________________
બીજી એક વાત : કોઈ આપણને ઉપર પ્રમાણે અપમાનાદિથી બાધા પહોંચાડે તેના પર ક્રોધ કરવો તે તે સમયે પાપબંધ, ક્ષમા કરે તો પુણ્યબંધ. પણ અંતરંગમાં ‘ફરી એ પ્રમાણે કરશે તો જોઈ લઈશ' એવા ભાવ રાખે તો દિનરાત ઉધતાં ને જાગતાં બીજી કોઈપણ પ્રવૃત્તિ કરતો હોય તેમજ સામોજીવ ફરી કોઈ દિવસ એ પ્રમાણે કરે નહિ તો પણ આ અંતરંગ ભાવથી ચોવીસે કલાક જીવ પાપબંધ કર્યા કરે. આને ક્રોધનો પરિગ્રહ કહે છે.
આપણે કોઈ વાખ્યાનાદિ પ્રસંગે કોઈ સભામાં જઈએ ત્યારે આપણને જોઈ કાર્યકર્તાઓ આપણને બોલાવી આગળ બેસાડે ત્યારે માન થઈ આવે તે પાપબંધ તે સમય પૂરતો. પરંતુ અંતરંગમાં એવો ભાવ રાખીયે કે હું આ સભામાં ક્યારે પણ જાઉ ત્યારે કાર્યકર્તાઓ મને આ પ્રમાણે માન આપી આગળ બેસાડે તેમાં કંઈ મારા ઉપર ઉપકાર કરતા નથી. એ ભાવથી દિનરાત ઉંઘતાં કે જાગતાં પાપબંધ કર્યા જ કરે. આને માનનો પરિગ્રહ કહ્યો. આ પ્રમાણે માયા અને લોભનું જાણવું. આવુંજ અવિરતિના પરિણામનું જાણવું.
અહિંસાદિના પરિણામથી પુણ્યબંધ થાય એમ જે શાસ્ત્રોમાં કહ્યું છે તે અઘાતિકર્મની પુણ્ય પ્રકૃતિઓની વાત છે. ઘાતિકર્મનો અલ્પ પણ બંધ પાપરૂપજ છે.
શાસ્ત્રમાં શુભ-અશુભ અને શુદ્ધભાવની વાત આવે છે તેમાં શુદ્ધભાવની વ્યાખ્યા :
સુવિદિતસૂત્ર પદાર્થ સંયમ-તપ સહિત વીતરાગ ને; સુખદુ:ખમાં સમ શ્રમણને શુદ્ધોપયોગ જિનો કહે. || ૧૪
શ્રી પ્રવચનસાર
વ્રત-તપના ભાવ સંવર-નિર્જરાનું કારણ માત્ર તત્વાર્થસૂત્રમાં છે એમ નથી. વીતરાગ માર્ગના દ્યોતક આગમોમાં ચારે અનુયોગમાં પાને પાને જોવામાં આવે છે. સાત તત્ત્વોમાં આશ્રવને હેય અને સંવર-નિર્જરાને ઉપાદેય કહેલ છે અને વ્રત-તપરૂપ ભાવ સંવર-નિર્જરારૂપ મોક્ષમાર્ગ છે. જેનું ફળ મોક્ષ છે.
२ ॥
સર્વાર્થસિદ્ધિ ટીકા અધ્યાય-૧૦
બંધ હેતુઓ (મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ)ના અભાવ સ્વરૂપ નિર્જરાથી કર્મનો ક્ષય થવો તે મોક્ષ છે.
बन्धहेत्वभावनिर्जराभ्यां कृत्स्नकर्मविप्रमोक्षो मोक्षः ॥
नास्ति अर्हत् परो देवो नास्ति धर्मो दया पर : |
तपः परं न नैर्ग्रथ्यं एतद् सम्यक्त्व लक्षणम् ॥
અરિહંત સમાન કોઈ દેવ નથી, દયા સમાન કોઈ ધર્મ નથી અને નૈર્ચથ્ય સમાન કોઈ તપ નથી. એમ જાણવું એ સમ્યક્ત્વનું લક્ષણ છે.
તપ: પરં ન નૈપ્રથ્ય: જેને ખુબ સાદી અને સામાન્ય જીવને સમજી શકાય તેવી ભાષામાં 'વિચરે ઉદય પ્રયોગ' એ ત્રણ શબ્દોમાં શ્રીમદ્ રાજચંદ્રએ મૂક્યું.
નિગ્રંથ મુનિશા સમાન કોઈ તપ નથી અને તપની વ્યાખ્યા ફછા નિષેધસ્તપ: ઇચ્છાનો નિરોધ તેને તપ કહ્યું. સર્વસંગ પરિત્યાગ અને અહિંસાદિ પાંચ મહાવ્રત અને ૨૮ મૂળગુણધારી મુનિરાજને સર્વ ઈચ્છાનો ત્યાગ છે એટલુંજ નહિ આ પ્રકારના વ્રતાચાર પ્રતિકૂળ સંયોગોને આમંત્રણરૂપ છે અને બાહ્ય ગમે તેટલી પ્રતિકૂળતા (ઉપસર્ગ- પરિસહ કૃત) આવે તેને સમભાવપૂર્વક સહન કરી, અનુકૂળ, પ્રતિકૂળ સંયોગોમાં એકમાત્ર સમભાવરૂપ સામાયિક ભાવની વૃદ્ધિ કરવાનો અંતિમ પુરુષાર્થ મુનિજનોને હોય છે. અને એ સામાયિક ભાવની પૂર્ણતા એ મોક્ષ છે. સામાયિક ભાવની વૃદ્ધિ અર્થે મુનિરાજ ઉનાળામાં પર્વતની લિાપર, શિયાળામાં નંદીને
- ૧૩૯ – '