________________
बलं वीर्य च संप्रेक्ष्य, श्रद्धामारोग्यमात्मन: । क्षेत्रं कालं च विज्ञाय, तथात्मानं नियोजयेत् ॥
બળ (શારીરિક સામર્થ્ય વિ.) વીર્ય (આત્મિક સામર્થ્ય) શ્રદ્ધા તેમજ આરોગ્ય જોઈને તેમજ ક્ષેત્ર અને કાળનો પૂરેપૂરો વિચાર કરીને મનુષ્ય પોતાના આત્મકાર્યનું નિયોજન-નિયંત્રણ કરવું.
तपस्तथा विधातव्यं चित्तं नातं भजेद् यथा । विवेक: प्रमुखो धर्मो, नाविवेको हि शुध्यति ॥
તપનું આયોજન એ રીતે કરવું જેથી આર્તધ્યાન થાય નહી. વિવેક એ ધર્મનું મુખ્ય અંગ છે. અવિવેકીની કદી પણ શુદ્ધિ નથી.
ધંધામાં, લેવડ-દેવડમાં, આવક પ્રમાણે ખર્ચ, યોગ્ય માત્રામાં ભોજન વિ. ‘આ બલાબલનો વિચાર' ગુણના ઉપલક્ષણો છે કોઈપણ કાર્ય કરતા પહેલાં, અનુષ્ઠાન કરતાં પહેલાં તેનો સુખપૂર્વક નિર્વાહ થાય, વચ્ચેથી પડતું મુકવાનો પ્રસંગ ન આવે, લીધેલ પ્રતિજ્ઞા કે આપેલા વચનનો ભંગ કરવાનો પ્રસંગ ઉપસ્થિત ન થાય *અને ઉત્તરોત્તર ચઢતા પરિણામ-ભાવ રહે એ આ ગુણનો ઉદ્દેશ છે.
‘રઘુકુલ રીતિ ઐસી ચલી આઈ પ્રાણ જાય પણ વચન ના જાઈ’
गृहीतं व्रतं येन पुंसा च भग्नम् ।
वृथा तस्य जन्म स्वकीयं च जातम् ॥
ગૃહણ કરેલ વ્રત-પ્રતિજ્ઞા (કે આપેલ વચન) નો જેણે ભંગ કર્યો તેનો જન્મ વૃથા છે.