________________
હતો. ટોળાને જોઈ ત્યાં આવ્યો. તેણે ભિખારીને જેલમાં પૂરી દેવાની ધમકી આપી. કોઈ અસર ભિખારી પર થઈ નહી. આ ટોળામાં એક વૃદ્ધ અનુભવી પુરુષ બધું જોઈ રહ્યા હતા. તેમણે બાજુની દુકાનમાં જઈ તાજો રોટલો લાવી આ ભિખારીને આપ્યો. ભિખારીએ બાકી રહેલો સડેલો રોટલો ફેંકી દીધો અને દોડતો ભાગવા લાગ્યો રખેને! તેનો રોટલો કોઈ પડાવી લે. વૃદ્ધ અનુભવી પુરુષ શિખામણનો એક શબ્દ પણ બોલ્યા ન હોતા.
अवाग् विसर्ग वपुषा 'मोक्षमार्गं निरुपयन्”
વચનથી કંઈપણ નહિ બોલવા છતાં પોતાના દેહથી (દેહનાં સમગ્ર અંગોની ચેષ્ટાથી) સત્પુરુષો મોક્ષમાર્ગનું નિરૂપણ કરતા હોય છે. સત્પુરુષોના સાનિધ્યમાં હિંસક પશુઓ પણ જન્મજાત વૈર-વૈમનસ્યને ભૂલી એકબીજા સાથે ક્રીડા કરવા લાગી જાય છે.
'अहिंसा तत्प्रतिष्ठायां तन्संनिधौ वैरत्याग : '
જ્ઞાનવૃદ્ધ પુરુષોની સેવાથી તેમના સાનિધ્યમાં રહેવાનો અપૂર્વ લાભ મળે છે. તેમના આચાર-વિચાર, રહન-સહન, સુખદુ:ખમાં તેમજ બધા ઢંદોમાં સમભાવ. ત્રસ-સ્થાવર જીવો પ્રત્યે અસીમ કરૂણાબુદ્ધિ. પાંચ ઇન્દ્રિયોના વિષયોથી નિરપેક્ષતા, કષાયોનો નિગ્રહ, ભગવાન મહાવીરના પ્રરૂપેલા મોક્ષમાર્ગના પ્રવાસી, પરમ નિગ્રંથદશાના ધારક, (૧૩) તેર પ્રકારના ચારિત્ર, (૮) અઠ્ઠાવીસ મૂળગુ”!" અને ચોરાસી લાખ ઉત્તર ગુણના ધારી, દુશલક્ષણ ધર્મના આરાધક, નિરંતર અનિત્યાદિ બાર ભાવનાઓના ભાવના, ક્ષુધાદિ ૨૨ પરિસહોને સમભાવપૂર્વક જીતનારા, જીવ અજીવ કૃત ઉપસર્ગોમાં અડોલ, અકંપ-નિશ્ચલ. દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ પાંચ આચારના ઉપાસક, એવા જ્ઞાની ભગવંતો પ્રત્યેક જીવની યોગ્યતા, દૃઢતા, ઉંમર વિ. અનેક પાસાઓને ધ્યાનમાં લઈ જે સુચનો આપે છે તેનાથી જીવમાં અનાયાસ અગર તો અલ્પપ્રયાસે ઘરમૂળ પરિવર્તન આવે છે. દરેક જીવો જુદા જુદા છે, તેમના કર્મો જુદાં જુદાં છે અને તેમની લબ્ધિ પણ જુદી જુદી છે. જ્ઞાની પુરુષની વેધક દ્રષ્ટિ આંખના પલકારામાં આ બધું જાણી પ્રસંગને ઉચિત સલાહ સૂચના કરે છે. આ બધું અનિર્વચનીય છે. જેનાથી ક્રમે કરીને અનાદિકાળથી અનુપલબ્ધ સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થતાં, સંસાર અને સંસારના ભાવોથી મુખ ફેરવી નાખી અણુમાત્ર પણ આ જગતમાં મારૂં નથી એવો અચિન્ય ભાવ તેમજ મારૂં સુખ મારા વીતરાગભાવમાં રહેલું છે, મારા આત્માથી અન્ય જગતના કોઈ બીજા પદાર્થમાં રહેલ નથી એવો નિરાલંબનભાવ હૃદયંગમ થતાં ભવભ્રમણનો થાક ઉતરતાં અનુપમ શાંતિનો અનુભવ કરે છે.
'‘ભેદ વિજ્ઞાન જગ્યો જીનકે ઘટ, શીતલ ચિત્ત ભયો જીમ ચંદન; કેલી ક૨ે શિવમારગમેં જગમાંહી જિનેશ્વર કે લઘુનંદન.''
ભગવાનનો નાનો બાળક' કહયો. આનાથી ચઢિયાતી કઈ ચીજ અગર સન્માન ત્રણ જગતમાં રહેલ છે ?
वैयावच्चं निययं करेह उत्तमगुण धरंताणं । सव्व किर पडिवाइ, वैयावच्चं अप्पडिवाइ ||
ઉત્તમગુણ ધારણ કરનારાઓની નિરંતર વૈયાવચ્ચ કરવી. બધા ગુણો પ્રતિપાતિ છે જ્યારે વૈયાવચ્ચ ગુણ અપ્રતિપાતિ છે. એટલે કે એકવાર જીવનમાં ઉતર્યા પછી વિલય પામતો નથી. પરંપરાએ સ્વર્ગ–મોક્ષનો દાયક છે.
Great things are not accomplished by physical strength and agility, but through consultation, authority and mature wisdom, which old age, far from lacking, is endowed with abundantly... -Cicero
- ૭૨ –