________________
નિમિત્ત – ઉપાદાન (નૈમિત્તિક),
એક કાર્ય બનવામાં બે કારણ કહ્યાં. નિમિત્ત કારણ અને ઉપાદાન કારણ. કાર્યરૂપે પરિણમે તે ઉપાદાન અને તેમાં સહકારી કારણ તે નિમિત્ત.
કારણની વ્યાખ્યા : ‘“યદ્માવામાવાનાં યયોત્પત્યનુત્પત્તિ તત્ તામિતિ।''
પ્રમેયરત્નમાલા ૧/૧૩
જેના સદ્ભાવમાં જે કાર્યની ઉત્ત્પત્તિ થાય અને જેના અભાવમાં તે કાર્યની ઉત્પત્તિ ન થાય તે પદાર્થને તે કાર્યનું કારણ કહેવામાં આવેલ છે.
શ્રી વીરસેન સ્વામીએ ધવલ પુસ્તક ૧૨ માં કહયું છે કે :
" यद्यस्मिन् सत्येव भवति नासति तत्तस्य कारणमिति न्यायात् ।'
ધવલ પુસ્તક ૧૨ પૃષ્ઠ ૨૮૯ જે જેની હયાતીમાં થાય છે અને હયાતીના અભાવમાં થતું નથી તેને તેનું કારણ કહેવામાં આવ્યું છે એવો ન્યાય છે. આસ-પરીક્ષામાં કહેલ છે કે :
..
"
"यत्र यदन्वयव्यतिरेकानुलम्भस्तत्र न तन्निमित्तकत्वं दृष्टम् ।'
જેનો જેની સાથે અન્વય-વ્યતિરેકનો અભાવ છે તે તેનું નિમિત્ત થઈ શકતું નથી.
तत्कारणकत्वस्यतदन्वयव्यतिरेकोपलम्भेन व्याप्तत्वात् कुलालकारणस्य घटादेः कुलालान्वयव्यतिरेकोपलम्भप्रसिद्धे :
~ આસપરીક્ષા પૃષ્ઠ ૪૦-૪૧
જે જેનું કારણ છે તેનો તેની સાથે અન્વય-વ્યતિરેક અવશ્ય હોય છે જેમકે કુંભારવડે બનાવવામાં આવતા ઘડામાં કુંભારનો અન્વય-વ્યતિરેક જગત પ્રસિદ્ધ છે.
એક ખુબજ માર્મિક સિદ્ધાંત ધવલપુસ્તક ૧૧ માં પ્રતિપાદન કરેલ છે :
"ण च कारणे अणवगए कज्जावगमो सम्मत्तं पडिवज्जने।"
~ ધવલ પુસ્તક ૧૧ પૃષ્ઠ ૨૦૧ જ્યાંસુધી કાર્યોત્પાદક હેતુ (કારણ)નું પરિજ્ઞાન-યથાથ જાણપણું નથી હોતું ત્યાંસુધી કાર્યનું પરિજ્ઞાન પણ પ્રામ થતું નથી. કાર્યના પરિજ્ઞાનથી Result Conciousness (લબ્ધલક્ષીગુણ)ની પ્રાપ્તિ તેમજ ધર્મ-અર્થ-કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થની પ્રવૃત્તિ હોય છે. ખેડુતને બીજ, ખાતર, પાણી, જમીન, આબોહવા, મોસમ વિ.ના પરિજ્ઞાનપૂર્વકજ પ્રવૃત્તિ કરતો જોવામાં આવે છે. ધંધા-રોજગારનું પણ એમ જ સમજવું. એક બીજી પણ અગત્યની વાત આ વિષયના સંદર્ભમાં ધ્યાનમાં રાખવા જેવી છે :
..
"अन्वयव्यतिरेकसमाधिगम्यो हि हेतुफलभाव : सर्व एव तावंतरेण हेतुता प्रतिज्ञामाव्रत ऐव कस्यचित्सा वस्तु- चिंतायामनुपयोगिनीति । प्रतिबंधक संद्भावानुमानमागमेऽ भिमतं तावदसति न घटते ।"
મૂલારાધના પૃષ્ઠ-૨૩
જગતમાં પદાર્થોનો સંપૂર્ણ કારણ-કાર્યભાવ અન્વયવ્યતિરેકથીજ જાણવામાં આવે છે.જેમ સહકારી (નિમિત્ત) કારણના અભાવમાં કાર્યની ઉત્પત્તિ (સિદ્ધિ) હોતી નથી તેવી રીતે પ્રતિબંધક કારણના સદ્ભાવમાં પણ કાર્યની સિદ્ધિ થતી નથી. સહકારી કારણ હોતાં પ્રતિબંધક કારણના અભાવમાં કાર્યની સિદ્ધિ થાય છે. અન્યથા નહીં. ભાગ્ય-નસીબ, કમનસીબ, હોનહાર, ભવિતવ્યતાની સમજ આમાં આવી જાય છે. દરેક શબ્દનું કોઈ વાચ્ય હોવું જોઇએ અને તે પણ અર્થપૂર્ણ.
: - ૧૧૯ -