________________
- નં.-૨૪ – બલાબલનો વિચાર :– सगुणमपगुणं वा कुर्वता कार्यजातं
परिणतिरवधार्या यत्लत: पंडितेन। ,अतिरसभकृतानां कर्मणामाविपत्ते:
भवतिहृदयदाहि शल्यतुल्यो विपाकः॥ સારૂં અગર ખોટું કાર્ય કરતા પહેલાં બુદ્ધિમાન પુરુષે તેના પરિણામનો વિચાર કરવો જોઈએ. ઘણી ઉતાવળથી પૂર્વાપર વિચાર કર્યા સિવાય કરેલા કાર્યથી કોઈ વખત એવી વિપદા આવી પડે છે કે તેના વિપાકો (Side efects) હૃદયમાં શલ્ય-કાંટાની માફક ચુમ્યા કરે છે. દાહકારક નીવડે છે.
તીર્થકર ગોત્ર નામ પ્રકૃતિના બંધની કારણ ૧૬ કારણ ભાવનાઓમાં વત્તતાવત’ શક્તિ પ્રમાણે તપ તેમજ ત્યાગ-દાન કરવા કહ્યું છે.
શાસ્ત્રોમાં એકબાજુ પોતાની શક્તિને છુપાવ્યા વગર તપ-દાન કરવાનું કહ્યું સાથેસાથે પોતાની શક્તિ અનુસાર (અધિક માત્રામાં નહિ) કરવાનું પણ કહ્યું.
ભવભ્રમણનો ભય નિકટભવ્ય જીવનું મુખ્ય લક્ષણ કહેલ છે. ભવભ્રમણનો ભય જેને નથી તેનો મોક્ષમાર્ગમાં કોઈ અધિકાર નથી એમ પણ કહેલ છે. જેની પાસે પૂરતું ધન તેમજ આવક છે છતાં સુપાત્રે દાનમાં વાપરતો નથી તેને શાસ્ત્રમાં હાલતા-ચાલતા મડદા સમાન કહ્યો અને જેના ઘરમાં અતિથિનું સન્માન, પાત્રદાન વિ. નથી તે ઘરને શ્મશાનની ઉપમા જ્ઞાનીઓએ આપેલ છે.
દાન તથા તપ વર્તમાન સુખ અને ભાવિ સ્વર્ગ તેમજ પરંપરાએ મોક્ષ સુખનાં કારણ છે અને તેનો વિવેક બલાબલનો વિચાર' ગુણના ઉપલક્ષણમાં લબ્ધલક્ષી નામનો ગુણ છે. Our generosity should not exceed our means...
– Cicero. इदं फलमिदं क्रिया करणमेदेषक्रमो
व्ययायमनुषंगजं फलमिदं दशेयं मम। अयं सुहृदयं द्विषन् प्रयतदेशकालाविमाविति
प्रतिवितर्कयन् प्रयतते बुधो नेतरः।। આ ફલ છે, આ ક્રિયા છે, આ કરણ છે, આ ક્રમ છે, આ વ્યય-ખર્ચ છે, આ આવક છે, આ મારી દશા છે, આ મિત્ર છે, આ શત્રુ છે. આ દેશ-કાળ છે એ સર્વ બાબતોનો પૂરો ખ્યાલ રાખી બુદ્ધિમાન પુરૂષ પ્રયત્ન કરે છે. બીજો તેમ કરી શકતો નથી. આમાં “બલાબલનો વિચાર’ નામનો ગુણ તેના ઉપલક્ષણમાં આબેહુબ રીતે વર્ણવેલ છે.
'Know thy Limitations' 'Tread the middle road, whose course
Bright reason traces, and soft quiet soothes' આઠ પ્રકારના બળ: મનોબળ, વાબળ, શારીરિક બળ, ચારિત્રબળ, બુદ્ધિબળ, ધનાદિસામગ્રીબળ, સંઘબળ, અંગરક્ષક.. !
'Beware of entrance to a quarrel, but being in; Bear it that the opposed may beware of thee
- Shakespeare - ૩ -