________________
अवृत्ति-व्याधि-शोकानिनुवर्तेत शकितत:।
आत्मवत्सततं पश्येदपि कीटपिपीलिका:।। આજીવિકાના અભાવથી, શોક તેમજ વ્યાધિથી દુઃખી છે એવા પ્રાણીઓની સદૈવ પોતાની શક્તિ અનુસાર મદદ-સહાયતા કરવી જોઈએ. તેમજ કીડી-મંકોડા વિ. નાના જીવોને પણ પોતાની માફક તે પણ જીવ છે. (સુખ ઈચ્છે છે અને દુ:ખથી ડરે છે) એમ જોવા જોઈએ.
ભૂત-ભવિષ્ય અને વર્તમાનમાં વિહરમાન સર્વ તીર્થકરો એમ કહે છે અગરતો પ્રરૂપણા કરતા રહ્યા છે કે સર્વપ્રાણી, સર્વ ભૂત, સર્વ જીવ અને સર્વ સત્વોને ન તો મારવા જોઈએ, ન તો તેમની ઉપર હકુમત ચલાવવી જોઈએ, ન તો તેમને પરાધીન કરવા એટલે કે બાંધવા જોઈએ અને ન તો તેમને કોઈ પ્રકારનો ઉપદ્રવ કરવો જોઈએ. આજ ધર્મ શુદ્ધ નિત્ય અને શાશ્વત છે. લોકોને તેમજ સમસ્ત જગતના જીવસમુહને જાણીને તેમજ તેમના સંતાપ દુ:ખને સારી રીતે સમજીને જ્ઞાની પુરુષોએ સર્વને માટે એટલે કે ઉત્થિત તેમજ. અનુત્થિત, ઉપસ્થિત તેમજ અનુપસ્થિત, હિંસાથી વિરત તેમજ અવિરત, ઉપાધિ સહિત તેમજ રહિત, સંયોગી અગર અસંયોગી સર્વને માટે આજ ધર્મ કહ્યો છે. આજ ધર્મ તથ્ય છે તેમજ યથાર્થ છે. જિનપ્રવચનમાં પણ આજ વાત કહેવામાં આવેલ છે.
शीवमस्तु सर्वजगतः परहितनीरता भवन्तु भूतगणा:
. दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखीनो भवन्तु लोकः।। સારાયે જગતનું કલ્યાણ થાઓ. બીજાના હિતમાં છવો રચ્યા પચ્યા રહો. દોષોનો સર્વનાશ થાઓ અને સવઠેકાણે જીવો સુખી થાઓ.
- “તે પુરુષ જાણ સુમાર્ગશાળી, પાપ ઉપરમ જેહને ' સમભાવ જ્યાં સૌ ધાર્મિક, ગુણ સમુહ સેવન જેહને.” :
છેલ્લા શ્વાસ સુધી નિરંતર રહો આ સંયમી ભાવના, અધ્યાત્મ સ્થિતિમાં વહો મુજ ઉરે કલ્યાણની સાધના; આવે કાળ ભલે વિપદ શીર પર પડે ના દૂ:ખ કે વાસના, થાજે પ્રાપ્ત સુધર્મ અંત સમયે, એકે બીજી આશ ના.'
– સંતબાલજી He who is simply happy towards the achieveinents of all others, his achievement is far greater than the achievements of all the others combined.