________________
વિચક્ષણ બુદ્ધિવાન ગૃહસ્થ, શ્રાવક, દાનની પ્રવૃત્તિ કરે છે. જેના જીવનમાં દાન નથી તેને પશુ સમાન અને જેના ઘરમાં દાનની પ્રવૃત્તિ નથી, પાત્ર જીવને આવકાર સન્માનાદિ નથી તે ઘરને શાસ્ત્રોમાં શ્મશાન ગણેલ છે. “ શ્રેયાંસ રાજાએ ભગવાન 2ષભદેવને બારમાસના ઉપવાસ પર ઈક્ષ-શેરડીના રસથી પારણાં કરાવ્યાં અને તેના ફળસ્વરૂપ જૈનધર્મની ઉત્કૃષ્ટ આરાધનાપૂર્વક મુનિવ્રત અંગીકાર કરી તેજ ભવે કર્મોનો ક્ષય કરી ભગવાન ઋષભદેવ પહેલાં મોક્ષગતિને પામ્યા. ચંદનબાળાએ અટપટા અભિગ્રહધારી નિગ્રંથ નિંદશામાં સ્થિત ભગવાન મહાવીરને અડદના બાકળાનું આહારદાન કર્યું અને તેના ફળસ્વરૂપ ભગવાન મહાવીરના ચતુર્વિધ સંઘમાં આર્જિકાની નાયક બની.
શ્રીષેણરાજા આહારદાનના પ્રતાપે ભવાંતરે આ ચોવીશીમાં શ્રી શાંતિનાથ નામધારી ૧૬મા તીર્થંકર થયા. “અનેક જન્મોથી આરાધનાના ફળસ્વરૂપ સરળતા અને ઉદારતા વિરલ ભાગ્યશાળી જીવોમાં જોવામાં આવે છે.''
જે ઉત્તમ ભાવથી સુપાત્ર જીવ મોક્ષ સુધીની કલ્યાણ પરંપરાને પ્રાપ્ત કરે છે એવો સમર્થ ઉદાર ભાવ તે ધર્મ છે.”
– ભગવતી આરાધના || ૧૮૬૪ / अयं निज : परो वेति गणना लघुचेतसाम्।
उदार चरितानां तु वसुधैव कुटुंबकम् ।। - આ મારૂં છે અને આ બીજાનું છે એવી ગણના સ્વયં પેટુ, મતલબી, તુચ્છ જીવોનું લક્ષણ છે. ઉદાર ચિત, માનસવાળા જીવોને આખું જગત પોતાના કુટુંબ સમાન છે.
વિનોબા ભાવે જૈન ન હોવા છતાં તેમનામાં ભગવાન મહાવીર અને તેમણે પ્રરૂપેલ અહિંસાધર્મ પ્રત્યે અત્યંત આદર ભાવ હતો અને તેમણે 'જયહિંદ' ને બદલે ‘જય જગત' નો સંદેશ ભારતવાસીઓને આપ્યો. અને જીવનના અંતીમ દિવસોમાં ‘આહારનો સંપૂર્ણ ત્યાગ કરી અનશનવ્રત (મરણાંત) અંગીકાર કર્યું. તે વખતના વડાપ્રધાન ઈંદિરાજીએ તેમના આશ્રમમાં જઈ આહાર લેવા વિનંતી કરવા છતાં ''મારો જીવનકાળ હવે પૂરો થવા પર છે' એક કહી શાંતિપૂર્વક આ પાર્થિવ દેહનો ત્યાગ કર્યો. જૈન ધર્મમાં ભગવતી આરાધના' સમાધિમરણ, માટે અણમોલ શાસ્ત્ર છે. પાછલી ઉમરમાં આ શાસ્ત્રનું વારંવાર અવલોકન કરવા -
—: અભયદાન :मरणभय भीरुकानां अभयं यो ददाति सर्वजीवेभ्य:।
तद्दानानां दानं तन्पुनर्योगेषु मूलयोगोऽपि।। ५१ ॥ મરણના ભયથી સદાય ભયભીત સર્વ જીવોને જે અભયદાન (મૂનિવ્રત અંગીકાર કરી) દે છે તે સર્વદાનોમાં ઉત્કૃષ્ટદાન અને તેજ વળી યોગમાં મૂળ યોગ છે.
करेमि भंते सामाइयं, सव्व सावज्जजोगं पच्चकरवामि जावज्जीवाए तिविहं तिविहेण मणेण वायाए कायेण न करेमि न कारवेमि करतंऽपि अन्नं न समणुजाणामि, तस्स भंते पडिक्कमामि निंदामि गर्हामि अप्पाणं वोसरामि"
સામાયિક ચારિત્રરૂપ પાંચ મહાવ્રત અંગીકાર કરી અઠ્ઠાવીસ મૂળગુણના ધારક નિગ્રંથ મુનિએ જગતમાં સ્થિત સર્વ ત્રસ, સ્થાવર જીવોને અભયદાન દીધેલ છે. .
. . . 'मत्तो माभूदसौख्यं कथमपि भविन : कस्यचित्पुत्करोमि' waહું પોરી- પોકારીને કહું છું કે મારાથી કોઈ જીવને કોઈ પ્રકારે પણ દુઃખ ને થાઓ. '
–– પદ્મનંદી પંચવિંશનિકા પાન-૫૧.
- ૧૦૬ -