________________
ઉદયમાન અતિ-અતિ સુક્ષ્મ લોભકર્મના ઉદયથી જીવમાં અબુદ્ધિપૂર્વકનો રાગ વિદ્યમાન છે. જે વીતરાગ-યથાખ્યાતચારિત્રને પ્રગટ થવામાં બાધારૂપ છે છતાં તેની તારતમ્યતા એટલી બધી અનંતમા ભાગે હીન છે કે તેનામાં એટલી શક્તિ નથી કે જેનું નિમિત્ત પામી જે તે શ્રેણી આરૂઢ જીવના શરીર પ્રમાણે, આકાશ પ્રદેશમાં સ્થિત કાર્મણ વર્ગણાઓ કર્મરૂપે પરિણમે.
આ આખો પ્રથમોપશમ સમ્યત્વની ઉત્પત્તિનો વિષય જિનાગમમાં વાયે વાગ્યે પ્રતિભાસતા એક માત્ર અર્થને સૂચવે છે કે વિશુદ્ધિ અને મંદ કષાયને કારણ-કાર્ય સંબંધ છે લક્ષ્ય-લક્ષણ સંબંધ નથી. અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવ વિશુદ્ધિના ઉત્તરોત્તર વર્ધમાન પરિણામથી સત્તામાં રહેલ મિથ્યાત્વકર્મ તેમજ અનંતાનુબંધી કષાયવિષે સ્થિતિકાંડઘાત, અનુભાગકાંડઘાત, ગુણશ્રેણી નિર્જરા, ઉત્કર્ષણ, અપકર્ષણ, ઉપશમાદિ પૂર્વક અંતરાયામનું સર્જન થતાં (તે કાળ દરમ્યાન મિથ્યાત્વની સત્તા તેમજ ઉદયનો અભાવ હોતાં) પ્રથમોપશમ સમ્યત્વને પ્રાપ્ત કરે છે, અને ચોથા ગુણસ્થાનથી માંડી આગળ આગળના ગુણસ્થાનોમાં ઉત્તરોત્તર વિશુદ્ધિના પરિણામથીજ સત્તામાં રહેલ મોહ-કર્મની સંવર નિર્જરા સહિત હીનતા કરે છે અને હીનત્વ પામેલ કર્મના ઉદયથી જીવની વિશુદ્ધતામાં પાછો વધારો થાય છે. અને તેનાથી પાછો અધિક-સંવર નિર્જરા સહિત મોહકર્મની હીનતા કરે છે. વિશદ્ધતા વધતાં એકદેશ તેમજ સર્વદિશ ચારિત્રની પ્રાપ્તિ અવશ્ય હોય છે).
અહી “મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ અધિકાર નવમામાં “મોક્ષસાધનમાં પુરૂષાર્થની મુખ્યતાના પ્રકરણમાં પાન-૩૧૪ (શ્રી સોમચંદ અમથાલાલ કૃત ગુજરાતી અનુવાદ)માં આનું આબેહુબ વર્ણન કરેલ છે. -
"બીજું આ અવસરમાં જવ જે પુરુષાર્થવડે તત્વનિર્ણય કરવામાં ઉપયોગ લગાવવાનો અભ્યાસ રાખે તો તેને વિશુદ્ધતા વધે છે અને તેથી કમની શકિત હીન થાય છે. તથા કેટલાક કાળમાં આપોઆપ દર્શનમોહનો ઉપશમ થતાં તેને તત્વોમાં યથાવત્ પ્રતીતિ આવે છે. હવે આનું કર્તવ્ય તો તસ્વનિર્ણયનો અભ્યાસ જ છે અને તેનાથી જ દર્શનમોહનો ઉપશમ તો સ્વયમજ થાય છે, એમાં જીવનું કર્તવ્ય કાંઈ નથી. વળી એ (દર્શનમોહનો ઉપશમ) થતાં જીવને સમ્યગ્દર્શન તો સ્વયં થાય છે, અને સમ્યગ્દર્શન થતાં શ્રદ્ધાન તો આવું થયું કે- 'હું આત્મા છું, મારે રાગાદિક " કરવા’ પરંતુ ચારિત્રમોહના ઉદયથી રાગાદિક થાય છે ત્યાં તીવ્ર ઉદય થાય ત્યારે તો તે વિષયાદિકમાં પ્રવર્તે છે પણ તેનો મંદ ઉદય થાય ત્યારે પોતાના પુરુષાર્થથી ધર્મકાર્યોમાં વા વૈરાગ્યાદિ ભાવનામાં ઉપયોગને લગાવે છે, તેના નિમિત્તથી ચારિત્રમોહ મંદ થતો જાય છે. એ પ્રમાણે થતાં દેશચારિત્ર વા સકલચારિત્ર અંગીકાર કરવાનો પુરુષાર્થ પ્રગટ થાય છે. વળી ચારિત્ર ધારણ કરી પોતાના પુરુષાર્થ વડે ધર્મમાં પરિણતિને વધારે છે, ત્યાં વિશુદ્ધતાવડે કર્મની શક્તિ હીન થવાથી વિશુદ્ધતા વધે છે અને તેથી કર્મની શક્તિ વધારે હીન થાય છે. એ પ્રમાણે ક્રમથી મોહનો નાશ કરે છે, ત્યાં પરિણામ સર્વથા વિશુદ્ધ થવાથી જ્ઞાનાવરણાદિનો નાશ થઈ કેવળજ્ઞાન પ્રગટ થાય છે. ત્યાર પછી ઉપાય વિના અઘાતિકર્મોનો પણ નાશ કરી શદ્ધ સિદ્ધપદને પામે છે. એ પ્રમાણે ઉપદેશનું તો નિમિત્ત બને અને પોતાનો પરષાર્થ કરે તો કર્મનો નાશ થાય." વિકલ્પ જ્ઞાનની પર્યાય છે. તેનાથી બંધ થાય નહી. આજ પાના પર આગળ લખ્યું છે કે નિર્વિચારનું નામ નિર્વિકલ્પ નથી.' રાગદ્વેષ પૂર્વક એક ઈન્દ્રિયના વિષયથી બીજા વિષયને જાણવા-ભોગવવા ઉપયોગને વારંવાર ભમાવવો તેને વિકલ્પ કહ્યો અને તેને છોડવાનો ઉપદેશ આપ્યો. વ્રત-તપના પરિણામને નહીં
વિતિથી સત્તામાં રહેલા ઘાતિ કર્મની હીનતા અને વિશુદ્ધિના પરિણામ પ્રબળ હોય (અંતરાયકર્મના ક્ષયોપશમપૂર્વક વિ-ઉત્સાહની ઉત્કૃષ્ટતાપૂર્વક તો સંવર નિર્જરાનું કારણ છે. વિશુદ્ધિ સદાકાળ મોક્ષનો માર્ગ છે. પ્રથમોપશમ સમ્યગ્દર્શન થવા પૂર્વે મિથ્યાદ્રષ્ટિ જીવને જે પાંચ લબ્ધિઓ કહી તે ઉત્તરોત્તર અનંતગુણા વિશુદ્ધિના જ પરિણામ છે. અને તેમાં દેશનાલબ્ધિ પછી જ અને તે પણ કરણલબ્ધિમાં અને ઉપશમાદિપૂર્વક પ્રથમોપશમ સમ્યગ્દર્શન ઉપજે છે.
- ૧૩૫ -