________________
—: ૫ સમવાય :– ૧) કાલ, ૨) સ્વભાવ, ૩) ઉપાદાન, ૪) નિમિત્ત, ૫) પુરુષાર્થ (આમાંથી એકપણના અભાવમાં કાર્યની સિદ્ધિ થતી નથી)
कालो सहाव णियई पुव्वकय पुरिस कारणे गंता
मिच्छत्तं ते चेवा समासओ होति सम्मत्तं ॥ કાળ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત (અદષ્ટ) અને પુરુષાર્થ એ પાંચેથી કાર્યની સિદ્ધિ થાય છે એમ જે માને છે તેની દ્રષ્ટિ સાચી છે. નિયતિ શબ્દ સાથે મળતા હોનહાર તેમજ ભવિવ્યતાનો ઉલ્લેખ પણ શાસ્ત્રોમાં જોવામાં આવે છે.
દેવ-ભાગ્ય-નસીબ તથા ભવિતવ્યતા चतुरंग बलं कालं पुत्रा मित्राणि पौरुष:। __ कार्यकृत्तावदेवार्थं यावत् दैवं बलं परं ।।
दैवेतु विफले काले पौरुषादि निरर्थक:। इति यत् कथ्यते विद्भिः तत् तथ्यं इति नान्यथा:।।
दिव्येन दैयमानायं दहनेन तदापुरि।
| મુને વાપિ નતા ટેવા! યુવા વિતવ્યતા II (તદાપુરી = દ્વારિકાનગરી) આ છેલ્લી ગાથામાં કહે છે જે દ્વારિકા નગરની રચના દેવોએ કરી હતી તે દ્વારિકા નગરી બળી રહી છે ત્યારે તે દેવો કયાં ગયા હતા! (આમ નિસાસો નાખીને ગ્રંથકાર કહે છે કે, ભવિતવ્યતાને કોઈથી નિવારી શકાતી નથી. ભવિતવ્યતાની વ્યાખ્યા કરતાં સંમતભદ્રાચાર્ય દેવ લખે છે :
अलंध्यशक्तिर्भवितव्यतेय हेतुद्वयाविकृतं कार्यलिंगा (અંતરંગ અને બહિરંગ) બંને હેતુઓ વડે ઉત્પત્તિમાન કાર્ય જેનું ચિહ-લક્ષણ છે એવી ભવિતવ્યતા અલંધનીય છે આમાં આત્માના યોગદાન વગર બાહ્ય અનેક પ્રકારના બળો કાર્ય કરી રહ્યાં છે તેનો લાભ કોઈને મળે છે તેવી જ રીતે તેનો ભોગ કોઈ ઘણીવાર બને છે તે વાત છે. જેને નસીબ કે કમનસીબ કહેવામાં આવે છે. આ બધાનો સમન્વય કરતાં સાર-બોધ એ નીકળે છે કે :- નસીબ-કમનસીબ-ભવિતવ્યતામાં (unforeseen events] બાહ્ય પરિબળોની લાભદાયક તેમજ ઘાતક
અસર કેટલાક કાર્યોની સિદ્ધિમાં તેની ઉપસ્થિતિ કે તેનો અભાવ હોવો તે છે. ટૂંકમાં સ્વભાવ-ઉપાદાન, નિમિત અને પુરુષાર્થ બધાનો સમન્ચ કરી નિમિત્ત-ઉપાદાનનું યથાર્થ જ્ઞાન તથા વસ્તુ સ્વભાવ (દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ)નું જ્ઞાન તેમજ નય સાપેક્ષ પ્રમાણ જ્ઞાન થતાં પ્રમાણજ્ઞાનનું ફળ હેય-ઉપાદેય બુદ્ધિપૂર્વક આત્મહિતમાં પ્રવૃત્તિ થઈ શકે છે.
નિયતિ સંબંધમાં બીજો એક વિવાદ એવો છે કે ભગવાને જેનો મોક્ષ જે કાળે થવાનો જોયો હશે ત્યારે થવાનો જ છે તો પુરુષાર્થ ક્યાં રહ્યો ?
તેનો ઉત્તર એ આપવામાં આવે છે કે તું કેવળજ્ઞાનની આ પ્રમાણેની શ્રદ્ધા તો કર! તેમાં અનંતો પુરુષાર્થ આવી ગયો. આ ઉત્તર કલ્પિત છે અને શાસ્ત્રોક્ત નથી. તેનો જવાબ એ છે કે ભગવાને જેનો મોક્ષ જોયો છે તે દર્શન જ્ઞાન અને ચારિત્રની પૂર્ણતા પૂર્વક જોયો છે કે પૂર્ણતા વગર ? જે પૂર્ણતા પૂર્વક જોયો છે તો દર્શન-જ્ઞાન-ચારિત્રની પૂર્ણતા કરવાનો પુરુષાર્થ કરવો રહ્યો. આ રીતે નિયતિ અને પુરુષાર્થનો સમન્વય થઈ જાય છે.
- ૧૨૫ -