Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 122
________________ “શળતૌ સત્યામુક્ષા ૨ યુ ન મહાત્મનઃ' વિનાશ રોકવાની શક્તિ હોવા છતાં મહાન પુરુષોની ઉપેક્ષા વાજબી નથી. આ દુનિયા દુર્જનોની દુર્જનતાથી જેટલી પીડાય છે તેથી વધુ સજજનોની નિષ્ક્રિયતાથી પીડાય છે.” “Bad legislators are elected by intelligent people who do not go to polling station to cast their vote." આ જગતમાં રહી સહી જે કંઈ મૌલિકતા દેખાય છે તે સત્પરુષોના આત્મસમર્પણપૂર્વકના (વર્તમાન તેમજ ભૂતકાલીન) સેવાભાવી જીવનથી છે અને નહિ કે સ્વાર્થપરાયણ ધન તેમજ વિષય સુખમાં રચ્યાપચ્યા શ્રીમંતોના ધનસંગ્રહ કે જાજલ્યમાન મકાનાદિ વૈભવોથી. –: જગડુશાની માનવતા :દુષ્કાળનું વર્ષ આવે અને તેના પરિણામ સ્વરૂપ લોકોની યાતના શરૂ થાય તે અગાઉ જગડુશા ચેતી જતા. જે જે વસ્તુઓની અછતની સંભાવના જણાય તે તે ચીજ-વસ્તુઓ જ્યાં સુકાળ હોય તેવા દેશભાગમાંથી ખરીદી લાવી સંગ્રહ કરતા અને વખત આવ્યે ઘેર ઘેર જઈ ભૂખ્યાંની આંતરડી ઠારવા નમ્રભાવે અનાજ વિ.ની વહેંચણી જાતે કરી પોતાની જાતને લૂંટાવી દેતા ઘસી નાખતા અને માનવતા મહેકી ઉઠતી. वासीचन्दनतुल्यान्तर्वृत्तिमालंब्ध केवलम् । आरब्धं सिद्धिमानीतं प्राचिनैर्मुनिसत्तमैः।। ચંદન-સુખડના ઝાડને કાપવા કુહાડાની ધાર તેના પર પડતાં પોતે કપાઈ જઈ કુહાડાની ધારને સુગંધીત કરવાના દ્રષ્ટાંતરૂપે પ્રાચીનકાળમાં પુરુષોએ પોતાની જાતને ઘસી નાખી જગતના જીવોનું હિત કરેલું છે. - -: ભગવાન મહાવીરનું વરસીદાન :– - ભગવાન મહાવીરે દરેક તીર્થકરોની જેમ વૈરાગ્યની પરાકાષ્ટા પર પહોંચતાં મૂનિવ્રત અંગીકાર કરતા પહેલાં તેમની દાનશાળામાં ‘વરવારિકાનો આદેશ ક્યો. તેમની દાનશાળામાં દરરોજ ૩૮૮,૮૦,૦,૦૦૦ (ત્રણસો અડ્ડાસી કરોડ એંસી લાખ, સોનૈયાનું દાન થતું હતું. આ દાનને અપરિણીત દાન કહેવામાં આવેલ છે. તો પ્રશ્ન થાય છે કે જ્યારે સંખ્યા બતાવી છે તો તેને અપરિણીતદાન કેમ કહી શકાય ? તો કહે છે કે ભગવાને તો વરવરિકા' નો આદેશ આપ્યો હતો એટલે કે જેને જે જોઈએ અને માગે તેટલું આપો. ભગવાનના ચારિત્ર્ય અને વૈરાગ્ય તેમજ લોકપ્રિયતાનો પ્રભાવ એવો હતો કે માગવા આવનારના મનમાં એમ વિચાર આવતો કે મને જોઈએ તેટલું લઉ જેથી બીજાઓને પણ પૂરતા પ્રમાણમાં લાભ મળે. આ રીતે આ દાન અપરિમીત હતું કેમકે ભગવાને કોઈ મર્યાદા મૂકી નહોતી. येषां न विद्या न तपो न दानं न चापि शीलं न परोपकार। ते मर्त्यलोके भूवि भारभूता मनुष्यरुपेण मृगाश्चरन्ति ।। જે માણસમાં વિદ્યા, તપ, દાન, શીલ કે પરોપકારવૃત્તિ નથી તે મૃત્યુલોકમાં ભૂમિને ભારરૂપ છે અને તે મનુષ્યના લેબાસમાં હરણ-પશુ જેવાજ છે. - याचमान जनमानसवृत्ते: पूरणाय बत जन्म न यस्य। तेन भूमिरिह भारवतीय न द्रुमैन गिरिभिर्न समुद्रैः।। નિરાધાર, બેહાલ, યાચક જીવોની (પેટ ભરવા પૂરતી જીવનની અનિવાર્ય જરૂરીયાત) માગ પૂરી કરવા માટે જે જન્મેલ નથી એવા માણસોથી આ પૃથ્વી ભારવાળી છે નહિ કે વૃક્ષો, પર્વતો કે સમુદ્રના ભારથી. - ૧૦૯ -

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156