________________
~: શુક્લ લેયા :— न च करोति पक्षपातं नापि च निदानं समश्च सर्वेषाम् ।
नरतः च रागद्वेषौ स्नेहीऽपि शुकललेश्यश्च ॥
કોઈનો પક્ષપાત ન કરનાર, નિદાન ન કરનાર, સમભાવી, રાગદ્વેષ વિનાનો, સ્નેહ રહિત, આ લક્ષણો. શુકલ લેશ્યાવાળા જીવનાં જાણવા. ગોમટ્ટસાર ગાથા-૫૯ થી ૫૧૮
સમસ્ત ધર્મનું મૂળ ભાવના છે. તેનાથી પરિણામોની ઉજ્જવળતા થાય છે. પરિણામોની ઉજ્જવળતા : એ વિશુદ્ધિ અંગ છે. વિશુદ્ધિ અને કષાયની મંદતામાં કારણ કાર્ય સંબંધ છે. લક્ષ્ય-લક્ષણ સંબંધ નથી. એટલે કે વિશુદ્ધિ કારણ છે અને તેનાથી સત્તામાં રહેલ કર્મની ઉત્કર્ષણ, અપકર્ષણ, સંક્રમણ, નિર્જરા આદિથી કષાયોની મંદતા થાય છે. ક્ષયોપશમાદિ પાંચ લબ્ધિઓ ઉત્તરોત્તર અસંખ્યાતવૃદ્ધિપૂર્વકના વિશુદ્ધિના પરિણામો છે જે પ્રથમોપશમ સમ્યક્ત્વનું કારણ છે.
~~~: ધર્મધ્યાન :~~~~~
અરિહંત ભગવાન દ્વારા પ્રરૂપેલ દ્રષ્ટિને અવલંબીને પદાર્થનું (દ્રવ્ય સ્વભાવ અને પર્યાય સ્વભાવનું) ચિંતવન કરવામાં આવે છે તેને આજ્ઞાવિચય ધર્મધ્યાન કહેવામાં આવેલ છે.
રાગ અને દ્વેષનો અનુબંધ સર્વદુ:ખોનું મૂળ છે એમ જે ચિંતવન કરવામાં આવે છે. એટલે કે એ દુ:ખ દૂર કરવાના ઉપાયો-સાચા માર્ગનું જે ચિંતવન કરવામાં આવે છે તેને અપાય વિચય ધર્મધ્યાન કહેવામાં આવેલ છે.
સુખ-દુ:ખ એ કરેલા કર્મનો વિપાક-ફળ છે. અને ક્યા કર્મનું શું ફળ છે એ ચિંતવન કરવું તેને વિપાક વિચય ધર્મધ્યાન કહેવામાં આવેલ છે.
.
ત્રણલોકની આકૃતિ-ક્ષેત્રાદિ વિશેષતાપૂર્વક અને તેમાં રહેલા જીવાદિ પદાર્થો અને તેના સ્વભાવો તેમજ તેની વિચિત્રતાનું જે ચિંતવન કરવું તેને સંસ્થાન વિચય ધર્મધ્યાન કહેવામાં આવેલ છે.
उन्मादो न भवेद् बुद्धेरर्हद् वचन चिंतनात् । अपाय चिंतनं कृत्वा जनो दोषाद् विमुच्यते ॥ अशुभ न रतिं याति विपाकं परिचिंतयन् । वैविध्यं जगतो दृष्टवा नासक्तिं भजते વુમન્॥
અરિહંત ભગવાનની આજ્ઞાનુસાર પદાર્થનું (દ્રવ્ય-સ્વભાવ અને પર્યાય સ્વભાવનું) ચિંતવન કરવાથી બુદ્ધિનો ઉન્માદ થતો નથી. અપાય વિચય ધર્મધ્યાનથી દોષોનું નિવારણ થાય છે. વિપાક વિચય ધર્મધ્યાનથી અશુભ કાર્યોમાં રતિનો અભાવ થાય છે અને સંસ્થાન વિચય ધર્મધ્યાનથી . જગતની વિવિધતા-વિચિત્રતા જોવામાં આવતાં ક્યાંય આસક્તિ થતી નથી.
વિશેષ જાણવાની ઉત્કંઠાવાળા પાત્ર જીવે તત્ત્વાર્થસૂત્ર-ગોમટ્ટસારાદિ શાસ્ત્રોનો બારીકાઈપૂર્વક અભ્યાસ કરવો. 'सामान्यतो नूनं विशेषो बलवान् भवेत् ' સામાન્ય કરતાં વિશેષજ્ઞાન બળવત્તર હોય છે તેમજ જેતે જ્ઞાનને દૃઢ કરે છે.
विशुद्धं जायते चित्तं लेश्यापि विशुध्यते ।
अतीन्द्रियं भवेत्सौख्यं धर्मध्यानेन देहिनाम् ।।
ધર્મધ્યાનથી જીવોના મન (ચિત્ત)ની વિશુદ્ધિ થાય છે. લેશ્માની પણ વિશુદ્ધિ થાય છે. અતીન્દ્રિય
-૮૨ -