Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 128
________________ ~: કામીપુરુષની આઠ ચેષ્ટાઓ :— ૧. ચિંતવન (તે સ્ત્રી સંબંધી વારંવાર વિચાર કર્યા કરવો.) ૨. કિર્તન (તેનાં વખાણ કરવાં) ૩. ભાષણ (તેની સાથે કોઈપણ બહાને વાત કરવાનો પ્રસંગ ઉભો કરવો) ૪. કેલી (તેની સાથે રમત-ગમત, નાટક-સિનેમા જોવામાં લીન થવું) ૫. સ્પર્શન (તેના અંગને સ્પર્શ કરવો, કંઈ નહિ તો પગનો અંગુઠો) ૬. દર્શન (તેને જોવી-તેના અંગને જેવું) ૭. વિભ્રમ (બીજી અક્કલહીન ચેષ્ટાઓ કરવી.) ૮. હાસ્ય (હસી-મજાક કરવી). પરવસ્તુમાં સુખ આપવાનો કોઈ સ્વભાવ નથી. બાહ્ય સામગ્રીથી સુખી થઈશ એ જીવનો અનાદિકાળનો ભ્રમ છે. (Illusion) મોહ છે. લોખંડના સળીયાઓ, સિમેન્ટ, રેતીમાં સુખ આપવાની શક્તિ હોત તો લોખંડ સિમેન્ટના કારખાનાવાળાઓનો જગતના મહાન ચિંતક Philosopher માં સમાવેશ થાત પણ જગતના સદ્ભાગ્યે હજુ સુધી તેમ બન્યું નથી. જેમ વ્યક્તિને માટે Individual Character છે. તેમ દેશને માટે National Character છે. કોઈપણ દેશની શાંતિ કાયદો અને વ્યવસ્થાનું પાલન દેશના માણસોના આ ષડ્ડિપુ (કામ, ક્રોધ, માન, માયા, લોભ અને હર્ષ) પર ઓછાવત્તા અંકુશ પર રહેલો છે. કેટલા પ્રમાણમાં તે નિયંત્રણમાં છે કે બહાર છે તેના પર. Law and order situtation and peaceful co-existence of the subject of any nation depends upon the character of a nation and its every citizen and not on abandant supply of wealth and science and technology. દુનિયાના સમૃદ્ધ દેશોમાં વિપુલ સામગ્રીનો પુરવઠો છે. સાયન્સ અને ટેકનોલોજીમાં પણ મોખરે છે. તેની સાથે crisis of character પણ એટલીજ છે. તે ઉપરાંત ગુન્હાખોરી, ડ્રગ એડીક્ટસ, અને સામાજિક દૂષણો પણ ક્યાં ઓછા છે ? તેનું કારણ આ ષડ્ડિપુને નિયંત્રણમાં રાખવા વર્તમાન શિક્ષણ પદ્ધતિની નિષ્ફળતા છે. અને શિક્ષણનાં માધ્યમ ટી.વી. વિ. માં બિભત્સ અને હિંસાખોરીનાં દ્રષ્યો છે. કુમળા બાળકોની અને તેમના ભાવિની કુસેવા આ ફિલ્મકારો કરી રહ્યા છે. અને સરકારને કે સેન્સર બોર્ડને કંઈ પડી નથી, અગર તો સમજવા જેટલી અંગમબુદ્ધિ નથી. To see the trouble long before it becomes an emergency is the true quality of foresightedness A Statesman thinks of the next generation A Politician of the next election. "For all the short falls, ruins. devastations and economic crisis or other calamities, man-made or acts of nature, the world would still have been happy if there was no crisis of character." -- ૧૧૫

Loading...

Page Navigation
1 ... 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156