________________
૨) સમ્યદ્રષ્ટિ જીવ પહેલાં (ચોથે ગુણસ્થાને હોય તે સમયમાં) પડિમાનું ગ્રહણ કરે છે અને અંતરંગ પાંચમું ગુણસ્થાન ત્યારબાદ પ્રગટે છે. પાંચમા ગુણસ્થાનથી જીવ સીધો સાતમે ગુણસ્થાને જાય છે અને પછી કંઈક પ્રમાદ થતાં (જે સંજ્વલન કષાય (કર્મરૂપ) ના તીવ્ર ઉદયથી થાય છે) છઠ્ઠા ગુણસ્થાને આવે છે. અહીં સાતમું ગુણસ્થાન પ્રગટે ત્યારે બાહ્યમાં સર્વસંગપરિત્યાગપૂર્વક ૨૮ મૂલગુણના પાલન સહિત નિગ્રંથ મુનિદશા હોય તે સિવાય સાતમું ગુણસ્થાન પ્રગટે નહી. આ વાતથી પણ એ સિદ્ધ થાય છે કે સમ્યદ્રષ્ટિ જીવને હિંસાદિના ત્યાગરૂપ વ્રતાદિના ભાવ આવે ત્યારે હેયરૂપ કદાપિ ન જાણે. હેય તો અવિરતિના પરિણામ છે. વ્રતાદિના નહી.
૩) પરિગ્રહમાં પાંચ ઈન્દ્રિયના વિષયોની ઈચ્છા મૂળ છે. પરિગ્રહત્યાગની પાંચ ભાવનાઓમાં मनोज्ञामनोज्ञेन्द्रियविषयरागद्वेषवर्जनानि पञ्च ॥ ८ ॥
— અધ્યાય-૭, તત્વાર્થસૂત્રની સર્વાર્થસિદ્ધિટીકા પાંચ ઈન્દ્રિયોના મનોજ્ઞ તેમજ અમનોજ્ઞ (ઈષ્ટ-અનિષ્ટ) વિષયોમાં રાગદ્વેષનો ત્યાગ. વિષયોની ઈચ્છાથી તેના ગ્રહણાર્થે અગર રક્ષણાર્થે જીવને ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય થાય છે. (પાંચ ઈન્દ્રિયોના વિષયોની ઈચ્છાને પણ કષાયભાવ કહેલ છે) અને કષાયથી પ્રેરિત જીવ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહરૂપ પાંચ પાપોમાં પ્રવૃત્તિ કરે છે. આ રીતે ઉપર કહ્યું તેમ હિંસાદિના ત્યાગપૂર્વકના વ્રતના ભાવને હેય કહેવા તે કષાયના ત્યાગને હેય કહેવા બરાબર છે. કેમ કે વ્રતાદિના ભાવ કષાયના ત્યાગ વિના બની શકતા નથી.
-
૪) એક માણસ પાસે ધારો કે એક કરોડ રૂપિયા છે તેમાંથી તે પાંચ લાખ રૂપિયાનું ચતુર્વિધ સંઘની સેવાદિમાં દાન કરે છે, તો તે દાન, લોભ કષાયની હાનીપૂર્વકના ભાવ છે. તેનાથી અઘાતિકર્મમાં પુણ્યના બંધ ઉપરાંત ઘાતિ કર્મોની હાની તેમજ તેની તારતમ્યતાના પ્રમાણે સત્તામાં રહેલા ઘાતિકર્મોની આપ-નિર્જરા પણ થાય છે અને તે વખતે જે ઘાતિ કર્મોનો નવીન બંધ થાય છે તે પંચાણુ લાખ રૂપિયાનો પરિગ્રહ રાખવાનો ભાવ છે તેનાથી થાય છે, દાનથી નહી. શ્રીપેણ રાજા આહારદાનના પ્રતાપે ભવાંતરે આ ચોવીશીના શ્રી શાંતિનાથ નામધારી સોળમા તીર્થંકર થયા.
વિશુદ્ધિના ભાવ :—
ઞામન: સાવો વિશુદ્ધિ : આત્માનો વીર્યોલ્લાસ (કલુષતા રહિત) ભાવ તે વિશુદ્ધિ. વિભૂિતાણિ પુપાળ-વિશુદ્ધિભૂતાનિ મુનિ અને પુનતિ કૃતિ પુળ્યું. વિશુદ્ધિ જેના મૂળમાં છે તે પવિત્રતા છે, પ્રશસ્તભાવ છે.
૧ આર્ટ-રૌદ્ર ધ્યાનનો અભાવ વિશુદ્ધિનું કારણ. ૨ સમ્યગ્દર્શનાદિ તથા વ્યવહારધર્મ વિશુદ્ધિનું કાર્ય. ૐ ધર્મ- શુકલધ્યાનનાં પરિણામ વિશુદ્ધિનો સ્વભાવ. ૪ પુણ્યાશ્રય વિશુદ્ધિનું અંગ-વિશુદ્ધિની જડ છે.
આસમિમાંસા કારિકા-૯૫ અષ્ટસન્નિ
કષાયોની હીનતાના કારણનું નામ વિશુદ્ધિ છે. સ્થિર, શુભ, સુભગ, શાતા અને સુસ્વર આદિ અઘાતિ શુભ પ્રકૃતિનો બંધ અને સત્તામાં રહેલા ઘાતિકર્મીની હાની, સ્થિતિકાંડઘાત, અનુભાગકાંડઘાતના કારણભૂત જીવોના પરિણામને વિશુદ્ધિ કહે છે.
- ૧૩૭