________________
હે જીવો ધર્મનો સાર સાંભળો અને સાંભળીને જીવનમાં ઉતારો, આચરણમાં ઉતારો. “પોત એવું આચરણ બીજા પ્રત્યે ન કરો.
Do not do unto others what you wish others not do unto you. - Jesus wept...
Shortest sentence in Bible. છાતીમાં ખીલા ઠોકનાર-હત્યારાઓ પ્રત્યે દયા આવતાં જિસસ ક્રાઈસ્ટના આંખમાં આંસુ આવ્યાં.
સંગમદેવે એક રાતમાં ભગવાન મહાવીર પર ૨૦ ઉપસર્ગ (એકથી બીજે ચઢિયાતો) કર્યા. ભગવાન પોતાના જ્ઞાન-ધ્યાનથી તેમજ સમભાવથી જરીયે ચલાયમાન ન થતા જોઈ આખરે છ માસ પછી (દરરોજ અનેક ઉપસર્ગ કરતાં છ માસ વીત્યા બાદ) સંગમ પોતાના સ્થાને પાછો ચાલ્યો ગયો. શાસ્ત્રકાર કહે છે :
कृतापराधोऽपि जने कृपामन्थनतारयोः।।
ईषद्बाष्पार्द्रयोर्भद्रं श्री वीर जिननेत्रयोः।। પોતાને આવો ભયંકર ઉપસર્ગ–અપરાધ કરનાર પર પણ કૃપાદૃષ્ટિથી જેનાર ભગવાન મહાવીરની આંખમાં (દયાદ્રતાથી આંખ ભીની થતાં) આંસુ આવ્યાં. (અરે! આ સંગમની શું દશા થશે?).
हिंसादिषु इह अमुत्र अपाय अवद्य दर्शनम्।। ४ ।। ૩:વમેવ વા || |
– તત્ત્વાર્થસૂત્ર અધ્યાય - ૭ હિંસાદિ પાંચ પાપોમાં આ લોક તેમજ પરલોકમાં આપત્તિ અને અનિષ્ટ રહેલું છે એમ જાણવું. તેમાં માત્ર દુ:ખ જ દુ:ખ છે. સર્વ આશ્રમનું હૃદય, સર્વ શાસ્ત્રોનો મર્મ અને સર્વ વ્રત-ગુણોનો સારભૂત પિંડ અહિંસા (દયા) જ છે.
: -- ભગવતી આરોધના દર | “સર્વ પાપોનું મૂળ હિંસા છે, કર્મોનું મૂળ મિથ્યાત્વ છે; રોગોનું મૂળ ધાતુક્ષય છે અને સર્વ અપરાધોનું મૂળ લોભ છે.”
હે મુનિ! આત્મામાં ઉપયુક્ત થઈને અથવા ઉપયોગની સાવધાનીપૂર્વક મન-વચન અને કાયાના જોગથી તેમજ કત-કારિત અને અનુમોદના એમ નવ પ્રકારે છે કાય જીવોની હિંસા જાવજીવ પરિહરો' પર
– ભગવતી આરાધના / ૭૭૫ / - જેમ તમને દુ:ખ ગમતું નથી તેમ બીજા જીવોને પણ તે ગમતું નથી, એમ જાણીને સદાય બીજા સર્વ જીવોને પોતાના સમાન સમજીને તેમના પ્રત્યે પોતાના આત્માની જેમ પ્રવર્તે.
– ભગવતી આરાધના / ૭૬ | आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन।
सुखं वा यदि वा दुःखं स योगि परमोमत:॥ .. હે અર્જુન પોતાના આત્માની માફક સર્વ જીવોને સુખ તેમજ દુઃખ થાય છે એમ જે સારી રીતે સમજે છે જાણે છે તેને પરમયોગી માનવામાં આવેલ છે. '
રે આત્મ તારો આત્મ તારો શીધ્ર એને ઓળખો સર્વાત્મમાં સમદષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો.”
શ્રીમદ રાજચંદ્ર આ વચનને હૃદયે લખો' એવો વાક્ય પ્રયોગ બીજે કોઈ ઠેકાણે શ્રીમદ્જીએ કરેલ જોવામાં આવતો નથી.'
प्राणायथाऽऽत्मनोऽमीष्टा भूतानामपि ते तथा।
आत्मौपम्येन भूतानां दयां कुर्वति मानव:।। પોતાને જેમ પોતાના પ્રાણ (ઉપલક્ષણથી સ્ત્રી, પુત્ર, ધનાદિ સંપત્તિ) પ્રિય છે, એજ રીતે બીજા જીવોને પણ પોતાના પ્રાણ પ્રિય છે. તેથી તે મનુષ્ય! તું પોતાની માફક સર્વ જીવો પ્રત્યે રહમભાવ, દયાભાવ રાખ!
- ૧૦૧ - -