Book Title: Magganusariya
Author(s): D S Shah
Publisher: Gnatputra Bhagwan Mahavir Trust

View full book text
Previous | Next

Page 98
________________ ' જે પરિગ્રહને ભગવાને પાંચ પાપોમાં એક પાપ કહ્યું છે, જે જીવના પતનમાં અધોગતિમાં આ લોકમાં હીનતા તેમજ દીનતાનું જનક છે તેને ઓછું કરવાની વાત તો દૂર રહી તેને વધારવામાં આનંદ માને છે, જીવનની સાર્થકતા સમજે છે, તેનું અભિમાન કરે છે અને ‘ostentation of wealth.” ઘરમાં લાખો રૂપિયા ખચી સજાવટ કરે છે અને લગ્નાદિ પ્રસંગોમાં બેફામ ખર્ચ કરી તેનું પ્રદર્શન કરી આનંદ માને છે. તેને ભગવાનની કૃપાનું ફળ સમજે છે તેણે જૈન ધર્મને જાણ્યો નથી. આ સંસારમૂનામ તેવા હેતુ : तस्मादुपासक : कूर्यादल्पमल्पं परिग्रहः॥ -: સ્વાધ્યાય :– શાસ્ત્રો વડે પ્રત્યક્ષઆદિથી જાણતો જે અર્થને, તસુ મોહ પામે નાશ નિશ્ચય, શાસ્ત્ર સમધ્યયનીય છે” - પ્રવચનસાર ગાથા - ૮૬ શ્રામણ્ય જ્યાં ઐકાગ્ય, ને ઐકાગ્ય વસ્તુનિશ્ચય), ' નિશ્ચય બને આગમ વડે, આગમપ્રવર્તન મુખ્ય છે. – પ્રવચનસાર ગાથા - ૨૩૨ વાધ્યાય: પરમતિપ: સ્વાધ્યાયથી બુદ્ધિ અતિશયવાન થાય છે. અભિપ્રાય ઉજજવળ થાય છે. જિનધર્મમાં સ્થિતિ દૃઢ થાય છે સંશયનો અભાવ થાય છે. આચારની ઉજજવળતા થાય છે. પાપક્રિયાનો પરિહાર, કધર્મમાં રાગભાવનો અભાવ, પંચપરમેષ્ટિમાં અતિશયરૂપ ભક્તિ, સમ્યક્ત્વની પ્રાપ્તિ, સંસાર, દેહ, ભોગોથી વિરક્તતા, કષાયોની મંદતા, દયાભાવની વૃદ્ધિ, શુભધ્યાન, આર્તરૌદ્ર-ધ્યાનનો અભાવ, જગતમાન્ય, યશની ઉજજવળતા, દુર્ગતિનો અભાવ, અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ સાથે કર્મની વિપુલ નિર્જરા થાય એવું ઉત્તમ તપ સ્વાધ્યાય છે. આગમના અભ્યાસ વગર મનુષ્યભવ એળે ન જવા દો.” – રત્નકરંડશ્રાવકાચાર પાન-૨૧૧ -: સમભાવ :“સમભાવરૂપી કોટ પર આરૂઢ થઈને જે આંખના પલકારા માત્રમાં કર્મનો ક્ષય કરે છે તેવો કર્મનો ક્ષય સમભાવ રહિત કરોડો વર્ષો સુધી તપ કરનાર કરી શકતો નથી" | ૧૨ || ' “સર્વજ્ઞ ભગવાને સમભાવને જ ઉત્કૃષ્ટ ધ્યાન કહેલ છે. હું માનું છું કે એકમાત્ર સમભાવને પ્રગટ કરવા માટે સર્વ શાસ્ત્રોનો વિસ્તાર છે." } ૧૩ . જે યોગી મુનિને સમભાવ છે તેને અવિચળ સુખ, અવિનાશી પદ અને કર્મની નિર્જરા છે. જે ૧૮. એકબાજુ કોઈ પારિજાત ફૂલોનો હાર ગળામાં પહેરાવી પૂજા કરે છે અને બીજો કોઈ મારી નાખવાની બુદ્ધિથી ગળામાં સાપને નાખે છે ત્યાં બંને પ્રત્યે સમભાવથી જોનાર યોગી કેવળજ્ઞાનરૂપ ક્રીડાવનમાં પ્રવેશ કરે છે. આ -: સામાયિક :– ‘ભાવોતણી શ્રદ્ધા સુદર્શન, બોધ તેનો જ્ઞાન છે: વધુ રૂઢ માર્ગ થતાં વિષયમાં સામ્ય તે ચારિત્ર છે'. વાંસલા પ્રત્યે સુગંધ છોડનાર ચંદનવૃક્ષ સમાન મહાત્મા પુરુષોનું સામાયિક નામનું ચારિત્રજ મોક્ષનું પરમ અંગ છે. – સામાયિક (મુલાચાર પાન ૩૦ થી ૩૨) -૮૫ -

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156