________________
દેવ તરીકે ઉત્પન્ન થાય અને ત્યાંથી ચ્યવી મનુષ્યભવ ધારણ કરી ફ્રી જિનદીક્ષા લઈ નિયમથી મોક્ષે જાય. જ્યારે તેજ ચક્રવર્તી આરંભ-પરિગ્રહમાં જીવનના અંત સુધી રચ્યા પચ્યા રહે તો મરીને સાતમી નરકે જાય. આ ઉદાહરણ ઉત્કૃષ્ટ ઉત્તર-દક્ષિણ દિશાની જેમ છે. દરેક લેશ્યાની તારતમ્યતા અસંખ્ય પ્રકારની છે. તેને યોગ્ય આવતા ભવની ગતિ પણ (ચોરાશી લાખ હોવા છતાં) તારતમ્યતાની અપેક્ષાએ અસંખ્ય પ્રકારે છે. જેમ જોવામાં આવતા દરેક મનુષ્યની લેશ્માની અપેક્ષાએ ભિન્નતા જોવામાં આવે છે. કોઈ બે મનુષ્ય સરખા હોતા નથી. માટે જેને પોતાનું હિત હૈયે વસ્યું છે તેણે પોતાની લેશ્યા સુધારવાનો દિનરાત પ્રયાસ કરવો.
છ લેશ્યાવાળા જીવનાં લક્ષણો (ગોમટ્ટસાર ગાથા ૩૦૯ થી ૩૧૮)
—: કૃષ્ણ લેયા :—
તીવ્ર ક્રોધ કરવાવાળો, વેરભાવને છોડે નહીં, લડકણા સ્વાભાવવાળો, ધર્મ અને દયાથી રહિત, અવશ એટલે સ્વચ્છંદી, આ સૌ કૃષ્ણ લેશ્યાવાળા જીવનાં લક્ષણ જાણવાં.
—: નીલ લેયા :—
મંદ, બુદ્ધિહીન, ઉંડી સમજ વગરનો, વિષય લંપટ (વૃદ્ધિવાળો) અભિમાની, માયાવી, આળસુ, મેંઢો, નિદ્રાળુ (ઉઘણસી), બીજને ઠગવાના સ્વભાવવાળો, ધન-ધાન્યાદિ પરિગ્રહમાં તીવ્ર આસક્તિવાળો, આ બધાં સંક્ષેપમાં નીલ લેશ્યાવાળા જીવનાં લક્ષણ જાણવાં.
~: કાપોત લેયા :———
બીજા તરફ્ રોષ કરનાર, તેમની નિંદા કરનાર, બીજાના ઉપર દોષનું આરોપણ કરનાર, અધિકતર શોકાતુર અને ભયગ્રસ્ત રહેનાર, બીજાના ઐશ્વર્યને સહન ન કરી શકે, એવા (અદેખસકા) સ્વભાવવાળો, બીજાનો પરાભવ કરનાર, તેને ઉતારી પાડનાર, પોતાના ખુબ વખાણ કરનાર, કોઈના પર વિશ્વાસ ન કરનાર, પોતાની માફ્ક બધા જીવોને દૂષણવાળા માનનાર, પોતાના વખાણ કરનાર પર ખુશ થઈ પોતાની હાની-વૃદ્ધિ (લાભ-નુકસાન) જોયા વગર કામ કરી બેસનાર, સંગ્રામમાં પોતાનું મરણ (માનાદિના કારણે) પણ ઈચ્છનાર, પોતાના વખાણ કરનારને બહુ ધનાદિ આપી દેનાર અને શું કાર્ય કરવા જોગ છે અને શું કરવા જોગ નથી તેનો જેને વિવેક નથી એવા લક્ષણવાળો જીવ કાપોતલેશ્યાવાળો જાણવો.
~~~: પીત (તેજો) લેયા :———
કાર્ય-અકાર્ય, સેવ્ય-અસેવ્યને સમજવાવાળો, સર્વ ઠેકાણે સમભાવપૂર્વક રહેવાવાળો, દયા-દાનમાં રત, કોમળ સ્વભાવવાળો, આ લક્ષણો તેજો લેશ્યાવાળા જીવનાં જાણવાં.
—: પદ્મ લેશ્યા :~
ત્યાગી, ભદ્ર પરિણામી, નિર્મળ તેમજ સરળ હૃદયવાળો, પોતાનું શ્રેય સાધવામાં ઉદ્યમી, સર્વપ્રકારે સહનશીલ, ક્ષમાવાન સ્વભાવવાળો, સાધુ તેમજ ગુરૂજનની સેવામાં અનુરક્ત. આ લક્ષણો પદ્મ લેશ્યાવાળા જીવનાં જાણવાં. —: શુકલ લેશ્યા :—
કોઈનો પક્ષપાત ન કરનાર, નિદાન ન કરનાર, સમભાવી, રાગદ્વેષ વિનાનો, સ્નેહ રહિત, આ લક્ષણો શુક્લ લેશ્યાવાળા જીવનાં જાણવાં. @ * *
પ્રથમોપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિ અગાઉ મિથ્યાદ્રષ્ટિ જીવને પાંચ લધિઓની પ્રાપ્તિ હોય છે :
(૧) ક્ષયોપશમ લબ્ધિ, (૨) વિશુદ્ધિ લબ્ધિ, (૩) દેશના લબ્ધિ, (૪) પ્રાયોગ્ય લબ્ધિ અને (૫) કરણલબ્ધિ.
- ૧૩૦ -