Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 147
________________ જો અનંતાનુબંધી ચાર કષાયમાંથી કોઈ એકનો ઉદય આવે ત્યારે જીવ મિથ્યાત્વગુણસ્થાનને તો પ્રાપ્ત થતો નથી (કેમકે મિથ્યાત્વનો ઉદય હજુ નથી, પરંતુ નીચે સાસાદન ગુણસ્થાન (બીજું ગુણસ્થાન)ને પ્રાપ્ત થાય છે. સાસાદનગુણ સ્થાનનો કાળ જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છે આવલી પ્રમાણ છે. ત્યારબાદ ત્યાંથી પડી નીચે મિથ્યાત્વગુણસ્થાનને નિયમથી પ્રાપ્ત થાય છે એટલે કે તેટલા કાળમાં મિથ્યાત્વનો ઉદય નિયમથી થઈ જાય છે અને જીવ મિથ્યાદ્રષ્ટિ થઈ જાય છે. સાસાદન ગુણસ્થાન પડવાનું ગુણસ્થાન છે ત્યાંથી કોઈ જીવ સીધો સમ્યગ્દર્શનને પ્રાપ્ત થતો નથી. (અનંતાનુબંધી કષાયનો ઉદય ન આવે તો શું થાય ?). હવે ઉપશમ સમ્યકત્વને પ્રાપ્ત છવને થોડોક કાળ સમ્યકત્વ પૂર્વક વીત્યા બાદ નિયમથી પરિણામમાં સંકલેશતા આવે છે. (અનાદિ સંસ્કારના બળથી વિશુદ્ધતા અને સંકલેશતા જીવના પરિણામમાં બદલાયાજ કરે છે) આના ફળસ્વરૂપ અંતરાયામ કાળની બહાર સ્થિત જે ત્રણ પ્રકારના (મિથ્યાત્વ, સમ્યફ મિથ્યાત્વ અને સમ્યક-પ્રકૃતિ મિથ્યાત્વ) ના સ્પર્ધકો (ગુણસંક્રમણપૂર્વક નિર્માણ થયેલા) સ્થિત છે તેમાંથી (જે સંકલેશભાવ અધિક હોય તો) ઉદયાવલી કાળથી આગળ અંતરાયામના બાકીના કાળના અંતસમયસુધી અંતરાયામને મિથ્યાત્વના સ્પર્ધકોથી પૂરી દે છે એટલે ઉદયાવલીનો કાળ પૂરો થતાં મિથ્યાત્વના ઉદયથી જીવ મિથ્યાત્વી થઈ જાય છે. સકલેશ ભાવ તેનાથી ઓછો હોય તો ઉદયાવલી કાળથી આગળ અંતરાયામના બાકીના કાળના અંતસમય સુધી અંતરાયામને સમ્યક-મિથ્યાત્વના સ્પર્ધકોથી પૂરી દે છે જેના ફળસ્વરૂપ ઉદયવલીનો કાળ વીત્યા બાદ જીવ ઉપશમ સમ્યકત્વથી છૂટી ત્રીજા મિશ્ર ગુણસ્થાનને પ્રાપ્ત થાય છે. મિશ્રગુણસ્થાનથી જીવ સીધો સમ્યકત્વને પ્રાપ્ત કરી શકે છે તેમજ મિથ્યાવી પણ થઈ શકે છે. જે તે જીવના વિશુદ્ધિના ભાવની તારતમ્યતા પર નિર્ભર છે. " સંકલેશભાવ તેનાથી પણ ઓછો હોય તો ઉદયાવલી કાળથી આગળ આંતરાયામના બાકીના કાળના અંત સમય સુધી અંતરાયામને સમ્યક-પ્રકૃતિ મિથ્યાત્વના સ્પર્ધકોથી પૂરી દે છે. જેના ફળસ્વરૂપ ઉદયાવલીનો કાળ વીત્યાબાદ જીવ ઉપશમ સમ્યકત્વથી છૂટી ક્ષયોપશમ સમ્યકત્વને પામે છે. ઉપશમ સમ્યકત્વ વર્તમાન સુખનું કારણ છે અને ભવિષ્યમાં સ્વર્ગ અને પરંપરાએ મોક્ષનું કારણ છે. ભાવોથી થાય છે. નોંધ: આ પ્રથમોપશમ સમ્યક્ત્વના વિષયમાં જ્યાં જ્યાં આત્મા ઉપશામકરણ, કરે છે, સ્થિતિકાંડઘાત કરે છે, અનુભાગકાંડઘાત કરે છે, અંતરકરણ કરે છે વિ. લખેલ છે ત્યાં એમ સમજવાનું કે આત્માના તે તે પ્રકારના વિશુદ્ધિના ભાવો થતાં તેનું નિમિત્ત પામી સત્તામાં રહેલા કર્મોમાં તથા પ્રકારનું પરિવર્તન થાય છે. - જીવના પાંચ ભાવો (૧) પરિણામિક ભાવ (૨) ઉદયિક ભાવ (૩) ક્ષયોપશમભાવ (૪) ઉપશમભાવ અને (૫) ક્ષાયિક ભાવ. આમાંથી ફક્ત ઉદયિક ભાવ બંધનું કારણ છે. જે દર્શનમોહ અને અગર ચારિત્રમોહના ઉદય જનિત ભાવ છે. પરિણામિક ભાવ અન્ય કર્માદિકની અપેક્ષા રહિત જીવનો સ્વકીય ભાવ છે તે છ એ દ્રવ્યોમાં સર્વ સામાન્ય છે. ' યોપશમભાવ-ઉપશમભાવ અને ક્ષાયિક ભાવ ઓછેવત્તે અંશે જીવના સ્વભાવના ઉધાડના ભાવ છે તેનાથી કદાપિ બંધ થાય નહિ એને થાય તો બંધ જીવનો સ્વભાવ થઈ જાય અને જીવનો કદાપિ મોક્ષ થાય નહીં દર્શનમોહ અને અગર ચારિત્રમોહ કર્મના ઉદય જનિત ઉદયિક ભાવ બંધનું કારણ છે એટલું જ નહિ, ઉદયિકભાવથી બંધ ન થાય અને બંધ જીવના પોતાના કારણે (મોહકર્મના ઉદય વગર) થતો હોય તો પણ બંધ જીવનો સ્વભાવ થઈ જાય અને તેનો કદી મોક્ષ થાય નહીં. એક માત્ર દસમા સુક્ષ્મસંપરાયું ગુણસ્થાનના છેલ્લા સમયે - ૧૩૪ -

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156