Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 151
________________ ‘‘અદ્વૈત સાધુ સિદ્ધ પ્રત્યે ભક્તિ ચેષ્ટા ધર્મમાં; ગુરૂઓતણું અનુગમન, એ પરિણામ રાગ પ્રશસ્તના’’ ।। ૧૩૬ ।। શ્રી પંચાસ્તિકાય સંગ્રહ અરિહંત, નિગ્રંથ મુનિ અને સિદ્ધ ભગવંતો તરફ ભક્તિના ભાવ, ધર્મમાં પ્રવૃત્તિ અને સદ્ગુરૂ ભગવંતોની આજ્ઞાનુસાર પ્રવર્તન તે પ્રશસ્ત રાગના પરિણામ છે. જેને ‘મોક્ષમાર્ગ પ્રકાશક'માં વિશુદ્ધિના ભાવ તરીકે પાન-૮ પર વર્ણવેલા છે. જે ભાવથી શાતાવેદનીય કર્મ બંધાય તેને વિશુદ્ધિના ભાવ કહેલ છે. પાંચ લબ્ધિઓમાં બીજી વિશુદ્ધિલબ્ધિમાં એજ વાત આવે છે. भूतव्रत्यनुकंपा दानं सरागसंयमादि योग: क्षान्ति : शौचमिति सद्वदेस्य ॥ १४ ॥ · તત્વાર્થસૂત્ર અધ્યાય – ૬ સમસ્ત જીવો તેમજ ખાસ કરીને વ્રતી જીવો પ્રત્યે અનુકંપાના ભાવ, દાન, સરાગસંયમાદિ યોગ, ક્ષાન્તિ (ક્રોધ, માનના ઉપશમરૂપ શાંત અને કોમળ ભાવ) અને શૌચ (માયા અને લોભની હીનતા પૂર્વકના સરળ અને સંતોષરૂપ ભાવ) થી શાતાવેદનીય કર્મનો બંધ થાય છે. ~: સંવર-નિર્જરાના કારણરૂપ ઉત્કૃષ્ટ વિશુદ્ધિના ભાવ :– આશ્રવ નિષેધ: સંવર ! ? ।। स गुप्त समितिधर्मानुप्रेक्षा परिसहजय चारित्रैः ॥ २ ॥ તપસા નિર્નશ હૈં ॥ રૂ || -- - તત્વાર્થસૂત્ર અધ્યાય-૯ તપથી સંવર અને નિર્જરા કહી કેમકે તપમાં આશ્રવ નિરોધરૂપ સંવરના ભાવ આવી જાય છે. बंध प्रदेशगलनं निर्जरणमिति जिनैः प्रज्ञप्तम् । येन भवेत् संवरणं तेन तु निर्जरणमिति जानी हि ॥ ८६ ॥ જે ભાવથી સંવર થાય છે તે ભાવથી નિર્જરા પણ થાય છે (કેમ કે સંવરના ભાવમાં ઈચ્છા નિરોધરૂપ તપના ભાવ આવી જાય છે) - પ્રાત:સ્મરણીય કુંદકુંદાચાર્યદેવકૃત વારસાળુવેરવા (અનિત્યાદિ બાર ભાવનાઓ) કોઈ નિગ્રંથ મુનિના શરીરને બાધા પહોંચાડે અગર તેમની માનહાની કરે તેના પર ક્રોધ કરવો તે પાપભાવ. તેને ક્ષમા કરવી તે પુણ્યભાવ. (ક્ષમા કોણ કરે જેને અંતરંગમાં થોડી પણ માનહાની જેવું લાગે કે ઝણઝણાટી થાય તે) અંતરંગમાં માનહાની કે શારીરિક ઈજાથી આકુળતા ઉપજેજ નહિ તેમજ સામા જીવ પ્રત્યે દ્વેષભાવ ઉપજેજ નહિ તે ઉત્તમ ક્ષમાપી ધર્મ જેને ભગવાને સંવર-નિર્જરાનું કારણ કહ્યું. આજ રીતે દસ લક્ષણ ધર્મમાં બીજા માર્દવાદિ નવ ધર્મ લેવા. બીજી વાત : કષાયથી પ્રેરિત પ્રમત્તયોગથી કોઈ જીવની હિંસા અગર બાધા પહોંચાડવાની મન, વચન અને કાયાની ક્રિયાથી (હિંસારૂપ) પાપબંધ. ગમનાદિ કરતાં સાવધાની પૂર્વક ત્રસ-સ્થાવર જીવોની હિંસા ટાળીને તેમને બાધા ન પહોંચે એવી સાવધાની રાખવી તેનાથી પુણ્યબંધ. જ્યારે અંતરંગમાં અહિંસક ભાવ (મારાથી કોઈપણ પ્રકારે કોઈપણ જીવને બાધા ન પહોંચે એવા જીવોને અભયદાન સ્વરૂપ મન, વચન, કાય અને કૃત-કારીત અને અનુમોદના એમ નવ પ્રકારના હિંસાના ત્યાગરૂપ વ્રતના અંતરંગ પરિણામ) તે ધર્મ અને તેનાથી સંવર-નિર્જરા થાય. આ પ્રમાણે બીજા ચાર પાપભાવ: જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની વાત સમજવી. - ૧૩૮ -

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156