________________
કાર્યોથી આકર્ષાઈ શ્રેણિક રાજાએ (પોતાના બીજા પુત્રો હોવા છતાં) અભયકુમારને રાજ્ય સોંપવાનો નિર્ણય કર્યો અને અભયકુમારને તેનો સ્વીકાર કરવા જણાવ્યું. અભયકુમારે ઉત્તર આપ્યો કે હે પિતાજી! મારી મનોવૃત્તિ હવે પરલોક સંબંધી પરમાર્થ સાધવા તરફ ઉત્સુક છે, મને આ રાજ્યની બીલકુલ ઈચ્છા નથી. આગળ કહે છે કે પિતાજી! આપ સારી રીતે જાણો છો કે મનુષ્ય પોતાનું સમગ્ર જીવન અને સર્વસ્વ અક્ષય એવા મોક્ષસુખની પ્રાપ્તિ અર્થે વાપરવાં તેમાં તેની બુદ્ધિમતા રહેલી છે. છેવટની અવસ્થામાં પણ રાજ્યાદિકનો લોભ અને વિષયાસક્તિથી છૂટી પરમાર્થને ન સાધે તો તેણે અણમોલ અને અત્યંત દુર્લભ એવા મનુષ્યજન્મને પામી શું સાધ્યું? આત્મસાધના સિવાય કોઈ ઈચ્છા મારા મનમાં રહી નથી. હું આપને અત્યંત નમ્રતાપૂર્વક અને બે હાથ જોડીને વિનંતી કરૂં છું કે આપ આ રાજ્ય બીજા ભાઈઓને સોંપો. શ્રેણિક રાજાએ અનેક પ્રકારે સમજાવ્યા છતાં સંતોષવૃત્તિના ધારક અને આત્મજાગૃતિવાળા અભયકુમાર મક્કમ રહ્યા, અને રાજ્યનો સ્વીકાર ન કર્યો અને પિતાની આજ્ઞા મેળવી ભગવાન મહાવીર પ્રભુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું; અને બાકીનું આયુષ્ય ધર્મધ્યાનમાં વ્યતીત કરી અંતીમ સંલેખનાપૂર્વક પંચપરમેષ્ઠિના સ્મરણ સહિત આ નશ્વર દેહનો ત્યાગ કરી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી મનુષ્યભવ ધારણ કરી તેજ ભવે મોક્ષ પામશે.
भयाशास्नेहलोभाच्च कुदेवागमलिङिगनाम् । प्रणामं विनयं चैव न कुर्युः शुद्धदृष्टयः ॥
સમ્યદ્રષ્ટી જીવોએ ભય, આશા, સ્નેહ અગર તો લોભ (લોકલજ્જ આમાં ગર્ભિત છે)ના કારણે કુદેવ, કુશાસ્ત્ર કે કુલિડિગઓને નમસ્કાર કે તેમનો વિનય ન કરવો જોઈએ.
—; he ph :~
રામાયણના યુદ્ધમાં શ્રીરામ અને રાવણ એક બીજા સામે બાણનો વરસાદ વર્ષાવતા હતા. તે વખતે યુદ્ધભુમિપર રામ પુણ્યબંધ કરતા હતા તેમજ પોતાના પયોગ્ય નિર્જરા પણ થતી હતી. જ્યારે રાવણ તીવ્ર પાપબંધ કરતો હતો. પોતાની ધર્મપત્ની સીતાને દુશ્મનના હાથમાંથી છોડાવવા (ઉત્તરદાયિત્વ નિભાવવા) તેમજ પ્રજાપર વીરત્વનો સુંદર દાખલો બેસાડવા અને ન્યાય-પ્રાપ્ત પરિગ્રહનું રક્ષણ કરવારૂપ જેતે સ્થાનને યોગ્ય વિશુદ્ધતાના કારણે રામ પુણ્યબંધ કરતા હતા જ્યારે રાવણ પરસ્ત્રીલંપટતા અને અન્યાયવિષયભોગની પ્રાપ્તિના પ્રયોજન યુક્ત સંકેલેશ ભાવથી પાપબંધ કરતો હતો. તેના પરિણામ સ્વરૂપ (યુદ્ધનો અંત આવતાં) રાવણ રણભૂમીપર દેહનો ત્યાગ કરી નરકમાં ઉત્પન્ન થયો અને શ્રીરામ પાછલી અવસ્થામાં રાજ્યનો ત્યાગ કરી જિનદીક્ષા ગ્રહણ કરી ધ્યાન અને અધ્યયનથી સર્વકર્મનો ક્ષય કરી મોક્ષ પામ્યા. સિતાનો જીવ બારમાં સ્વર્ગમાં ઉત્પન્ન થયેલ છે. એજ રાવણનો જીવ ભવિષ્યમાં જૈનધર્મમાં તીર્થંકર થશે. અને સિતાનો જીવ તેમના પટશિષ્ય ગણધર થશે. સંસારમાં આવી વિચિત્રતા જોઈ મનુષ્યે વૈરાગ્યપૂર્વક જીવન વિતાવી જિનમાર્ગમાં રત રહી મોક્ષમાર્ગ તરફ ડગલે ડગલે આગળ વધી આ મનુષ્ય જીવન સફળ કરવું તેના જેવું બુદ્ધિમતાનું કામ બીજું કોઈ નથી. સર્વ અવસર આવી ચૂકયો છે.
जलेसे मरइ तल्लेसे उवज्जइ
જીવ જે લેશ્યા સહિત મરણ પામે છે તેવી જ લેશ્યા સહિત અન્યગતિમાં ઉપજે છે.
પીત, પદ્મ અને શુકલ એ ત્રણ શુભ લેશ્યાઓ છે. જ્યારે કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ અશુભ લેશ્યાઓ છે. મનુષ્ય તેમજ તિર્યંચ ગતિમાં સંશી, પર્યાપ્ત, જાગૃત દશામાં પીત, પદ્મ અગર શુકલ લેશ્યા સહિત જીવનેજ પ્રથમોપશમ સમક્તિ થાય છે. નરકમાં અશુભલેશ્યામાં પણ પ્રથમોપશમ સમક્તિ થાય.
- ૭૯ -