________________
દીર્ધદશીતાનો ગુણ સમાયેલો છે. આ ગુણ વગર ક્ષણિક વિષયસુખોને અને વર્તમાન સ્ત્રી, પુત્ર, ધનાદિ સંપત્તિ છોડી સ્થાયી સુખદાતા એવા મોક્ષમાર્ગમાં કોણ પ્રવેશ કરી શકે?
It is better to put a strong fence round the top of the hill than an ambulance down the valley.... .
J. Montaine તળેટી ઉપર એબ્યુલન્સ તૈયાર રાખવા કરતાં ડુંગરની ટોચની ચારે બાજુ વાડ કરી લેવી વધારે સારી છે.
'It you want peace, be prepared for the war કીડીઓ પણ ચોમાસુ બેસતા પહેલાં તેના દરમાં અનાજના કણનો-જથ્થાનો સંગ્રહ કરી લે છે.
દિવસે એવું કામ કરવું કે રાત્રે નિરાંતે ઉઘ આવે, વર્ષની બીજી ઋતુઓમાં એવું કામ કરવું કે ચોમાસુ નિર્વિઘ્ન પસાર થઈ જાય. અને જીવન દરમ્યાન એવું કામ કરવું કે સમાધિ મરણપૂર્વક આ દેહ છોડી પરભવમાં ધર્મસાધનાનું અનુસંધાન કાયમ રહે.
' 'Better late than never' - 'જાગ્યા ત્યાંથી સવાર' - ઘરમાં પગ મૂકતાં કુટુંબના સભ્યોમાં તકરાર કે બોલાચાલી થતી જોઈ સીધા શયનખંડમાં જઈ કાંઈપણ બોલ્યા વગર સૂઈ જવું એના જેવો કોઈ ઠપકો નથી.
"Highest reprimands are those which are never spoken' 'The Surest way to make it hard for your sons is to make easy for them." છોકરાઓને અઢળક મિલ્કત અને તૈયાર ધંધો સીધોજ હાથમાં મુકવામાં કેટલું જોખમ રહેલું છે તે આજકાલના શ્રીમંત કુટુંબોમાં લગભગ ઘર દીઠ ચાલતા ઝઘડા તેમજ કુસંપ ઉપરથી માલમ પડી આવશે. આમ કરવામાં તેમની કુસેવા રહેલી છે એવું સફળ ધંધાધારીઓ સમજતા હોવા છતાં કોણે તેનો અમલ કર્યો?
છોકરો રાતના ક્લબોમાં જઈ એક રાતમાં એક બે હજાર રૂપિયાનું પાણી કરી આવે તેની ખાસ વાંધો કદાચ કરોડપતિના ઘરમાં ન હોય પણ તેનાથી તેના જીવનમાં નાની કુમળી વયમાં જે કુસંસ્કાર અને વાસના ઘર કરે છે તેનાથી તેના જીવનની બરબાદી સિવાય બીજું શું પરિણામ આવે?
It is very important for an elderly man in a family to teach the boy from his childhood, responsible attitude to money.'
In nature there are neither rewards nor punishments; there are only consequences...
- R. G. Ingersoll. દીર્ધદશીતાનો અભાવ અને ટુંકી દ્રષ્ટિ પૂર્વક લીધેલા નિર્ણયોથી કેટલાયે કુટુંબોની, સમાજની, રાષ્ટ્રની પાયમાલી થયેલી છે તેના દાખલાઓ ગોતવા જવું પડે તેમ નથી.
"The wheels of nature grind slowly but surely" "To plough is to pray. to plant is to prophesy and the harvest answers and fulfils."
You cannot get what you wish or pray for but what you richly deserve or justly earn."
એક અર્થશાસ્ત્રીએ કહ્યું છે કે તમારી પાસે છોકરાઓને આપી જવા ખાસ મિલ્કત ન હોય તો કોઈ આગળ વધતા શહેરથી થોડીક દૂર સસ્તી જગ્યા લઈ વારસામાં મૂકતા જાવ
આ દીર્ધદશીતાનો ગુણ (તત્ત્વજ્ઞાનનો અભ્યાસ થતાં) આગળ વધી વર્તમાન ક્ષણિક ઈન્દ્રિયસુખોમાં હિત-બુદ્ધિનો અભાવ એઇ સ્થાયી-અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ માટે ભગવાને બતાવેલ મોક્ષમાર્ગમાં જીવને પ્રેરે છે. જનતા સરકારના પતનમાં તેના નેતાઓનાં રોજબરોજનાં વિરોધાભાસી ભાષણો, પરિપક્વતા અને દીર્ઘદશીપણાનો અભાવ મુખ્યપણે હતાં. ખોરાક ખાવો અને પચવો જેમ જુદી વાત છે તેમ સત્તા મેળવી અને પચવી જુદી વાત છે.
- ૭૬ -