Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 127
________________ ૩. પ્રચ્છન્નમાયા (છાનુંમાનું પાપ કરવું, છાનુંમાનું ઘરમાં ખાવું) ૪. કુડકપટ ૫. વંચનતા (બીજાને છેતરવું). ૬. અસત્વરૂપણા (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવપણે સ્થિત પદાર્થનું અન્યરૂપે નિરૂપણ કરવું.) ૭. ન્યાસાપહાર (બીજાની થાપણને ઓળવવી) ૮. Úવ્યતિકર (પોતાનું કાર્ય સાધવા જાણી જોઈને ગાંડા થવું, ગાંડા જેવું વર્તન કરવું.) ૯. ગુઢા ચારિત્વ (માયાવડે ગુમ વિચરવું, ધીરે ધીરે કોઈની નજર ન પડે તેમ નીચા નમી ચાલવું) ૧૦. કુટિલમતિ - વક્રતા ૧૧. વિશ્વાસઘાત. -: લોભના પ્રકાર (પર્યાય વાચક શબ્દો) :– ૧. લોભ (સામાન્ય લોભ) ૨. અતિસંચયશીલતા (લોભના કારણે એક જાતની અગર ઘણી જાતની વસ્તુઓનો અતિ સંચય કરવો) ૩. કિલષ્ટત્વ (લોભ વડે કરીને મનની કલુષતા). ૪. અતિમમત્વ (ચીજવસ્તુઓ પર અત્યંત મમતાભાવ) (ચમડી તુટે પણ દમડી ન છૂટે) ૫. કલ્પાન્નનો અપરિભોગ (ભોગવવા યોગ્ય સુંદર અન્ન વસ્ત્રાદિની સુલભ ઉપલબ્ધિ હોવા છતાં ભોગવવી નહીં અને તેને ઠેકાણે હલકાં, સસ્તાં અન્નાદિ તેમજ જર્જરિત કપડાં પહેરવાં, સડેલાં શાકભાજી, ફળ ફેંકી ન દેતાં સાફ કરીને બાકીનો ભાગ ખાવો. ૬. નષ્ટ-વિનઝાકલ્પ (ભોગવવા યોગ્ય ચીજવસ્તુઓ ન વાપરતાં ખુણામાં, માળીયામાં મૂકી રાખવી, સડી જાય, કાટ ચઢી જાય પણ વાપરે નહીં) ૭. સદા-સર્વદા તભાવ ભાવના (લોભના કારણે ઘર વિ. તેમજ સગવડતાના સાધનોનો વારંવાર મનમાં વિચાર કરી ગલગલીયાં કરવાં. બીજાને બતાવવાં વિ.) ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કષાય જન્મમરણના પ્રવાહરૂપ મહાન સમુદ્રમાં ડુબાડનાર છે. આત્માના સહજ સ્વાભાવિક સુખના ઘાતક છે. કષાયની વ્યુત્પત્તિ (કષ = સંસાર અને આય = પ્રાપ્તિ) જેનાથી સંસારની પ્રામિ-વૃદ્ધિ થાય તેને જિનશાસનમાં કષાય કહેલ છે. ધર્મનું મૂળ દયા છે અને દયાનું મૂળ કોમળ પરિણામ છે. “સરળ વ્યક્તિને માટે સ્વીકૃતિ અને સાધના બંને સરળ છે" "જ્યાં અનાગ્રહ, નમ્રતા અને સરળતા છે ત્યાં સુસંસ્કાર શિક્ષા અને સદ્દબુદ્ધિના અંકુરો ચિત્તમાં રહે છે." ક્રોદાદિ નિજભાવો તણા ક્ષય આદિની જે ભાવના; ને આત્મગુણ ની ચિંતના નિશ્ચયથી પ્રાયશ્ચિતમાં | ૧૧૪ | છતે ક્ષમાથી, ક્રોધને, નિજ માર્દવેથી માનને આર્જવ થકી માયા ખરે, સંતોષ દ્વારા, લોભને / ૧૧૫ || -- શ્રી નિયમસાર ક્રોધાદિ કષાયોને રોકીને, ઉત્તમ ક્ષમાદિ ગુણ ધારણ કરીને આત્માને ઉજ્જવળ કરો. સમસ્ત વ્યવહાર કપટ રહિત થઈને કરો. પારકાના ઉજ્જવળ યશ, વૈભવ, ઐશ્વર્ય, ઉત્તમ વિધા આદિ પ્રભાવ દેખીને અદેખાઈરૂપ મલિનતા છોડી સંતોષરૂપ શૌચધર્મ અંગીકાર કરો. - ૧૧૪ -

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156