________________
પર્યાયનો ઉત્પાદ ન કહેવાય, આવિર્ભાવ કહેવાય. આજ વાત સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષામાં સ્વામી કાર્તિકેયમુનિરાજ લખે છે:
यदि द्रव्ये पर्यायाः अपि विद्यमानाः तिरोहिता सन्ति ।
तत उत्पत्ति: विफला पटपिहिते देवदत्ते इव ॥ २४२ ॥ જે 'દ્રવ્યમાં પર્યાયો છે તે પણ વિદ્યમાન છે અને તિરોહિત એટલે કે ઢંકાયેલી પડી છે' એમ માનીએ તો ઉત્પત્તિ (ઉત્પાદ) કહેવું વ્યર્થ છે. જેમ દેવદત્ત કપડાથી ઢંકાયેલો હતો તેને (કપડું ખસેડતાં) તે ઉઘડ્યો એમ કહેવું બરાબર છે પણ તે ઉપજ્યો એમ કહેવું પ્રત્યક્ષ પ્રમાણથી વિરૂદ્ધ છે. તેમજ વાસ્તવિક નથી, વ્યર્થ છે. ઉત્પાદો અર્થ અવિદ્યમાન પર્યાયની ઉત્પત્તિ છે.
सर्वेषां पर्यायाणां अविद्यमानानां भवति उत्पत्तिः। कालादि लब्ध्या अनादि निधने द्रव्ये॥ २४४ ॥
– સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અનાદિ નિધન દ્રવ્યમાં કાલાદિ લબ્ધિપૂર્વક અવિદ્યમાન પર્યાયની ઉત્પત્તિ છે. આગળ ૩૨૧ તથા ૩રર ગાથામાં નિયતિનું પ્રતિપાદન છે.
यत् यस्य यस्मिन् देशे येन विधानेनं यस्मिन काले। ज्ञातं जिनेन नियतं जन्म वा अथवा मरणं वा ।। ३२१ ।।
तत् तस्य तस्मिन् देशे, तेन विधानेन तस्मिन् काले। . ‘: શનિતિ નિથિતું : યા અથ જિનેન્દ્ર વIL ૩૨૨ II. જે જીવના જન્મ-મરણ જે દેશમાં, જે કાળમાં, જે વિધાનથી સર્વશદેવે જાણેલ છે તેને તે પ્રમાણે થતાં નિવારણ કરવા ઈન્દ્ર કે જિનેન્દ્ર ભગવાન પણ સમર્થ નથી. આમાં પણ આગળ નિયતિ અને પુરુષાર્થનો તેમજ ભવિતવ્યતામાં અંતરંગ તેમજ બહિરંગ બે કારણોથી ઉપજતા કાર્યની વાત છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધ કે કારણ-કાર્યના અફર સિદ્ધાંતથી નિરપેક્ષ નથી. આજવિષયમાં આગળ ખુલાસો કરેલ છે.
યાત્રાદ્રિ પુni: નાનામ: સંયુi: મથf:
. परिणममाना: हि स्वयं न शकयते कः अपि वारयितुम् ।। २१९ ॥ અનેક પ્રકારની શક્તિથી સંપન્ન દ્રવ્યો કાલાદિ લબ્ધિ પ્રાપ્ત થતાં (જેમાં એક કાર્ય થવામાં અનેક કારણો હોય છે) કાર્યરૂપે સ્વયં પરિણમે છે તેને અટકાવવા કોઈ સમર્થ નથી. આ બધાનો સાર એ જ છે કે કોઈપણ કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાનની જે તે સમયની પર્યાય અને તેમાં નિમિત્તકારણ (એક અગર વધારે) નિમિત્તદ્રવ્યની તેજ સમયની પર્યાય મુકરર હોતાં, કાર્ય પણ મુકરર હોય છે. અંશમાત્ર પણ તેમાં ફેરફાર કરવાને ઉપાદાન તેમજ નિમિત્ત દ્રવ્યોની પર્યાયો સિવાય અન્ય કોઈ બહારનું દ્રવ્ય સમર્થ નથી. સારાંશ એ છે કે ઉપાદાનની જે તે પર્યાયમાં અંશમાત્ર ફેરફાર હોતાં કાર્યની નિષ્પત્તિમાં પણ ફેરફાર હોય છે તેવી રીતે નિમિત્તની પર્યાયમાં પણ અંશમાત્ર ફેરફાર હોતાં કાર્યની નિષ્પત્તિમાં ફેરફાર હોય છે. અને તે પણ કાંઈપણ ન્યુનાધિકતા વગર (ith exact precision).છેલ્લે આ બધું જ્ઞાન સમ્યગ્દર્શનની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. સમ્યગ્દર્શનમાં વસ્તનો સ્વભાવ. તત્વાર્થશ્રદ્ધાનું સવિનમ્ અર્થ કહેતાં દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવ. જીવ-અજીવનું જ્ઞાન, દ્રવ્યસ્વભાવમાં અને પર્ય-પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ પર્યાય સ્વભાવમાં આવી જાય છે. કારણ કાર્ય સંબંધ બે વસ્તુઓમાં હોય. લક્ષ્મ-લક્ષણ સંબંધ એક વસ્તુમાં હોય. આત્માના પરિણામ વિભાવભાવ કર્મબંધનું નિમિત્ત છે. એ કર્મનો ઉદય આત્માના વિભાવભાવમાં નિમિત્ત છે. વિભાવભાવમાં કર્મના ઉદયનું નિમિત્તપણું ન માનવામાં આવે તો વિભાવ ભાવ સ્વભાવ થઈ જાય. આ બધી વાત સમ્યગ્દર્શનની
- ૧૨૭ -