Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 139
________________ —: કમબદ્ધ પયય :-- ક્રમબદ્ધ પર્યાયનું જે વર્ણન અત્યારે કરવામાં આવે છે તેનો શાસ્ત્રમાં ક્યાંય ઉલ્લેખ નથી. શાસ્ત્રમાં સમાવિન: મુIT: મવિનઃ પર્યાયા: એમ લખ્યું છે ક્રમબદ્ધપર્યાયનો અર્થ પર્યાયો ક્રમપૂર્વક પછી બીજી એટલે કે પૂર્વપર્યાયનો વ્યય-ઉત્તર પર્યાયનો ઉત્પાદ તો તો તેમાં કંઈ નવું નથી જે એમ કહો કે દ્રવ્યમાં ક્રમબદ્ધ પર્યાયો પડેલી છે તે ક્રમપૂર્વક એક પછી એક આવે છે, તો આખા મોક્ષમાર્ગના અભાવનો પ્રસંગ આવશે. કર્મની અવસ્થાઓ: ઉદય-ઉદીરણા, સત્તા-ઉપશમ, સંક્રમણ, અપકર્ષણ, ઉત્કર્ષણ, વિ. નો કોઈ અર્થ જ નહિ રહે અને સંવર-નિર્જરા જે મોક્ષમાર્ગનાં અંગ કહ્યાં છે, જેનું ઉપાદેયપણું કહ્યું છે અને શ્રાવક-મુનિના આચારો વિ. બધા નિરર્થક થઈ જશે. હવે બીજી વાત : દ્રવ્યમાં એક સમયે એક પર્યાય હોય અને પર્યાયનો જ ભોગવટો હોય છે અને એજ દ્રષ્ટિએ દ્રવ્યથથા: નિષ્ણુએT: TUT:... મવર્તિન: પર્યાયા: -- તત્વાર્થસૂત્ર અધ્યાય-૫ સૂત્ર-૪૦ ક્રમબદ્ધ પર્યાયની હાલમાં થતી પ્રરૂપણા પ્રમાણે તો દ્રવ્યમાં અનંત પર્યાયો મોજુદ છે તે ક્રમબદ્ધ પ્રમાણે બીજા કોઈ નિમિત્તની અપેક્ષા વગર આવિર્ભાવ થતી જાય છે. ' એક સમયમાં એક ગુણની એકથી વધારે પર્યાયો હોય તો દ્રવ્ય અખંડ એકરૂપ હોવાથી બધાનો મિશ્ર સ્વાદ-અનુભવમાં આવે. લિંબુના સરબતમાં ખાંડ અને લિંબુના ખાટા રસનો મિશ્ર ખટમીઠો સ્વાદ આવે છે. આમાં તો ખાંડના અણુઓ લિંબુના રસના અણુઓમાં ભળ્યા નથી છતાં મિશ્ર સ્વાદ આવે છે તો એક અખંડ દ્રવ્યમાં તો આવવો જ જોઈએ. બીજું સર્વાર્થસિદ્ધિના બધા દેવો એકાવતારી છે અને નિયમથી ત્યાંથી ચ્યવી મનુષ્ય થઈ મોક્ષ જવાના છે અને કેવળજ્ઞાન પામવાના છે. તે કેવળજ્ઞાનની પર્યાય (ભવિષ્યની) યથાર્થરૂપ જો દ્રવ્યમાં મોજુદ છે તો કેવળજ્ઞાન વર્તમાનમાં પણ હોય. - દ્રવ્યની વ્યાખ્યા કરતાં ગુણોના સમુદાયને દ્રવ્ય કહેલ છે. ક્રમબદ્ધ પર્યાય જે રીતે કહેવામાં આવે છે તે રીતે હોય તો પર્યાયોના સમુદાયને દ્રવ્ય કહેવું જોઈતું હતું. આગળ કહ્યું કે કદમુવોr: #મવર્તન: ઘણા: આલાપ પદ્ધતિ દ્રવ્યમાં એકસાથે અનંતાગુણો રહેલા છે. પર્યાય ક્રમપૂર્વક એક પછી બીજી (તે ગુણોની અવસ્થા) હોય છે. દ્રવ્યની વ્યાખ્યા: ગુખ પર્વવત્ત વ્યસ્ તત્વાર્થસૂત્ર અધ્યાય-૫ સૂત્ર-૩૭ . એક ગુણની એકજ પર્યાય લીધી એક ગુણમાં અનંત પર્યાયો મોજુદ હોય તો ગુણ-પર્યાયો વાળું દ્રવ્ય કહ્યું હોત , 2 બીજુ સતાવ્યપ્રૌવ્યયુકd I ર૧ / તત્વાર્થસૂત્ર અધ્યાય-૫. ત્યાં ઉત્પાદનો અર્થ સર્વાર્થસિદ્ધિમાં નીચે પ્રમાણે કરેલ છે. ચેતન તેમજ અચેતન દ્રવ્ય પોતાની જાતિને 1. છતાં તેમાં અંતરંગ તેમજ બહિરંગ નિમિત્તના વાશથી પ્રતિસમય જે નવીન અવસ્થાની પ્રાપ્તિ થાય છે તેને ઉત્પાદુ કહે છે. જેમકે માટીના પિંડમાંથી ઘડાની ઉત્પત્તિ. આમાં નવીન અવસ્થાની પ્રાપ્તિ કહી અને આગળની પૂર્વ અવસ્થાનો વ્યય કહ્યો. જે અંતરંગમાં પડેલી અવસ્થા થઈ હોત તો તેનો આવિર્ભાવ અને વ્યય થયેલી પર્યાયને વ્યય ન કહેતાં તિરોહિત કહેત. ઉત્પાદ નવીન પર્યાયનો હોય પડેલી - ૧૨૬ -

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156