________________
મારા દુ:ખનો ક્ષય થાઓ. મારા કર્મનો ક્ષય થાઓ. મને બોધિબીજની પ્રાપ્તિ થાઓ અને મને સમાધિ મરણની પ્રાપ્તિ હો ! આજ પ્રાર્થનીય છે બીજુ કંઈ (જગતમાં) પ્રાર્થનીય નથી.
सम्यग्दर्शनविज्ञानचारित्रमप्राप्त प्रापणं बोधि: । तेषामेव निर्विघ्नेन भवांतरे प्रापणं समाधि : ॥
દુર્લભ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ તે બોધિ અને ભવાંતરમાં એટલે કે બીજા ભવમાં તેને નિર્વિઘ્નપણે સાથે લઈને જવું તેનું નામ સમાધિમરણ (એ બે લક્ષણો યથાસંભવ સર્વ જગ્યાએ ઘટાવવાં).
પરમાત્મપ્રકાશ પાન-૧૬.
श्री वीरेण मम प्रसन्न मनसा तत्किंचिदुच्चै: पद । प्राप्त्यर्थं परमोपदेशवचनं चित्ते समारोपितम् ॥ येनास्तामिदमेकभूतलगतं राज्यं क्षणध्वंसितम् । त्रैलोकस्य मे प्रियमिह श्रीमज्जिनेश प्रभो ॥
શ્રી વીરપ્રભુએ મને પ્રસન્ન ચિત્તથી મારા ચિત્તમાં ઉચ્ચપદની પ્રાપ્તિ અર્થે પરમોપદેશરૂપી વચનોનું સમારોપણ કરેલ છે. જેથી આ ભૂતલપરનું ક્ષણનશ્વર રાજ્ય તો દૂર રહો! પરંતુ હે જિનેશ્વર પ્રભુ! ત્રણ લોકનું રાજ્ય પણ હવે મને ખપતું નથી. પક્ષનંદી પંચવિંશતિકા (શ્રી વીરનંદી આશ્ચર્યાકૃત) આલોચના અધિકાર શ્લોક-૩૨
जिनधर्मो विनिर्मुकत्वा मा भवेत् चक्रवर्त्यपि । स्याश्चेत् दरिद्रोऽपि जिनधर्मानुवासितो ॥
‘‘જિનધર્મ વગરનું ચક્રવતીપણું પણ મને ખપતું થી. હે પ્રભુ! આપના પ્રરૂપેલ જિનધર્મના અંતરંગમાં સંસ્કાર સહિતની દરિદ્રતા પણ મને કબુલ-મંજુર છે.''
ભૂતકાળમાં થઈ ગયેલા અનંત જ્ઞાની ભગવંતો જેમણે વાસ્તવિક સુખ અને તેનાં કારણો જાણ્યાં તેમજ અનુભવમાં લીધેલ છે તેમના હૃદયના આ ઉદ્ગારો મુમુક્ષુજીવે હરરોજ યાદ કરવા યોગ્ય છે.
"All worldly possessions are vitality sappers. Their presence is the indication of weakness and not strength"
'In all worldly possessions, self possession is the best'
‘આલંબન સાધન જે ત્યાગે પર પરિણતિને ભાગે રે.’
ૐ અક્ષય દર્શન, જ્ઞાન, વૈરાગે, આનંદઘન પ્રભુ જાગેરે.''
આનંદધનજી
असंतोषवत: सौख्यं न शक्रस्य न चक्रिण: । • जन्तो: संतोषभाजो यदभयस्येव जायते ॥
અસંતોષવાળા ઈન્દ્રિને કે ચક્રવતીને પણ તે સુખ મળી શકતું નથી જે સુખ સંતોષવૃત્તિવાળા અભયકુમારને પ્રાપ્ત હતું.
મગધદેશના પાટનગર રાજગ્રહી નગરીમાં પરમ અદ્વૈતભકત શ્રેણિકરાજા રાજ્ય કરતા હતા. તેમને અભયકુમાર નામે પુત્ર હતો. બુદ્ધિના વૈભવથી તે પાંચસો પ્રધાનોનો આગેવાન હતો અને રાજતંત્રમાં ધુરંધર અગ્રણી હતો. તેના બુદ્ધિબળથી આશ્ચર્યચકિત તેમજ ભયગ્રસ્ત બીજાં રાજ્યો તેનાથી સાવધ રહેતા તેમજ આપદકાળે અભયકુમારની સલાહ લેતા. પ્રજા તેમજ અન્યદેશના રાજાઓએ અનુકરણ કરવા જેવાં પ્રજાહિતનાં-રાજ્યહિતનાં તેમજ ધર્મહિતનાં અનેક કાર્યો તેણે જીવન દરમ્યાન કર્યાં હતાં. પુત્રના આવા બુદ્ધિના વૈભવથી તેમજ અદ્વિતીય પ્રજાહિતનાં
- ૦૮ -