________________
કષાયથી સ્થિતિ તેમજ અનુભાગ સહિત આત્મા સાથે બંધ થવો તેમાં આત્માના વિભાવભાવ શું નિમિત્ત કારણ નથી ?
(થોડુંક વિષયાંતર કરીને ક્રમબદ્ધ પર્યાયનો વિષય લઈએ તો શું તે કાર્મણવર્ગણાનું કર્મરૂપે પરિણમન આત્મપરિણામની અપેક્ષાવગર ક્રમબદ્ધપણે હતું તેમ થયું છે ?)
૭) કોઈ વક્તાના પ્રવચનની કે ભક્તિગીતની recorded tape દરરોજ સાંભળવામાં આવે છે તેની પ્રમાણતાનો આધાર કોણ? અરે! ટેપ સાંભળીને આપણે કહી શકીયે છીએ કે આ ઈન્દુબેન ધાનક કે બીજા કોઈનો અવાજ છે. કોઈપણ વક્તાએ આપેલ ભાષણનો સાર બીજે દિવસે પેપરમાં છાપવામાં આવે છે ત્યાં વક્તાનું નામ લખવામાં આવે છે અને એ નામ પર ભાષણની કેટલી કિંમત હોઈ શકે અગર તેના પર કેટલો આધાર રાખી શકાય તે વાંચનાર નક્કી કરે છે. તો વક્તાનું નામ આપવું શું અર્થહીન છે ? (કારણ-કાર્ય સંબંધ બે વસ્તુઓમાં હોય, લક્ષ્ય, લક્ષણ સંબંધ એક વસ્તુમાં હોય આ ત્રિકાળી અફર સિદ્ધાંત છે.) જેમ નિશ્ચયનય અને વ્યવહાર નયની એકબીજાની અપેક્ષાપૂર્વકની સમજણને પ્રમાણજ્ઞાન કહ્યું તેમ નિમિત્ત ઉપાદાનની સાચી સમજને પણ પ્રમાણ જ્ઞાન કહ્યું. જેની યથાર્થ સમજ ઉપર જિનશાસનની મોક્ષમાર્ગરૂપ ભવ્ય ઈમારત ઉભી છે. ધર્મ-અર્થ-કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થ આની સાચી સમજણ પર આધારિત છે.
૮) દર્શન મોહનીયની ક્ષપણાની શરૂઆત તેમજ તીર્થંકર પ્રકૃતિનો બંધ કેવળી ભગવાન અગર શ્રુતકેવળીના પાદમૂળમાં જ થાય તેને નિમિત્તને અકિંચિતકર માનનાર કેવી રીતે સમજાવશે ? અરે! એમ માનનારાને કેવળી ભગવંતો પર કેટલો ભક્તિભાવ જાગશે ?
'भावनमस्कारः सम्यग्दर्शनम्' अर्हनमस्कारं भावेन यः करोति प्रयतमतिः । स सर्वदुःखमोक्षं प्राप्नोत्यचिरेण कालेन ॥
મૂલાચાર અ. ૭ શ્લોક-૬; પાન ૨૬૨
એજ પ્રમાણે સિદ્ધ-આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને નમસ્કારનું ફળ આગળ બતાવ્યું છે. ‘અરિહંતભક્તિ અને સમ્યગ્દર્શનમાં નામભેદ છે, અર્થભેદ નથી''
૯) દરજીને શર્ટ સીવવા આપીએ તેમાં કાપડ તથા દરજીની પસંદગી. ટાઈપીસ્ટની નીમણુંક કરતા પહેલાં test લેવામાં આવે છે.
૧૦) ‘ટેનીસની રમતમાં દડો કોર્ટની વચમાં નેટની સામસામે જાય છે તે ઘડાની માત્ર ક્રિયાવતી શક્તિથી આમતેમ ઘૂમે છે ? રમનાર ખેલાડીના યોગ-ઉપયોગ તેમાં નિમિત્ત કારણ છે કે નહિ ? પ્રત્યક્ષ પ્રમાણને પણ શાસ્ત્રમાં પ્રમાણ જ્ઞાન કહેલ છે.
નિયતિ અને પુરુષાર્થ
यत्तु यदा येन यथा यस्य च नियमेन भवति तत्तु तदा । तेन तथा तस्य भवेदिति वादो नियतिवादस्तु ॥ ८८२ ॥
પરમશ્રુત પ્રભાવમંડળ-ગોટ્ટમસાર કર્મકાંડ પૃષ્ઠ-૨૬૫ જે જે સમયે, જેનાથી, જે પ્રકારે જેનું નિયમથી જે કંઈ થાય છે તે તે સમયે તેનાથી તે પ્રકારે અને તેનું જ થાય છે એ પ્રમાણે નિયમથી જ સર્વ વસ્તુઓને માનવી એને નિયતિવાદ કહેલ છે.
- ૧૨૪ -
-