Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 145
________________ સુધી પહોંચી ત્યાંથી પરિણામમાં સંકલેશતા આવી જતાં ત્યાંથી પાછો ફરી જાય છે. પ્રાયોગ્ય લબ્ધિના કાળમાં વિશુદ્ધિની સમયે સમયે એટલી બધી વૃદ્ધિ થતી હોય છે કે જેના ફળસ્વરૂપ (આયુષ્ય વિના) બાકીની સાત જ્ઞાનાવરણાદિ પ્રકતિઓનો એક સમયથી બીજા સમયે અગાઉના સમય કરતાં પલ્યના અસંખ્યાતમાં ભાગ માત્ર નવો સ્થિતિબંધ કરે છે. આગળ ત્રીજા સમયમાં તેનાથી પણ પત્યના અસંખ્યાતમા ભાગ માત્ર સ્થિતિબંધ કરે છે. આને સ્થિતિબંધાપસરણ કહે છે. આવાં કેટલાંયે સ્થિતિબંધાપસરણ પ્રાયોગ્ય લબ્ધિના કાળમાં થાય છે. અહી ૪૬ કર્મપ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે. તેની વિગત માટે ભાવ-દીપિકા (પંડિત ટોડરમલ સ્મારક ટ્રસ્ટ તરફની પ્રકાશિત) ગ્રંથમાં પાન ૧૮ર અને ૧૮૩ જોઈ લેવું. અહીં આટલું વિશેષ જાણવું કે પ્રાયોગ્યલબ્ધિના કાળમાં ચાર ઘાતિયા કર્મપ્રકૃતિના બંધમાં અનુભાગ દારૂ-લતારૂપ ક્રિસ્થાનગત અને તે પણ સમયે સમયે ઘટતા અનુક્રમથી અને ત્રણ અઘાતિ (આયુષ્ય વિના)ની અપ્રશસ્ત પ્રવૃતિઓમાં અનુભાગ નીંબ-કાંજીરૂ૫ દ્રિસ્થાનગત અનુક્રમે અનંતગણો ઘટતા ક્રમપૂર્વક બાંધે છે અને અઘાતિ પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાગ ચતું સ્થાનીય સમયે સમયે અનંતગુણા વધતા ક્રમથી બાંધે છે. – કરણલબ્ધિ :– કરણલબ્ધિમાં આવેલ જીવ નિયમથી પ્રથમોપશમ સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે. કરણનો અર્થ જીવના પરિણામ છે. કરણલબ્ધિના ત્રણ પ્રકાર છે. (૧) અધ:પ્રવૃત્તિકરણ, (૨) અપૂર્વકરણ અને (૩) અનિવૃત્તિકરણ. આ ત્રણેનો પ્રત્યેકનો કાળ અંતમુહૂર્ત છે અને ત્રણેનો ભેગા મળીને કાળ પણ અતર્મુહૂર્ત છે. અહી એટલું વિરોષ જાણવું કે અનિવૃત્તિકરણના કાળથી સંખ્યાતગુણો અધિક કાળ અપૂર્વકરણનો છે. અને અપૂર્વકરણના કાળથી સંખ્યાતગુણો અધિક કાળ અધ:પ્રવૃત્તિકરણનો છે. ટૂંકમાં અનિવૃત્તિકરણનો કાળ ઘણો જ ઓછો છે. અને તે કાળ પૂરો થતાં અનંતર બીજા જ સમયે જીવ સમ્મદ્રષ્ટિ હોય છે. – અધ:પ્રવૃત્તિકરણ :– અધ:પ્રવૃત્તિકરણના કાળમાં જીવના પરિણામમાં રામયે સમયે અનંતગુણી વિશદતા થતી જાય છે. શાતાદનીય વિ. પ્રશસ્ત પ્રકતિઓના સમયે સમયે અનંતગુણો ચતુઃસ્થાનીય અનુભાગ બંધ કરે છે, જ્યારે અશાતાવેદનીય , , , ' ' ' , , , , , , , , , . . -- અભણ બંધ કરે છે. તદુપરીન સ્થિતિબંધ (એટલે કે પ્રાયોગ્યલબ્ધિના કાળના અંત સમયમાં) જે અંત:કોડાકોડી પ્રમાણ સ્થિતિ હતી તે અધ:કરણના છેલ્લા સમયમાં તેનાથી સંખ્યાતગણી કમ (ઓખી) થઈ જાય છે. A – અપૂર્વકરણ :– અહીં ગુણસંક્રમણ થતું નથી. છતાં અહીં ત્રણ આવશ્યક હોય છે. (૧) ગુણશ્રેણી નિર્જરા (૨) સ્થિતિકાંડઘાત અને (૩) અનુભાગકાંડ્રઘાત. ગુણશ્રેણી મિર્જર: સમયે સમયે અનંતગુણી વર્ધમાન કર્મની નિર્જરા થાય છે. અહીં આગળના અનિવૃત્તિકરણના કાળથી પણ અધિકતા સહિત ગલિતાવશેષ એટલે કે અસંખ્યાતગણી વધતા ક્રમ અનુસાર કર્મની નિર્જરા સ્થિતિકાંડઘાત: અહીં આ અપૂર્વકરણના અંતર્મુહર્તકાળમાં પ્રથમ સમયથીજ સત્તામાં રહેલ કર્મની જે સ્થિતિ નિર્માણ થયેલી પડી છે તે સ્થિતિનો ઘાત કરે છે. એટલે કે તેની સ્થિતિ ઘટી જાય છે. આવી સ્થિતિકાંડઘાત - ૧૩ર –

Loading...

Page Navigation
1 ... 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156