Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 110
________________ હોય છે. ન ખાવા જેવી વસ્તુ પણ ખાય છે. ખાતાં ખાતાં નીચે પડી ગયેલ વસ્તુ ધોઈ સાફ કરી કે સાફ કર્યા વગર પણ ખાઈ જાય છે. થાળીમાં. આજુબાજુ ચોટી ગયેલી વસ્તુ ખાસ કરીને ચટણી વિ. ચાટી ચાટીને ખાઈ જાય છે. ભોજનનો લંપટી હલકા આચારવાળો હોય છે. ભોજનના લંપટીની લજજા નાશ પામે છે. કારણકે સંસારમાં જિહવા ઈન્દ્રિય અને કામ વાસનાને વશ થઈ પોતાની માન-મર્યાદા, સ્થાન-માન, કુટુંબનો મોભો વિ. બધું ભૂલી નરક તિર્યંચમાં અસંખ્ય ભવોમાં ભ્રમણ કરાવનાર મહાનિંદ્ય કાર્યો કરે છે. સંસારમાં પરધનની વાંછા, પરસ્ત્રીની અભિલાષા અને ભોજનની લંપટતા લાજ-શરમને નેવે મૂકાવે છે. ભોજનના લંપટીને ભક્ષ્ય અભણ્યનું ભાન રહેતું નથી. નીચ ઘરમાં જઈને પણ પોતાની માન-મર્યાદાને નેવે મૂકી ભોજન કરવા બેસી જાય છે. બીડી હોવાના વ્યસનવાળો સામે બેઠેલા મુરબ્બીઓને જોતો નથી. તેમની માન-મર્યાદા સાચવતો નથી. બીડી પીવાની તલપ લાગી હોય તો ભિખારી પાસેથી પણ બીડી માંગીને પીવે છે. દિવાસળીની પેટી માગે છે. લાગુણ હોય તો આ બધાં કાર્યોથી શરમના માર્યા પણ બચી જવાય છે, અને કુસંસ્કારો ઘર કરી શકતા નથી. ભરબજારમાં ઉભા ઉભા અગર ચાલતાં ચાલતાં ખાવું, બિભત્સ નાટક-સિનેમા તથા જાહેરખબરો જોવી, અયોગ્ય સ્થળોમાં ભટકવું, પરસ્ત્રી અગર પર પુરુષ સાથે રસ્તા વચ્ચે ઉભા રહી નિર્લજજ પણે વાતો કરવી, કુચેષ્ટા કરવી. દારૂના અડ્ડા આગળ કે પાનના ગલ્લા આગળ ભેગા થઈ બિભત્સ વાતો, ગામ ગપાટા, કુચેષ્ટાઓ કરવી અને ખડખડ હસવું વિ. તથા રાતના બાર વાગે પાઉ ભાજી ખાઈને ઘેર જવું આ બધાં નિર્લજજતાનાં લક્ષણો છે. લેણદાર મુદત પૂરી થયે ઉઘરાણી કરવા આવે તેને તમારાથી થાય તે કરી લો’ એમ કહેવું એમાં નિર્લજજતા સિવાય બીજું શું છે? ગુજરાતીમાં એક કહેવત છે : જેને મૂકી લાજ તેનું નાનું સરખું રાજ' અમુક જાતિના સમાજમાં સ્ત્રીઓ તેમના પતિને (એ લોકો ઘણી' કહે છે) એટલે કે ધણીને તું કહીને બોલાવવાની જુગજુગ જૂની પ્રચલિત પ્રથા છે. આજકાલ તો બધાં સમાજમાં પણ સ્ત્રીઓ તેમના પતિને તું કહીને બોલાવતી થઈ ગઈ છે. ઘરમાં ઉષ્માભર્યું પવિત્ર વાતાવરણ નિર્માણ થવામાં જુગજુગથી પતિને તમે કહીને બોલાવવાની પ્રથામાં સભ્યતા તેમજ બુદ્ધિમતા રહેલી છે. હાઈકોર્ટના ન્યાયાધીશને તેની અંગ્રેજી ચાર ચોપડી ભણેલી સ્ત્રી ‘તું કરીને બોલાવતી સાંભળીએ તો તેની આપણા પર કેવી છાપ પડે છે તે ખુબજ વિચાર માગી લે છે. ઘરમાં સ્ત્રીએ પતિને તમે' કહીને બોલાવવાનો રિવાજ શરૂ કરવામાં આવે તો એ ઘરની શોભા તેમજ સુખશાંતિની આધારશીલા રૂપ આદર્શ ઘરનું નિર્માણ કરવામાં કારણભૂત થશે. 'તું' એ તુચ્છકારવાચક શબ્દ છે જ્યારે ‘તમે’ માનવાચક શબ્દ છે. પતિને માનવાચક ‘તમે' શબ્દથી બોલવવામાં સ્ત્રીઓએ કંઈ ગુમાવવાનું નથી અને લાભ ઘણા છે જેનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી. અંગ્રેજી ભાષામાં You શબ્દ જેવો કોઈ શબ્દ ગુજરાતી ભાષામાં હોત તો આ તું અને તમેનો વિવાદ જ ન રહેત. શાસ્ત્રોમાં અનેક પતિવ્રતા-શીલયુક્ત સ્ત્રીઓની કથાઓ આવે છે તેમાં ક્યાંય પતિને તેમની સ્ત્રીએ ‘તું' કહીને બોલાવતી કદી વાંચવામાં આવેલ નથી , લગ્ન સમારંભ પતી ગયા પછી સિતાજી પોતાના પતિ રામચંદ્રજીની સાથે તેમના ઘેર જવા તૈયાર થઈ રથમાં બેસવાની તૈયારી કરે છે ત્યાં જનક રાજાએ આવી પોતાની વહાલસોયી પુત્રીને છાતી સરસી ચાંપી નીચે પ્રમાણે ઉપદેશ આપી વિદાય કરી, “હે પુત્રી! પતિના ઘેર આવવા પર તેમનો સત્કાર કરવા ઉભા થઈ તૈયાર રહેવું. જે કંઈ કહે તે અત્યંત નમ્રતાપૂર્વક સાંભળવું અત્યંત મૃદુત્વરે વિનયપૂર્વક તેમની સાથે વાતચીત કરવી. તેમની સાથે બેસવા ઉઠવામાં તેમના ચરણકમળ પર દ્રષ્ટિ રાખવી. તેમનાં બધાં કાર્યો બનતા સુધી નોકર પાસે ન કરાવતાં જાતે કરવાં. -૯૭ –

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156