________________
નં.-૩૩
– પરોપકાર (દાન) :પરોપકાર એ દાનનો પર્યાયવાચક શબ્દ છે:
परस्यानुग्रहार्थं स्वस्यातिसर्गो दानम् ।। ३८ ।। વિધિદ્રવ્ય પાત્ર વિશેષાંક :II રૂ .
– ‘સવર્થસિદ્ધિ' (તસ્વાર્થ સૂત્રની ટીકા) પાન-ર૮૧ બીજાના ઉપર ઉપકારને અર્થે પોતાના (ધનાદિનો) ત્યાગ કરવો તેને દાન કહેલ છે અને તે ત્યાગ કરવામાં આવતી એટલે કે આપવામાં આવતી ચીજ-વસ્તુ, વિધિ (Grace), દાતાર અને પાત્ર (જેને દાન કરવામાં આવે છે તે વ્યક્તિ) ની વિશેષતામાં તેની ગુણવત્તા રહેલી છે. દ્રવ્ય (વસ્તુ) ૧) આહારદાન, ૨) ઔષધદાન, ૩) જ્ઞાનદાન, ૪) અભયદાન આ ચાર પ્રકારના દાન જિન
શાસનમાં બતાવેલ છે. આ ચારે પ્રકારના દાન તદ્દન જીવન આવશ્યક (Bare necessities of life) અને આત્મોન્નતિ (Spiritual uplift) ને અર્થે છે. આ દાનમાં પણ પ્રાસુક આહાર તેમજ ઔષધ પણ પ્રાસુક હોવા જોઈએ. જ્ઞાનદાન અને અભયદાન સ્વભાવથી જ પ્રાસુક છે.
બંદુક-તલવારાદિ તેમજ હાથી, ઘોડા, વાહનાદિ હિંસાના ઉપકના દાનનો જિનશાસનમાં અત્યંત નિષેધ કરેલો છે. આ પ્રકારના દાન આપનાર તેમજ લેનાર બંને અધોગતિમાં જાય છે. એક વિદેશી તત્ત્વચિંતકે કહ્યું છે:
'Who are more criminal and to be denounced of the two ? Those who manufacture weapons of mass destruction and sell them or those who buy and use them?'
આજકાલ દુનિયામાં આંતકવાદ અને સામે માનવ અધિકારની દરરોજ વર્તમાન પત્રોમાં ખબરો આવે છે. Vize 'Live and let live (including animals) 'Forbear and forgive 344 Thou shall not kill' વિ. અહિંસાના સિદ્ધાંતો તેમજ અહિંસકભાવમાં પોતાનું જ સુખ સમાયેલું છે એ જગતના જીવોને સમજાશે નહિ ત્યાં સુધી આતંકવાદ અને Security'નું પુનરાવર્તન થયાજ કરશે. ૮: - ''.. વિધિ: મુનિને નવધા ભક્તિપૂર્વક આહારદાન કરવું જોઈએ. બાકી અર્જિકા, શ્રાવક, શ્રાવિકાને જેની તેની યોગ્યતાપૂર્વક સન્માન, ઉષ્માભર્યો આવકાર તેમજ મિષ્ટ ભાષણપૂર્વક. ઉત્તમપાત્રને દાનનો લાભ મળતાં ગૃહસ્થ પોતાને ધન્ય સમજે છે. તેને અપૂર્વ લાભ ગણે છે. દાતાર : જેનામાં નીચે જણાવેલ આઠ લક્ષણો હોય તેને જિનશાસનમાં દાતાર કહેલ છે. (દાતારના ૮ ગુણ) ૧) ભક્તિ, ૨) પ્રસન્નવદન, ૩) શ્રદ્ધા, ૪) વિજ્ઞાન, ૫) સાત્વિકતા, ૬) ક્ષમતાવાન (દાન આપવાની શક્તિવાળો), ૭) ક્ષમાવાન અને ૮) મત્સરતા રહિત (બીજા કોઈ દાતારને પોતાનાથી અધિક દાન કરતો જોઈ તેની અદેખાઈ ન કરતાં તેની અનુમોદના કરે.). પાત્ર: નિગ્રંથ મુનિ સમાન ઉત્કૃષ્ટ પાત્ર જગતમાં નથી તેમના પછી આર્જિકાદિ છે.
ધર્મબુદ્ધિપૂર્વક કરવામાં આવતા આહારાદિ પ્રાસ્ક દાનમાં ઉત્તમ પાત્ર, મુનિ, આર્જિકા, મધ્યમ પાત્ર પડિમાધારી. શ્રાવક, શ્રાવિકા અને જધન્ય પાત્ર અસંયમી સભ્યદ્રષ્ટિ ગ્રહસ્થ. બાકી બધા અપાત્ર છે અને હિંસાદિથી આજીવિકા કરનાર, વિષયલંપટ તેમજ તીવ્ર કષાયી જીવો બધા કપાત્ર છે. આ બધાનો બરાબર વિચાર કરી
- ૧૦૫ -