________________
૧૦. ‘જે અરિહંત દેવ અને નિગ્રંથ મુનિને છોડીને બીજા કોઈ આગળ શીર નમાવતો નથી તેને જ નિર્વાણ સુખના નિધાનરૂપ સમ્યગ્દર્શન હોય છે.
૧૧. નાસ્તિ અર્હત્ વો લેવો નાસ્તિ ધર્મો તથા પર્: |
तपः परं न नैर्ग्रथ्यं एतद् सम्यक्त्व लक्षणम् ॥
અરિહંત સમાન કોઈ દેવ નથી બીજી રીતે કહીયે તો અરિહંતથી ચઢિયાતો બીજો કોઈ દેવ નથી. દયા સમાન કોઈ ધર્મ નથી અને નૈગ્રંથ્ય સમાન કોઈ તપ નથી એ સમજ સમ્યક્ત્વનું લક્ષણ છે.
(તપ: પરં ન નૈષ્મિ – ‘વિચરે ઉદય પ્રયોગ’) ૧૨. ‘જે જ્ઞાનરૂપ નિજઆત્માને પરને વળી નિશ્ચય વડે; દ્રવ્યત્વથી સંબદ્ધ જાણે, મોહનો ક્ષય તે કરે'
— પ્રવચનસાર ગાથા – ૮૯
દર્શનવિશુદ્ધિ ભાવના (સમ્યક્ત્વના ૨૫ દોષોનો ત્યાગ) ૮ મદ ૮ શંકાદિ દોષ ૬ અનાયતન અને ૩ મૂઢતા.
—: દર્શન મોહનીય બંધના હેતુઓ
केवली श्रुतसङधधर्मदेवार्णवादो दर्शनमोहस्य ॥ १४ ॥
કેવળજ્ઞાની, શ્રુત, ચતુર્વિધ સંઘ, (મુનિ, આર્થિકા, શ્રાવક, શ્રાવિકા) ધર્મ તેમજ દેવના અવર્ણવાદ દર્શનમોહનીય કર્મના બંધના હેતુઓ છે.
આગળ જણાવેલ ૧૨ પ્રકારે સમ્યક્ત્વનાં બધાં લક્ષણોમાં ‘તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્' અંતર્ભૂત છે.
~: સમ્યક્ત્વનાં ૫ લક્ષણો
– (પંચાધ્યાયી ઉત્તરાર્ધ પાન-૪૨૬ થી ૪૭૬)
૧) પ્રથમ, ૨) સંવેગ, ૩) નિર્વેદ, ૪) અનુકંપા, ૫) આસ્તિક્યતા. —: સમ્યક્ત્વનાં ૫ ભૂષણો :
-
૧) ધર્મમાં સ્થિરતા, ૨) પ્રભાવના, ૩) ભક્તિ, ૪) જિનશાસનમાં કૌશલ્ય-સર્વાર્પણભાવ) અને ૫) તીર્થસેવા (મુનિ, આર્થિકા, શ્રાવક, શ્રાવિકા) ની સેવા સુશ્રૂષા
~~~~~ સમ્યક્ત્વનાં ૫ દૂષણો (અતિચાર) :~ ૧) શંકા, ૨) કાંક્ષા, ૩) વિચિકિત્સા, ૪) અન્યદ્રષ્ટિ-સંસ્તવ અને ૫) અન્ય દ્રષ્ટિ પ્રશંસા.
તત્ત્વાર્થાભિગમ સૂત્ર અધ્યાય ૦૭ ગાથા-૧૮.
'‘અનેક ભવોની આરાધનાના ફળસ્વરૂપ જીવમાં ઉદારતા અને સરળતા પ્રાપ્ત હોય છે.’’ ‘‘જ્યાં અનાગ્રહ, નમ્રતા અને સરળતા છે ત્યાં શિક્ષા તેમજ સદ્ગુદ્ધિના અંકુરો ચિત્તમાં રહે છે.'' ‘‘સરળ વ્યક્તિને માટે સ્વિકૃતિ તેમજ સાધના બંને સરળ છે.''
—: પરિગ્રહ :—
‘પરિગ્રહથી જે પોતાને મોટો માને છે તેના જેવો બીજો કોઈ મૂર્ખ અને અક્કલહીન નથી. ખરેખર તો પરિગ્રહધારી સમાન જગતમાં કોઈ દીન નથી.'
- ૮૪ -
'All worldly possessions are vitality sappers. Their presence is the indication of weakness and not strength'
— Anonymous