________________
વ્રત-તપના ભાવ જે સંવર-નિર્જરાના કારણ છે અને અંતરંગમાં જે સંવર-નિર્જરા સ્વરૂપ છે તેને વિકલ્પરૂપ કહી હેય માને છે એટલું જ નહિ પરંતુ અનિત્યાદિ બાર ભાવનાઓને પણ વિકલ્પરૂપ કહી હેય માને છે, તેણે સંવર નિર્જરાનું સ્વરૂપ જાણ્યું નથી. ભગવાને તો અનિત્યાદિ બાર ભાવનાઓને ધર્મનું મૂળ કહેલ છે. સર્વ તીર્થકરો આ બાર ભાવનાઓ નિગ્રંથ મુનિદશામાં નિરંતર ભાવે છે.
રાગદ્વેષપૂર્વક એક પછી બીજી ઈન્દ્રિયના વિષયને જાણવા – ભોગવવા માટે ઉપયોગને ભમાવવો તેને વિકલ્પ કહ્યો છે. ધ્યાન-અધ્યયન જેમાં અનિત્યાદિ બાર ભાવનાઓ અંતર્ગત છે, ત્યાં ઉપયોગને સ્થિર કરવો તે ધર્મધ્યાન છે અને સંવર-નિર્જરાનું કારણ છે. જે મોક્ષમાર્ગનું મહત્વનું અંગ છે. - સમસ્ત ધર્મનું મૂળ ભાવના છે. તેનાથી પરિણામોની ઉજવળતા થાય છે. અને પરિણામોની ઉજ્જવળતા એ વિશુદ્ધિનું અંગ છે. પરિણામોની ઉજ્જવળતામાં બીજું એક જૈન આમ્નાયમાં ખૂબ જ પ્રચલિત ટૂંકું બે શબ્દોનું વાક્ય 'મિચ્છામિ દુક્કડં' ( રૂછામિ દુi) દરરોજ રાત્રે સૂતા પહેલાં યાદ કરવા જેવું છે:
આ ભવને ભવોભવ મહી કર્યું વેર-વિરોધ અંધ બની અજ્ઞાનથી, કર્યો અતિશય ક્રોધ
તે સવિ મિચ્છામિ દુક્કડં. જીવ ખમાવું છું સવિ, ક્ષમા કરજો સદાય વેર-વિરોધ ટળી જજો, અક્ષયપદ સુખ હોય
સમભાવી આતમ થશે. ભારેકમાં જીવડા પીવે વેરનું ઝેર ભવઅટવીમાં તે ભમે પામે નહિ શિવ લહેર
' ધર્મનું મર્મ વિચારજો. –: અનિત્યાદિ બાર ભાવનાઓ :–
साम्यं स्यात् निर्ममत्वेन तत्कृते भावनाश्रयेत् ॥ નિર્મમભાવથી સામ્યભાવ-સમતા ઉપજે છે અને તેને માટે નિરંતર બારભાવનાઓ તેમજ બીજી ભાવનાઓ ભાવવી જોઈએ. '
अनित्यो नाम संसारस्त्राणाय कोऽपि नो मम । भवे भ्रमति जीवोऽसौ एकोऽहं अन्यतो पर :।।
अपवित्रमिदं गात्रं कर्मार्षण योग्यता। .. निरोधः कर्मणो शकयो विच्छेदस्तपसा भवेत्॥ धर्मो हि मुक्तिमार्गोऽस्ति सुकृतालोकपद्धति। .
दुर्लभा वर्तते बोधिरेता द्वादश भावना॥ ૧) અનિત્ય, ૨) અશરણ, ૩) સંસાર, ૪) એકત્વ, ૫) અન્યત્વ, ૬) અશુચિ, ૭) આશ્રવ, ૮) સંવર, ૯) નિર્જરા, ૧૦) લોકસ્વરૂપ, ૧૧) ધર્મ, ૧૨) બોધિદુર્લભ.
દેવાધિદેવ ભગવાન તીર્થંકર પણ આ બાર ભાવનાઓના સ્વરૂપનું ચિંતવન કરી સંસાર દેહ અને ભોગોથી વૈરાગ્યભાવને પ્રાપ્ત થયા છે. આ ભાવનાઓ વૈરાગ્યની માતા છે. સર્વ જીવોને હિતકારી છે. અનેક દુઃખોથી પીડાતા સંસારી જીવોને ઉત્તમ શરણ છે. દુઃખરૂપ અગ્નિથી બળતા સર્વ જીવોને કમળના વનની વચમાં નિવાસસ્થાન
- ૧૪૧ -