Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 153
________________ અને ચોમાસામાં વૃક્ષ નીચે ઉભા રહી આતાપન યોગ કરે છે. “આવશ્યકાર્યે તું નિજાત્મસ્વભાવમાં સ્થિરતા કરે; તેનાથી સામાયિક તણો ગુણ પૂર્ણ થાયે જીવને." | ૧૪૭ || – શ્રી નિયમસાર ભગવાનની આજ્ઞા - અહિંસા-વ્રત-સામાયિક અને ચારિત્ર બધા એકાઈ વાચક શબ્દો છે. વીતરાગતાના ભાવ-ભાસન અર્થે જિનાગમમાં તેનું જુદી જુદી રીતે વર્ણન કરેલ છે. તેની આરાધના એ ધર્મ છે જે સંવર-નિર્જરરૂપ મોક્ષમાર્ગ છે અને તેનું ફળ આત્યંતિક દુ:ખનો ક્ષય-મોક્ષ છે. ધ્યાન અને અધ્યયન એ બે મુનિનાં મુખ્ય કર્તવ્ય છે. અને તે શ્રુતજ્ઞાનના અવલંબન પૂર્વક હોય. પૃથકત્વ વિતર્ક વિચાર નામના શુકલધ્યાનના પહેલા પ્રકારમાં શ્રુતજ્ઞાનના અવલંબન પૂર્વક દ્રવ્યથી પર્યાય અને પર્યાયથી દ્રવ્ય તેમજ શ્રુતના એક વચનથી બીજા વચનનું અને તેને છોડી કોઈ ત્રીજા વચનનું એમ જે પરિવર્તન તેને વિચાર કહેલ છે અને તે શ્રેણી આરૂઢ મુનિરાજને હોય છે. – સવાર્થસિદ્ધિ ટીકા અધ્યાય-૯ સૂત્ર-૩૯ થી ૪૪ પાન-૩૪૮ થી ૩૫૦ જગતના જીવોની દિનરાતની પ્રવૃત્તિ અગવડતાનો અને તેનાં કારણોનો અભાવ કરી સગવડતા ઉભી કરવાનો અને તેને કાયમ રાખવાનો છે. અગવડતાથી ઉત્પન્ન આકુળતાને મટાડવારૂપ સગવડતા એ શીરદઈને તાત્કાલિક મટાડવાને બામસ્વરૂપ છે. શરદર્દને મટાડવાનો ઉપાય (કબજિયાત જનિત હોય તો) કબજિયાતને દૂર કરવી તે છે. દુઃખ સુખનાં કારણ અંતરંગમાં વિષય-કષાયના ભાવો અગર તેનો અભાવ છે અને દુ:ખને મટાડવાનો સાચો ઉપાય વિષય કષાયના ભાવાને દૂર કરવા એટલે કે મટાડવા તે છે. આખી જીંદગી ભલે સગવડતા કાયમ રહે તોપણ તેનાથી કષાયરૂપી રોગ તો મટતો નથી અને દરરોજ આ પ્રમાણે ઘટચક્ર ચાલ્યા કરે છે અને જીંદગીની અણમોલ ઘડીઓ પૂરી થતી જાય છે. સુરનેય સૌમ્ય સ્વભાવસિદ્ધ ન, સિદ્ધ છે આગમ વિષે તે દેહવેદનથી પીડિત રમણીય વિષયોમાં રમે. | ૭૧ | તિર્યંચ – નારક - સુર - નરો જે દેહગત દુઃખ અનુભવે, ' તો જીવનો ઉપયોગ એ શુભ કે અશુભ કઈ રીત છે? | ર || ચક્રી અને દેવેન્દ્ર શુભ ઉપયોગમૂલક ભોગથી પુષ્ટી કરે દેહાદિની, સુખી સમ દીસે અભિરત રહી. || ૭૩ || પરિણામજન્ય અનેકવિધ જે પુણ્યનું અસ્તિત્વ છે, તો પુણ્ય એ દેવાન્ત જીવને વિષયતૃષ્ણોદ્ધવ કરે || ૪ || એ ઉદિતતૃષ્ણ છવો દુખિત તૃષ્ણાથી વિષયક સુખને, ઈચ્છે અને આમરણ દુઃખ સંતત તેને ભોગવે. || ૭૫ / પરયુક્ત બાધાસહિત, ખંડિત, બંધકારણ વિષમ છે; જે ઈન્દ્રિયોથી લબ્ધ તે સુખ એ રીતે દુઃખજ ખરે. . ૭૬ નહિ માનતો એ રીત પુણ્ય પાપમાં ને વિશેષ છે, તે મોહથી આચ્છન્ન ઘોર અપાર સંસારે ભમે | ૭૭ | – શ્રી પ્રવચનસાર (સોનગઢ નિવાસી મુ. ભાઈશ્રી હિંમતભાઈ રચિત હરિગીતમાંથી) - ૧૪૦ -

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156