________________
‘‘સમ્યગ્દર્શન થયા બાદ વિશુદ્ધતામાં જે ગર્ભિત શુદ્ધતા હતી તે મોક્ષમાર્ગ તરફ ચાલી પોતાના સ્વભાવ વડે વર્ધમાન થઈ ત્યારે તે પૂર્ણ યથાખ્યાતરૂપ પ્રગટ કહેવાઈ. વિશુદ્ધતાની જે ઉર્ધ્વતા એજ તેની શુદ્ધતા. વિશુદ્ધતામાં યથાખ્યાત ચારિત્રનો અંશ છે તેથી તે અંશ ક્રમશ: પૂર્ણ થયો. હે ભાઈ! તેં વિશુદ્ધતામાં શુદ્ધતા માની કે નહિ? જો તેં માની છે તો કાંઈ અન્ય કહેવાનું પ્રયોજન રહેતું નથી. જો તેં નથી માની તો તારું દ્રવ્ય એ પ્રકારે પરિણમ્યું છે ત્યાં અમે શું કરીએ? જે માને તો તને શાબાશી'' (શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં બનારસીદાસ લિખિત ઉપાદાન-નિમિત્તની ચિઠ્ઠી-હિન્દી ઉપરથી ગુજરાતી અનુવાદ).
સમ્યદ્રષ્ટિ જીવને હિંસાની વિરતિરૂપ વ્રતાદિના પરિણામ-ભાવ આવે છે તે વિશુદ્ધિના પરિણામ છે તે હેયરૂપ પણ નથી અને બંધનું કારણ પણ નથી. અને તેજ મોક્ષમાર્ગ ઉર્ધ્વગતિરૂપ માર્ગ છે. અને તે સમયમાં શાતાવેદનીયાદિ અઘાતિકર્મોનો ઉત્કૃષ્ટ અનુભાગબંધ થાય છે. તે સમયે જે બંધ થાય છે તે અપ્રત્યાખ્યાનવરણ (પ્રત્યાખ્યાનાવરણ અને સંવલનપણ) કર્મના ઉદય જનિત જીવમાં વિદ્યમાન રાગાદિભાવથી થાય છે. ઘાતિકર્મની સંવર-નિર્જરાને અને પુણ્યબંધને વિરોધ નથી. ક્ષપકશ્રેણી આર્દ્ર મુનિરાજને ઉત્તરોત્તર અનંતગુણી વૃદ્ધિપૂર્વક ઘાતિકર્મની સંવર-નિર્જરા થાય છે તેની સાથે ઉત્તરોત્તર વર્ધમાન શાતાવેદનીયાદિ પુણ્ય-પ્રકૃતિનો બંધ પણ થાય છે. સંસારકાળ દરમ્યાન ઉત્કૃષ્ટ પુણ્યબંધ ૧૦મા સુક્ષ્મ સંપરાય ગુણસ્થાનના છેલ્લા સમયે થાય છે. તેના બીજા જ સમયે જીવ યથાખ્યાત ચારિત્રયુક્ત સંપૂર્ણ વીતરાગદશાને પામે છે. જે ઉત્તરોત્તર વર્ધમાન વિશુદ્ધિનું જ પરિણામ છે. સમ્યદ્રષ્ટિ શ્રાવકને પાંચમા ગુણસ્થાનમાં નિરંતર સંવર-નિર્જરા થયાજ કરે છે. અને તે જે તે સમયની વિશુદ્ધતાની તારતમ્યતા પર નિર્ભર છે. જ્યારે તે સમયે બંધ પ્રત્યાખ્યાનવરણના ઉદય જનિત જૈવમાં વિદ્યમાન રાગાદિભાવથી થાય છે. તેજ પ્રમાણ છ-સાતમે ગુણસ્થાનમાં સ્થિત નિગ્રંથ મુનિને ધ્યાન અને અધ્યયન પૂર્વકના વિશુદ્ધિના પરિણામથી ઘાતિકર્મની સંવર-નિર્જરા અને તેજ પરિણામથી શાતાવેદનીયાદિ પુણ્ય પ્રકૃતિનો બંધ અને જે ઘાતિ કર્મનો અલ્પ પણ બંધ થાય છે તે ઉદયમાન સંજ્વલન કષાય જનિત જેતે સમયે વિદ્યમાન રાગાદિ અંશોથી છે.
બંધનું કારણ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ કહ્યા. સમ્યદ્રષ્ટિને વ્રતના ભાવ આવે છે તે વિરતિના પરિણામ છે, તેને હેય માનવા તે હિંસાદિને અને હિંસાદિમાં પ્રર્વતનનું કારણ, ક્રોધ, માન, માયા અને લોભ તેના ત્યાગને હૈય માનવા બરાબર છે.
૧) સભ્યષ્ટિ જીવને તો સર્વસંગપરિત્યાગપૂર્વક નિગ્રંથ મુનિદશા ગ્રહણ કરવાના નિરંતર પરિણામ અંતરંગમાં રહ્યા કરે છે અને તેમ ન હોય તો આશ્રવને હૈય અને બંધને અહિતરૂપ તેમજ સંવ-નિર્જરાને ઉપાદેય અને મોક્ષને પ્રતિરૂપ શું હણ્યો? (ચાહી બવને હિતરૂપ અને મોક્ષને પરમહિતરૂપ કહ્યા તેનું કારણ એ છે કે બંધ અને મોક્ષ ફળસ્વરૂપ કાર્ય છે. અનુક્રમે તેનાં કારણ આશ્રવને હેય કહ્યો અને સંવર-નિર્જરાને ઉપાદેય કહ્યા.) એકાંત દુ:ખરૂપ સંસાર અને સુખરૂપ મોક્ષ અને તેનાં કારણોનું જ્ઞાન કર્યાં રહ્યું? સભ્યદ્રષ્ટિ જીવને તો
‘‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો ? સર્વસંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહત્ પુરુષને પંથ જો ?''
- શ્રીમદ્ રાજચંદ્ર રચિત અપૂર્વ અવસરમાં સર્વપ્રથમ પદ.
આવા વિચાર નિરંતર રહ્યા કરે છે. જે શ્રાવકને સર્વસંગપરિત્યાગના ભાવ અંતરંગમાં સતત વિધમાન નથી તે શ્રાવક પણ નથી અને તેને સમ્યગ્દર્શન પણ નથી.
- ૧૩૬ -