Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 155
________________ સમાન શીતળ છે. પરમાર્થના પંથને દેખાડનારી છે. તત્વોનો નિર્ણય કરાવનારી છે. સમ્યગ્દર્શનને ઉપજાવનારી છે. અશુભ ધ્યાનનો નાશ કરનારી છે. આના જેવું આ જીવને બીજું કંઈ હિતકારી નથી. બારેય અંગનો સાર છે. સર્વ તીર્થકરોએ વારંવાર આ ભાવનાઓજ ભાવેલી છે." – સમાધિ સોપાન પાન-૬ર આ બાર ભાવનાઓ પ્રત્યાખ્યાન, પ્રતિક્રમણ, આલોચના અને સમાધિરૂપ છે તેથી બાર ભાવનાઓ નિરંતર ભાવવી જોઈએ. // ૮૭ ||. પોતાનામાં શક્તિ હોય તો પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, સમાધિ, આલોચના અને સામાયિક રાત-દિવસ કરવાં જોઈએ ૮૮ || અનાદિકાળથી જે પુરુષો મોક્ષે ગયા છે તે આ બાર ભાવનાઓને સમ્યફ પ્રકારે ભાવીને ગયા છે. હું તેમને ફરી ફરી વાર નમસ્કાર કરું . // ૮૯ // બહુ કહેવાથી શું? જે મહાપુરુષો ભૂતકાળમાં સિદ્ધ થયા છે અને ભવિષ્યમાં થશે તે બધું બાર ભાવનાઓનું માહાભ્ય જાણો. || ૯૦ || – 1. પૂ. વુંદાવાર્થ વૃત “વારyપેવર' અનેક જન્મની આરાધનાના ફળસ્વરૂપ સરળતા અને ઉદારતા કોઈ વિરલ ભાગ્યશાળી જીવોમાં જોવામાં આવે છે. જે ઉત્તમભાવથી સુપાત્રજીવ મોક્ષ સુધીની કલ્યાણ પરંપરાને પ્રાપ્ત કરે છે એવો સમર્થ ઉદારભાવ તે ધર્મ છે. ૧૮૬૪ || – ભગવતી આરાધના श्रूयतां धर्म सर्वस्वं श्रुत्वा च अवधार्यताम्। आत्मनः प्रतिकुलानि परेषां न समाचरेत्।। સમસ્ત ધર્મનો ટૂંકમાં સાર સાંભળો અને સાંભળીને જીવનમાં ઉતારો. "પોતાને પ્રતિકુળ એવું આચરણ બીજા પ્રત્યે ન કરો.' 'Do not do unto others what you wish others not do unto you. सर्वेऽपि सुखीनो सन्तु, सर्वे सन्तु निरामया:। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत् ।। | સર્વ જીવો સુખી થાઓ. સર્વ જીવો નિરોગી રહો; સર્વ જીવો સન્માર્ગને જાણો; અને કોઈ જીવ દુ:ખી ન થાઓ. शीवमस्तु सर्वजगतः परहितनीरता भवन्तु भूतगणा:। રોણા થાતુ ન સર્વત્ર કુશીનો મલતુ નો: i ' + * સારાયે જગતનું કલ્યાણ થાઓ. બીજાને ઉપકાર કરવામાં જગતના જીવો રચ્યા પચ્યા રહો. દોષોનો નાશ થાઓ. અને સવર્ણ સમસ્ત લોકના જીવો સુખી થાઓ. ભગવાન મહાવીરે પ્રરૂપેલ મોક્ષમાર્ગ અને તેમાં અંતર્ગત અહિંસાધર્મ જગતનું કલ્યાણ કરો.

Loading...

Page Navigation
1 ... 153 154 155 156