અધિકારો બે દ્રવ્યો જીવ અને પુદ્ગલ વચ્ચે જેની તેની પર્યાયો વચ્ચેના નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવતા અધિકારો છે. જેની સાચી સમજ (વસ્તુના સ્વભાવની સમજ) સમગજ્ઞાન છે અને તેની
- ૧૨૧ –