________________
ખુશામત કરનાર તેમજ સાંભળનાર બંને લોકમાં જતે દિવસે તિરસ્કારપાત્ર બને છે એટલુંજ નહિ એક બીજાનીં નજરમાંથી પણ ઉતરી જાય છે. ખુશામતથી માણસ સામાની નજરમાં કેવો હલકો દેખાય છે તે સંબંધમાં એક આબેહુબ કહેવત છે :
I would have praised you more, had you praised me less.
— Louis XII.
ઉચ્ચગોત્ર તેમજ નીચગોત્ર એ બંને અઘાતિકર્મની જીવવિપાકી (જીવમાં અસર કરતી) પ્રકૃતિઓ છે. ઉત્તમકુળમાં અગર નીચ કુળમાં જન્મ એ બાહ્ય નિમિત્ત અપેક્ષાએ કથન છે. ઉચ્ચગોત્ર એટલે સામાન્ય ભાષામાં પોતાને પોતા માટે માન, ઉંચો (વાજબી) અભિપ્રાય. નીચ ગોત્ર એટલે પોતે પોતાને હલકો, આદરને માટે અપાત્ર
परनिंदा आत्मप्रशंसे सद्गुणाच्छादने असद्गुण ૩દ્રાવને ૨ નીચૈ: ક્ષેત્રસ્ય ! ૨૪ ।। तद्विपर्यो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य ॥ २५ ॥
— તત્ત્વાર્થસૂત્ર અધ્યાય - ૬.
પરનિંદા, આત્મપ્રશંસા, બીજાના છતાં ગુણને ઢાંકવા, પ્રસંગ આવ્યે પ્રગટ ન કરવા, અને પોતાના અછતા ગુણને પ્રગટ કરવા, અતિશયોક્તિપૂર્વક કહેવા તે નીચગોત્રના બંધનુ કારણ છે. તેથી ઉલટું પરનિંદા તેમજ આત્મપ્રશંસાનો અભાવ, પોતાના ગુણને જ્યાં ત્યાં કહેતા ન ફરવું, પ્રગટ ન કરવા, છુપાવવા અને બીજાના છતા-અછતા દોષને ઢાંકવા તેમજ બીના અલ્પગુણની પણ પ્રશંસા કરવી, પ્રગટ કરવા, અત્યંત નમ્રતા અને અનુત્સકભાવ (પારકી પંચાતનો અભાવ) ઉચ્ચગોત્રના બંધનું કારણ છે. નીચગોત્ર જ્યાંત્યાંથી અવગણના, અસત્કારને પામે છે. ઉચ્ચગોત્ર સર્વ ઠેકાણે આવકાર અને સન્માન પામે છે.
નામકર્મની ૯૩ પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ તીર્થંકરગોત્ર નામકર્મની પ્રકૃતિ છે. તે જીવવિપાકી પ્રકૃતિ છે (બાહ્ય સમવસરણાદિની રચના વિ. નિમિત્તનાં કથન છે) અને તેજ સર્વોત્કૃષ્ટ લોકપ્રિયતાનું અભિવ્યંજક છે. લોકપ્રિયતા આ ભવ તેમજ પરભવમાં જીવના કલ્યાણની – ઉર્ધ્વગતિની સૂચક છે. અને ધર્મસાધનામાં મદદરૂપ અને વિઘ્નો આવતા પહેલાં અટકી જાય એવો અચિંત્ય તેનો પ્રભાવ છે. લોકપ્રિય થવાના પ્રયાસથી લોકપ્રિય થવાતું નથી કદાચ તેનાથી તદ્દન ઉલ-વિપરીત પરિણામ આવે છે, અને વખત જતાં લોકની નજરમાં એ ઉતરી પડે છે. લોકપ્રિયતાનાં અંગભૂત કારણો જીવનમાં ઓત-પ્રોત થતાં લોકપ્રિયતા આપોઆપ અનાયાસે સાંપડે છે.
"He never saught greatness. He simply preached by living a well ordered life, performed his smallest duties with same precision and care, extended his helping hand to all who came into his contact and spoke in a still soft voice and unconciously ascended to greatness"
—; Genious :
With invisible hands of the spirit, she had built up with the precious stones of faith, hope, joy, devotion and love, a fair temple of light whose glorifying radiance was ever round about her. It beamed in her eyes. it vibrated in her voice and all who came into her presence felt its captivating spell'
''
— Anonymous
- ૯૩ -