________________
આગળ થનારા ઉપશમ સમ્યક્ત્વના કાળના અંતિમ સમય સુધી થયાજ કરે છે. આ રીતે યા અનેક સ્થિતિકાંડઘાત થાય છે.
અનુભાગકાંડથાત: સત્તામાં રહેલા કર્મના અમુક ભાગ જેના અનંતા સ્પર્ધકો છે. તેમાંથી અનંતા ઉપરના બહુ અનુભાગ સહિતના સ્પર્ધકો છે તેનો અનુભાગ ઘટાડી બાકીના જે સ્પર્ધકો કમ (થોડા) અનુભાગ સહિતના છે તેના પ્રમાણે એક અંતર્મુહૂર્તમાં કરે છે. આ પ્રમાણે અસંખ્યાત અંતર્મુહૂર્તમાં થયા કરે છે. (અસંખ્ય અંતર્મુહૂર્ત જે ઉપર કહ્યું તે બધાનો ભેગો સમય પણ અંતર્મુહૂર્ત છે. ઉપર કહ્યું તેમ કરણલબ્ધિનો પૂરો સમય પણ અતંર્મુહૂર્ત જ હોય છે.
~: અનિવૃત્તિકરણ :
અહીં પલ્યના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિકાંડઘાત કરે છે. તદુપરાંત સંખ્યાત હજાર સ્થિતિબંધાપસરણ પણ થાય છે. તદુપરાંત ઉપશમ કરણ કરે છે. સત્તામાં રહેલ મિથ્યાત્વના દ્રવ્યના સ્પર્ધકો તેને સમયે સમયે અસંખ્યાત-અસંખ્યાત પ્રમાણથી ઉપશમાવે છે. આને ઉપશમકરણ કહે છે. ઉપશમકરણ એટલે ઉદીરણા થઈ ઉદયમાં આવવાને અયોગ્ય કરે છે. એટલે કે તેમાં એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે કે તે કર્મો ઉદીરણા થઈ ઉદયમાં ન આવે. આ રીતે અનિવૃત્તિકરણના અંતસમય સુધી મિથ્યાત્વ દ્રવ્યના સ્પર્ધકો ઉપશમભાવને પામે છે.
છેલ્લે અંતરકરણ કરે છે.
અહીં અનિવૃત્તિકરણના અંતસમયથી તદનંતર આગળના અંતર્મુહૂર્તકાળ પ્રમાણમાં સ્થિત મિથ્યાત્વદ્રવ્યના સ્પર્ધકોમાંથી કેટલાકને ઉત્કર્ષણ કરી ઉપરની સ્થિતિમાં એટલે કે અનિવૃતિકરણના કાળમાં ચઢાવી દે છે (જે અનિવૃત્તિકરણના અંતસમયસુધી ભોગવી લે છે, (અહીં આ મિથ્યાત્વ દ્રવ્યના સ્પર્ધકોનો અનુભાગ જીવના ઉત્તરોત્તર વિશુદ્ધિના કારણે અનુભાગકાંડઘાતથી અત્યંત હીનત્વને પામેલ છે) અને બાકીના રહ્યા મિથ્યાત્વદ્રવ્યના સ્પર્ધકોને ઉપર અંડર લાઇન કરેલ અંતર્મુહૂર્ત કાળ બતાવ્યો તેનાથી બહાર કાઢી દે છે. આમ થતાં ઉપર અંડરલાઈન કરેલ અંતર્મુહૂર્ત કાળ જે કહ્યો તે મિથ્યાત્વ દ્રવ્યના સ્પર્ધકોથી રહિત થઈ જાય છે. જેને અંતરાયામ કહે છે. આ પ્રમાણેની ક્રિયા અનિવૃત્તિકરણના અંત સમય સુધી થયા કરે છે. આ અંતરાયામ કાળમાં અનંતાનુબંધી ચાર કષાયોનો પણ અભાવ થઇ જાય છે. આમ અનિવૃત્તિકરણનો કાળ પૂરો થતાં તદનંતર બીજે જ સમયે મિથ્યાત્વ એટલે દર્શનમોહનીય તેમજ અનંતાનુબંધી કષાયના સત્વ તેમજ ઉદયનો અભાવ હોતાં જીવ તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ પ્રથમોપશમ સમ્યક્ત્વને પ્રાપ્ત હોય છે.
ગુણસંક્રમણ :
સમ્યગ્દર્શનની પ્રાપ્તિના પ્રથમ સમયથી જ અંતરાયામ કાળથી ઉપર ઉપરની સ્થિતિમાં રહેલા મિથ્યાત્વકર્મના સ્પર્ધકોનું ગુણ સંક્રમણ કરી અમુક સ્પર્ધકોમાંથી તેના બહુભાગને તો મિથ્યાત્વરૂપ જ (તારતમ્યતામાં ફરક પડે છે) પરિણમાવે છે. તેનાથી અસંખ્યાતમા ભાગના સ્પર્ધકોને સમ્યક્-મિથ્યાત્વ (મિશ્ર મોહનીય) રૂપ પરિણમાવે છે અને તેનાથી પણ અસંખ્યાતમા ભાગ મિથ્યાત્વના સ્પર્ધકોને સમ્યક્-પ્રકૃતિ મિથ્યાત્વરૂપ પરિણમાવે છે. આ ગુણ સંક્રમણના કાળમાં મિથ્યાત્વ સિવાયના બીજા સર્વ કર્મોની ગુણશ્રેણી નિર્જરા, સ્થિતિકાંડઘાત તેમજ અનુભાગકાંડઘાત થયા કરે છે. આ રીતે થોડોક કાળ વીત્યા બાદ જીવના પરિણામની વિશુદ્ધતા (જે અત્યાર સુધી વધતી જતી) હતી તેમાં થોડી ક્ષતિ આવે છે અને તેના ફળસ્વરૂપ બાકીના મિથ્યાત્વના સ્પર્ધકોને ગુણસંક્રમણ પૂર્વક ઘણા ઓછા પ્રમાણમાં સમ્યક્-મિથ્યાત્વરૂપ અને તેનાથી પણ ઓછા પ્રમાણમાં સમ્ય-પ્રકૃતિ મિથ્યાત્વરૂપ પરિણમાવે છે.
હવે ઉપશમ સમ્યકત્વના કાળનો જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ આવલી સમય બાકી રહે ત્યારે
- ૧૩૩ -