Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 141
________________ પ્રાપ્તિ માટે જે જ્ઞાનની જરૂર છે (જે શાસ્ત્રના સ્વાધ્યાયથી પ્રાપ્ત હોય છે, તેની જ વાત છે. પ્રથમોપશમ સમ્યકત્વ જેમાં ક્ષયોપશમ, વિશુદ્ધિ, દેશના, પ્રાયોગ્ય અને કરણલબ્ધિનાં ઉત્તરોત્તર વિશુદ્ધિના પરિણામો છે તેમાં દેશના લબ્ધિ (જેમાં જીવ-અછવાદિ તત્વોનું જ્ઞાન થવું તે છે) બાદ જ વિશુદ્ધિના પરિણામોમાં એવું સામર્થ્ય પ્રગટે છે જેના નિમિતે સત્તામાં રહેલા મિથ્યાત્વ કર્મનો સ્થિતિકાંડઘાત - અનુભાગકાંડઘાત – ગુણશ્રેણી નિર્જરા થતાં એક આયામકાળની રચના થાય છે જેના પ્રથમ સમયથી જ મિથ્યાત્વનો ઉદય હોતો નથી અને તે જ સમયે (પ્રતિબંધક કારણનો અભાવ હોતાં) જીવ સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે. (અનુદય થવામાં પૂર્વે કહ્યા તે પ્રમાણેના આત્માના ઉત્તરોત્તર વિશુદ્ધ પરિણામ જ છે). કર્મની ૧૦ અવસ્થાઓ (૧) બંધ, (૨) સત્વ, (૩) ઉદય, (૪) ઉદીરણા, (૫) ઉત્કર્ષણ, (૬) અપકર્ષણ, (૭) સંક્રમણ, (૮) ઉપશમ, (૯) નિધત્તિ અને (૧૦) નિકાચીત તેમજ પ્રથમોપશમ સમ્યકત્વની ઉત્પત્તિનું બરાબર જ્ઞાન કરવામાં આવે તો આ નિમિત્ત-ઉપાદાનના વિષયમાં ચાલતી ભયંકર ગેરસમજ દૂર થઈ જાય. કર્મની બંધાદિ ૧૦ અવસ્થાઓનો વિષય ખુબજ વિશાળ છે. ગોમટ્ટસાર-લબ્ધિસાર આદિ ગ્રંથોમાં તેમજ ટૂંકમાં વર્ણવેલ “ભાવ દીપિકા'માં ખૂબજ એકાગ્રતા પૂર્વક અગર કોઈ જાણકારના આશ્રયે અધ્યયન કરવા જોગ છે. પ્રથમોપશમ સમ્યકત્વનો વિષય આ પુસ્તિકામાં છેલ્લે આ પછી ટૂંકમાં પ્રતિપાદન કરેલ છે. વિષય ગહન છે. બે ચાર વખત વાંચવાથી સમજમાં આવી જશે. - ૧૨૮ -

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156