________________
સાચી સમજપૂર્વક એટલે કે હેય--ઉપાદેયના જ્ઞાનપૂર્વક તદનુસાર આચરણમાં મોક્ષમાર્ગ રહેલ છે. નિમિત્ત-ઉપાદાનની સાચી સમજ અધ્યાત્મમાંજ નહિ, વ્યવહાર-સંસારી પ્રયોજનમાં પ* કાર્યકારી છે. અને તે પૂર્વકજ જીવની આખા દિવસની (ચર્ચા) જોવામાં આવે છે. અને તેની પ્રવૃત્તિમાં સ્પષ્ટ દેખાય છે. ધર્મ-અર્થ-કામ અને મોક્ષ એ ચારે પુરૂષાર્થ (જીવનાં પ્રયોજન) નિમિત્ત-ઉપાદાનના સિદ્ધાંતની સાચી સમજ પર આધારિત છે.
આના સંદર્ભમાં પ્રવચનસારની ગાથા-૨૫૫ :
‘'ફળ હોય છે વિપરીત વસ્તુ વિશેષથી શુભરાગને;
નિષ્પત્તિ વિપરીત હોય છે ભૂમિ વિશેષથી જેમ બીજને'' || ૨૫૫ ॥
આ ગાથાને બંને બાજુએથી સમજવા માટે જેમ ભૂમિવિશેષથી બીજમાંથી ફળાદિની પ્રાપ્તિમાં ફેરફાર હોય છે તેવી જ રીતે એકજ ભૂમિમાં જુદાં જુદાં બીજ (જેમકે દાડમ, ચીકુ, સફરજન વિ.) વાવતાં ફળની વિશેષતા જોવામાં આવે છે :
એક ખેતરમાં એક સરખા પ્રકારની જમીન (માટી) ખાતર, પાણી, હવા, તડકો વિ. છે. તેમાં દાડમ, ચીકુ, સફરજન, પેરૂ, કેરી વિ.નાં બીજ વાવતાં અગર તેની કલમ રોપતાં દાડમ વિ. બીજના નિમિત્તથી ખેતરનો કાદેવ (માટી) વિ આબેહુબ દાડમ વિ.ના ઝાડરૂપે પરિણમે છે અને કાળ પાકતાં દાડમ, ચીકુ, સફરજન, પેરૂ, કેરીના ફળની આબેહુબ નિષ્પન્નતા જોવામાં આવે છે. આબેહુબ દાડમ વિ.ની ઉત્પત્તિમાં કાદેવ (માટી)ના જ પરમાણુઓ પરિવર્તન પામ્યા છે કે બીજા કોઈ? અને તેજ ખેતરના કે બીજા કોઈ ખેતરના? (ખેડુતનું કામ તો આ નિમિત્ત-નૈમિત્તિક સંબંધના જ્ઞાનપૂર્વક પાણી વિ. પાવું તેજ બાધાકારક કારણોને રોકવાં તે છે) બીનુ આ પરિણામ બીજની વિવિધતાને કારણે જ થયું છે કે નહીં? આ સાદીવાત સમજવા પ્રત્યક્ષ પ્રમાણથી બીજું કયું પ્રમાણ જોઈએ. પ્રત્યક્ષ પ્રમાણને પણ જિનાગમમાં પ્રમાણ જ્ઞાન કહેલ છે. આજ પ્રમાણે એકજ બીજને જુદા જુદા ખેતરમાં જ્યાં જમીન (માટી) ખાતર, પાણી, હવા, તડકો વિ. માં ફરક પડતાં તે બીજમાંથી નિષ્પન્ન ફળમાં પણ વિવિધતા જોવામાં આવે છે. ઉસર ભૂમિમાં વાવેલ બીજ ફળદાયી થતું નથી.
માતાના ઉદરમાં (ગર્ભમાં) બહારથી એક જીવ આવે છે. માતાએ ખાધેલ ખોરાક ચાવીને પેટમાં ઉતરતાં થૂંકાદિ સહિતની એ ઉચ્છિષ્ટ છે તે ગર્ભમાં રહેલા જીવનો ખોરાક છે. (માતાનું રજસ, અને તેના પિતાના વીર્યનું મિશ્રણ બહારથી આવેલ જીવનો પ્રથમ ખોરાક છે.) આ પ્રકારની એંઠમાંથી આબેહુબ બાળકનું નિર્માણ થાય છે તેમાં જીવની સાથે બંધાયેલ નામકર્મની પ્રકૃતિનો ઉદય નિમિત્ત છે કે બીજું કંઈ? ઔદારિક શરીરના નિર્માણમાં ખોરાક વિ. પરમાણુઓ ઉપાદાન છે અને નામકર્મની પ્રકૃતિનો ઉદય જે કાર્યણવર્ગણા છે તે શરીરના કોઈ ભાગમાં પરિણમવાને અસમર્થ છે. માત્ર નિમિત્ત છે.
આજ વાત તત્વાર્થસૂત્ર અધ્યાય-૭ સૂત્ર ૩૮-૩૯ માં તેમજ અધ્યાય-૬ માં સૂત્ર ૬-૭ માં કહેલ છે.
JANTA
परस्यानुग्रहार्थं स्वस्यातिसर्गो दानं ॥ ३८ ॥ વિધિ-દ્રવ્ય-તૃ-પૉંત્ર વિશેષજ્ઞદ્વિશેષ: ॥ ૩૧ ॥
तीव्र मंदज्ञाताज्ञातभाव वीर्याधिकरण विशेषेभ्यस्तद्विशेष: ॥ ६ ॥
અધારા નીવાનીવા હું
* | "
તત્વાર્થસૂત્ર અધ્યાય-૬
બીજાના ઉપકારન અર્થે પોતાના ધનના ત્યાગને દાન કહેલ છે, તેમાં વિધિ-દ્રવ્ય-દાતાર અને પાત્રની વિશેષતાથી તેમાં વિશેષતા આવે છે. તદુપરાંત તીવ્ર મંદ ભાવ, જાણ-અજાણ, વીર્ય (ઉત્સાહ) અને અધિકરણની વિશેષતાથી તેમાં વિશેષતા આવે છે. અધિકરણ જીવ અને અજીવ (પુદ્ગલ) છે.
01 an
- ૧૨૨ -