________________
નં.-૩૧
—: દયાવાન :—
ભગવાન ઋષભદેવે પોતાના સો પુત્રોને સંબોધીને નીચે પ્રમાણે કહ્યું :
तिविहेण विपाण मा हणे आयहिते अणियाणं संवुडे । एवं सिद्धा अणंतसो, संपइ जे अणागयावरे ॥
હે પુત્રો! તમે આત્મહિતની ખાતર એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયસુધીના પ્રાણી, જીવ માત્રની મન, વચન અને કાયાથી હિંસા કરશો નહી અને પોતાની ઈન્દ્રિયોને વાસના તરફ ઘૂમવા દેશો નહી. બસ આ પ્રમાણે વ્રતના પાલન કરતા રહેતાં ભુતકાળમાં અનંત જીવો મોક્ષે ગયા છે વર્તમાનમાં જઈ રહ્યા છે અને ભવિષ્યકાળમાં પણ જશે.
નિર્ગંથ પ્રવચન પાન-૧૯૫
અતીતૈ: ભાવિમિશ્રાવિ વર્તમાન : ર્વેનિનૈ:। सर्व जीवा न हंतव्या एष धर्मो निरुपित: ।।
ભુત-ભવિષ્ય અને વર્તમાનમાં વિચરતા સર્વ જિનેશ્વરોએ ‘કોઈ જીવની હિંસા કરશો નહી' એ ધર્મ નિરૂપણ કરેલ છે.
दमोदेवगुरुपास्तिर्दानमध्ययनं तप: । सर्वमप्येतदफलं हिंसा चेन्न परित्यजेत् ॥
દેવપૂજા, ગુરૂની વૈયાવચ્ચ, દાન, સ્વાધ્યાય, સંયમ અને તપ એ છ ગૃહસ્થનાં નિત્યકર્મો હિંસાના ત્યાગપૂર્વક
ન કરવામાં આવે તો સઘળાં નિષ્ફળ છે.
गृहकार्याणि सर्वाणि दृष्टितानि कारयेत्
ઘરનાં સર્વકાર્યો દેખભાલ કરીને (કોઈજીવની હિંસા ન થાય તે જોઈને) કરવાં જોઈએ.
आसनं शयनं यानं मार्गगमन्यश्च वस्तुयन् ।
अदृष्टं तन्न सेवेत यथाकालं भजन्नपि ।।
સમયે સમયે ખપ પડતા આસન એટલે ખુરશી, ચટાઈ વિ. શયન કહેતાં પથારી, વાહન કહેતાં મોટર, સાયકલ, ઘોડાગાડી .વિ. વાપરતાં તેમજ રસ્તે ચાલતાં, જતાં પસાર થતાં તેમજ બીજી વસ્તુઓનો ઉપયોગ કરતાં, વાપરતાં, દેખ્યા, શોધ્યા વગર ન કરવાં.
— સાગાર ધર્મામૃત સટીક પાન-૧૨૦
‘“યા ધર્મકો મૂલ હૈ, પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છાંડીએ, જબ લગ ધટ મેં પ્રાણ.’' દયા ધર્મનું મૂળ છે અને પાપનું મૂળ અભિમાન (અભિમાન મદ) છે.
=
પરવસ્તુમાં પોતાપણાની બુદ્ધિપૂર્વક તેનો
संसारे मानुष्यं सारं, मानुष्ये च कौलिन्यम् । कौलिन्ये च धर्मित्वं, धर्मित्वे चापि सदयत्वम् ॥
- ૯૯ -
સંસારમાં મનુષ્યભવ સારરૂપ છે. મનુષ્ય ભવમાં કુલિનપણું સારરૂપ છે. કુલિનતામાં ધર્મનું સેવન સારરૂપ છે અને ધર્મપાલનમાં દયાળુપણું સારરૂપ છે.