________________
આમાંથી સાર એ નિકળે છે કે નિમિત્ત તેમજ ઉપાદાન બંનેની તેતે સમયની પર્યાયો ઉપાદાનના કાર્યરૂપ પરિણમવામાં નિમિત્ત સહકારી કારણ છે. ઉપાદાન સ્વયં પોતે પરિણમનાર કાર્ય છે. બંનેમાં વિવિધતાના કારણે કાર્યની ઉત્પત્તિમાં વિવિધતા આવે છે.
“કાર્યની સિદ્ધિ બાહ્ય સહકારી કારણ અને અંતરંગ ઉપાદાન કારણથી થાય છે”
– અષ્ટસહસ્ત્રી કારિકા-ર૧ પૃષ્ઠ-૧૪૯ આગળ જણાવ્યું તેમ કાર્યોત્પાદક હેતુ (કારણ)નું જ્યાં સુધી પરિજ્ઞાન-યથાર્થ જાણપણું નથી હોતું ત્યાં સુધી કાર્યનું પરિજ્ઞાન પણ પ્રાપ્ત થતું નથી.
–: નિમિત્તને અકિંચિતકર માનવામાં આવતા દોષ :– (૧) નિમિત્તને અકિંચિતકર માનવામાં આવતાં શ્રી સમયસારાદિ શાસ્ત્રોની પ્રમાણતા કોના આધારે ?
૨) ભગવાનની દિવ્યધ્વની દ્વારા મોક્ષમાર્ગનું નિરૂપણ જે છે તેનું શાસ્ત્રોમાં (ગણધર પ્રભુ તેમજ પૂ. આચાર્યાદિની પરંપરાપૂર્વક) અવતરણ તે શાસ્ત્રોની પ્રમાણિકતા કોના આધારે ?
૩) મોટરમાં પેટ્રોલ ખૂટતાં મોટરનું બંધ પડી જવું. વીજળીનો પુરવઠો (Electric Supply) બંધ થતાં અંધારપટ.
૪) વિમાનમાં બેસી પરદેશ જઈએ તે હવામાં આપણી મુસાફરી દરમ્યાન સ્થિતિ કોના આધારે - કોઈ કહે છે કે જે તેની ક્રિયાવતી શક્તિના આધારે? આ વાત યથાર્થ છે?
૫) કોઈના ગજવામાંથી સો રૂપિયાની નોટ કોઈ ચોર ઉપાડી લે ત્યાં કહે છે કે એકદ્રવ્ય બીજ દ્રવ્યનું કંઈ કરી શકે નહીં. સોની નોટ તેની ક્રિયાવતી શક્તિથી એક ગજવામાંથી બીજાના (ચોરના) ગજવામાં ગઈ.
દ્રષ્ટાંત: એક માણસે કોઈના ગજવામાંથી એક હજાર રૂપિયાનું બંડલ મારી લીધું અને પકડાઈ ગયો. (Red handed) કોર્ટમાં કેસ ચાલ્યો. ફરિયાદ પક્ષની પ્રાથમિક સુનાવણી બાદ ન્યાયધીશે ચોરી કરનાર આરોપીને પૂછયું કે આ બાબતમાં તમારે કંઈ કહેવું છે ? કોઈ વકીલને રોક્યા છે ? આરોપીએ કહ્યું કે હું વકીલની પાસે ગયો હતો પણ તેમના ગળે મારા બચાવની વાત ઉતરી નહીં. તેમણે મને સલાહ આપી કે આપણા ન્યાયધીશ તત્વજ્ઞાનના જાણકાર છે તે તમારી વાત તુરતજ બે મિનિટમાં સમજી જશે. વકીલની તમારે કોઈ જરૂર નથી. ન્યાયાધીશે પૂછ્યું કે તમારો શું બચાવ છે ? તેણે કહ્યું સાહેબ એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરી શકે નહીં. આત્મા પોતાના શરીરનું કોઈ કાર્ય કરી શકતો નથી. નોટનું બંડલ તેની ક્રિયાવતી શક્તિથી તેના ગજવામાંથી નિકળી મારા ગજવામાં આવ્યું. ન્યાયાધીશ બધી વાત સમજી ગયા. ત્યાંને ત્યાં ચુકાદો આપ્યો અને છ મહિનાની જેલની સજા કરી. ન્યાયધીશે કહ્યું કે મેં તમારો બચાવ ધ્યાનમાં લીધો છે અને આ ચુકાદો આપેલ છે. વધુમાં કહ્યું કે મારે અવારનવાર જેલની મુલાકાત (તેની કાર્યપદ્ધતિની તપાસ માટે મારી નિમણૂંક કરી હોવાથી) કરવી પડે છે. હું તમને ત્યાં મલીશ. બે ત્રણ દિવસમાં ન્યાયધીશે આ ભાઈની જેલમાં મુલાકાત લીધી અને કહ્યું કે તમારું શરીર તેની ક્રિયાવતી શક્તિથી જેલમાં આવેલ છે તેમાં મારૂં જજમેન્ટ કે પોલીસની હાથકડી એ પરદ્રવ્યોએ તમને જેલમાં આવવામાં કંઈ કર્યું નથી. અને જજમેન્ટ લ મારું કોઈ કાર્ય નથી. કેમકે આત્મા પરદ્રવ્યનું કંઈ કરી શકતો નથી.
૬) જેમ આત્માના વિભાવ પરિણામનું નિમિત્તપામીને કાર્મણવર્ગણાના પરમાણુઓ (જે શરીરની અવગાહના • માત્ર આકાશ પ્રદેશમાં સ્થિત છે.) તેનું કર્મરૂપે પરિણમન અને તે પણ યોગથી પ્રદેશ અને પ્રકૃતિબંધ અને
- ૧૨૩ -